________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૫૯
ક્રિયા બંનેના અનુયાયીઓની ભિન્ન ભિન્ન જણાતી હતી. શ્રી કેશીકુમાર અને શ્રી ગૌતમસ્વામીના શિષ્યોને, એક-બીજાને જોઈને, એકમેકના આચાર-વિચાર જાણીને અનેક પ્રશ્નો થવા લાગ્યા. તેમના મનમાં થયું કે,
-ભગવાન પાર્શ્વનાથે તો ચાર મહાવ્રતની પ્રરૂપણા કરી છે, જ્યારે ભગવાન શ્રી મહાવીર પાંચ મહાવ્રતની પ્રરૂપણા કરી રહ્યા છે. આ ભેદનો હેતુ શું હશે?
–ભગવાન પાર્શ્વનાથે પંચરંગી વસ્ત્રો પહેરવાનો સાધુ-આચાર બતાવ્યો છે, જ્યારે ભગવાન શ્રી મહાવીર અલ્પોપધિવાળો [અર્થાત્ અલ્પ શ્વેત વસ્ત્ર કે અવસ્ત્રવાળો] સાધુ-આચાર બતાવી રહ્યા છે. તો આ બેમાં સાચું શું?
–બંને શ્રી તીર્થકર મહાત્માઓનું ધ્યેય જો એક જ છે તો આવો ભેદ શા માટે? ક્રિયા-ભેદ પણ શાથી?
પોતાના શિષ્યોની આ શંકા જાણીને શ્રમણ શ્રી કેશીકુમારે અને ગણધર શ્રી ગૌતમસ્વામીએ તે શંક્રઓનું સમાધાન અને નિવારણ કરવા માટે સ્વશિષ્ઠ 4 વિચાર્યું. આ વિચારણા સાકાર બની તેની નેપથ્ય ચિરકાલીન રોમહર્ષક સત્ય ઘટના છે.
શ્રી કેશીકુમાર અને ગૌતમસ્વામી સ્વ-પરંપરાના શ્રદ્ધેય આચાર્ય ને સંઘનાયક હતા. ગૌતમસ્વામી બાર અંગોના પ્રખર જ્ઞાતા હતા, અનંતલબ્લિનિધાન હતા, ચાર જ્ઞાનના ધારક હતા અને વિહરમાન તીર્થંકર પરમાત્મા ભગવાન શ્રી મહાવીરસ્વામીના પ્રથમ ગણધર હતા. ગુણસંપત્તિમાં તેઓ શ્રી કેશીકુમારથી દેખીતી રીતે જ મોટા-વડીલ હતા. જ્ઞાનચર્ચા કરવાનું વિચારાયું હતું, પરંતુ કોણ કોને મળવા જાય કે બંને કયા સ્થાને મળે તેવું કંઈ નક્કી થયું ન હતું.
જ્ઞાન અને લબ્ધિમાં મોટા ગૌતમપ્રભુએ જ નક્કી કર્યું કે મારે જ શ્રમણ કેશીકુમારને મળવું જોઈએ, કારણ, તેઓશ્રી વડીલ કુળના અર્થાત્ ભગવાન શ્રી પાર્શ્વનાથની પરંપરાના શ્રમણ છે. આથી તે મારા વડીલ છે, વડીલને મળવા તો મારે જ જવું જોઈએ. અને શ્રી ગૌતમસ્વામી પોતાના શિષ્યસમુદાય સાથે તિન્દુક વનમાં જાય છે.
શ્રમણ કેશીકુમારને આ સૌના આગમનની ખબર પડે છે તો તેઓ પોતે તેમનું પ્રેમથી સ્વાગત કરવા સામે જાય છે અને ગૌતમસ્વામી માટે પોતે તેમને અનુરૂપ અને પ્રાસુક એવું આસન પાથરીને તે પર બિરાજમાન થવા વિનંતિ કરે છે. દેખીતી ભિન્ન પરંપરાના આ બે મહર્ષિઓનું મિલન એ તે સમયની એક અભૂતપૂર્વ ઘટના છે.
બંને પક્ષ વચ્ચે પ્રેમ અને આદર છે. બધાની આંખોમાં વિમળ જિજ્ઞાસાનો તેજ-ઝબકાર અને હૈયે સત્ય જાણવાની તાલાવેલીનો મંગળ ધબકાર છે. બધા પોત-પોતાના આસને બેસી ગયા ત્યારે જ્ઞાનચર્ચાનો શુભારંભ કરતાં શ્રમણ કેશીકુમાર બોલ્યા :
હે ભાગ્યવંત! આપને પ્રશ્નો પૂછવા ઇચ્છું છું.” ગૌતમસ્વામી : “હે મુનિપ્રવર ! આપને યોગ્ય લાગે તે આપ ભલે પૂછો.’
આટલી પૂર્વભૂમિકા બાદ આ બે જૈન જ્યોતિર્ધરો વચ્ચે જે સંવાદ થયો તે સંવાદ જૈન સાહિત્યનો એક ઉત્કૃષ્ટ ચિંતનાત્મક ગદ્ય-ખંડ છે. આ સંવાદમાં, સંક્ષેપમાં જૈનદર્શનનો