________________
૪૭૦ ]
[મહામણિ ચિંતામણિ
પિંગલક મુનિની પ્રેરણાથી કેટલાક પ્રશ્નોનું સમાધાન મેળવવા આવેલા પરિવ્રાજક સ્કંદક સામે જ બેઠા હતા. નિગ્રંથ પિંગલક મુનિ પણ ત્યાં હાજર હતા. પરિવ્રાજક આવતા હતા, ત્યારે ભગવાને ગૌતમ ગણધરને કહ્યું હતું ઃ આજે પાંચ પાંચ ભવથી તારા પરિચિતનો તને મેળાપ થશે. ને પછી પાંચ પાંચ ભવની પ્રીત બતાવવા આ કથા પ્રભુએ શ્રીમુખે કહી સંભળાવી હતી.
ધર્મસભા કથા-પાત્રોનો મેળ મેળવતાં બોલી ઊઠી : મંગલ શ્રાવક-મસ્ય, જ્યોતિમલી, વેગવાન વિદ્યાધર અને દેવના ભવ પૂરા કરીને આ ભવમાં ગણધર શ્રી ગૌતમસ્વામી બન્યા. સુધમ-શ્રાવક-વિદ્યુમ્ભાલી, ધનમાલા અને દેવ તરીકેનાં જીવન જીવીને પવ્રિાજક સ્કંદક બન્યા. અને પેલા મંત્રી, દેવભવ પૂર્ણ કરીને આ ભવમાં નિગ્રંથ પિંગલક મુનિ બન્યા. ઓહ! કલ્યાણમૈત્રી ખરી જાળવી ! મિત્ર બન્યા તે પ્રમાણ એ આનું નામ! આ ભવમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય તરીકે જુદે જુદે સ્થાને જન્મ્યા તોય આજે સગા ભાઈની જેમ પાછા ભેગા મળી ગયા. આનું નામ પ્રેમની પરંપરા !
[‘કલ્યાણ માંથી સાભાર.]
* *
છે,
નિમણે ભારતના સાંસ્કૃતિક ખાતાના નમૂવ પ્રતિક ધ જ રજ પણ વારસામાં મળે છે
સ