________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[
૫૧
આત્મા-પરમાત્માનું પ્રથમ અલૌકિક મિલન -
એક જ સ્થળભૂમિ–અપાપાપુરી અને બે વિશેષ વિધિઓ! એક જ સમય અને બે સમય શ્રેષ્ઠ આત્માઓ! આજે અપાપાપુરીમાં એક તરફ સમવસરણમાં મધ્યભાગે સર્વજ્ઞ ભગવાન મહાવીર અચલભાવે બિરાજમાન છે, ને બીજી બાજુ યજ્ઞકાર્યભાર પોતાના સહપંડિતોને સુપ્રત કરી, પોતાના પાંચસો શિષ્યોના વિશાળ વૃંદને લઈને, પંડિત પ્રવર ઇન્દ્રભૂતિ ગૌતમ પોતે સર્વજ્ઞ હોવાના અહે સાથે સર્વજ્ઞ મહાવીરને પરાજિત કરવા મહાસન ઉદ્યાન પ્રતિ પ્રયાણ કરે છે. તેઓ સમવસરણમાં પ્રથમ પ્રવેશદ્વાર પાસે પહોંચે છે, ત્યાં જ મંગલ ઉપદેશધારા ઉપવિરામિત કરતાં, સર્વજ્ઞતાના સર્વ પ્રભાવથી શ્રી મહાવીરના મુખશ્રીથી પ્રશ્નાર્થ ઉદ્ભવ્યો : “હે ગૌતમ ગોત્રજ ઇન્દ્રભૂતિ! તમે કુશળ તો છો ને?” કોઈ રખે માને કે, આ પ્રશ્નાર્થ હતો! સર્વજ્ઞને પ્રશ્ન કે પ્રશ્નાર્થ ન હોય! ઊલટું કોઈ સર્વજ્ઞને પ્રશ્ન કે પ્રશ્નાર્થ કરે ! કંઈક મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે ! છતાં વીરની વાણી તો પ્રશ્નાર્થયક્ત છે. તેનો અર્થ વ્યાવહારિક પ્રશ્નાર્થના રૂપમાં સમજવાનો નથી. અત્રે તો પરમાત્મા, આત્માને આત્મત્વના ક્ષેમકુશળ પૂછે છે ! મોક્ષ-નિવણદેશના સમાચાર પૂછે છે ! વીરની વાણી ! વીરનું પ્રથમ વ્યક્તિગત સંબોધન! સર્વજ્ઞની અસીમ કૃપાનું પ્રથમ મહાભાગ્યવાન આત્મપાત્ર એટલે તે યુગના પંડિતવર ઇન્દ્રભૂતિ! શ્રીમુખદર્શન, શ્રીવાણીશ્રવણ અને શ્રીકૃપાનુભૂતિ થતાં જ ઈન્દ્રભૂતિ નિવણસાધનાના પ્રથમ સુવર્ણસોપાન ઉપર પહોંચી ગયા! ત્યાંથી તેમને આખોયે વીતરાગમાર્ગ સ્પષ્ટ કળાઈ ગયો ! બે દિવ્ય આત્માઓના મિલનની એક ક્ષણ પણ કેવી યુગ-યુગાન્તરવ્યાપી હોય છે, તેનું આ અલૌકિક દશ્ય-દષ્ટાન્ત !
સ્વશ્રીનામ-શ્રવણ થતાં જ પંડિતવર્ય ઇન્દ્રભૂતિ આશ્ચર્ય પામ્યા! પોતે જેમને કદી મળ્યા નથી, નામથી પણ જાણતા નથી, એવા વ્યાખ્યાનપીઠ-આરૂઢ-પુરુષ, પોતાને નામ સહિત શી રીતે જાણે ? મનોમન વિચારવા લાગ્યા: “જીવ-આત્મા વિષયક મારા સંશયને છેદી શકશે તો હું જાણીશ કે, તે પુરુષ જ્ઞાનસંપન્ન છે. ત્યાં તો આશ્ચર્યની અવધિ થઈ ! સ્વયં ભગવાન મહાવીર ક્ષણના પણ વિલંબ વિના, અપૂર્વ કંઠમાધુર્યથી સર્વ આત્માઓને મંત્રમુગ્ધ કરી રહ્યા: “હે ઇન્દ્રભૂતિ ! તમારા મનમાં જીવ વિષેનો સંશય છે, પણ હે ગૌતમ! જીવ છે. તે અરૂપી જીવને ચિત, ચૈતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા વગેરે લક્ષણોથી જાણી શકાય છે. જીવ સંબંધી વેદના મંત્રવાક્યને તમે યથાર્થપણે અવગત ન કરવાથી, તમારા મનમાં સંશય રહી જવા પામ્યો છે. જ્ઞાનરૂપ એવા વેદનું મંત્રપદ આ પ્રમાણે છે: વિજ્ઞાનધન પર્વતો મૂતેશ્ય: સગુલ્લા વાવાનુવિનશ્યતિ ન છેત્યસંજ્ઞાન્તિઃ ” વેદોક્ત શ્રુતિનો અર્થ તમે એમ કરો છો કે, ‘ગમનાગમનની ચેષ્ટાવાળો આત્મા, પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશમાંથી ઉત્પન્ન થઈને, પાછો તેઓમાં જ લય પામી જાય છે. એવા આ પંચભૂતથી લિપ્ત આત્માને તમે પુનર્જન્મરહિત માનો છો. પરંતુ, હે ઇન્દ્રભૂતિ ! એ અર્થયુક્ત નથી, યથાર્થ અર્થયુક્ત નથી. તેનો વાસ્તવ અર્થ આ પ્રમાણે : “વિજ્ઞાન’ એટલે જ્ઞાન, આત્મા “વિનય’ હોવાથી તે “વિજ્ઞાનયન’ પણ કહેવાય છે. એવો વિજ્ઞાનઘન’ અને સવથપયોગી–ઉપયોગાત્મક આત્મા ભૂતો થકી ઉત્પન્ન થાય છે, ભૂતો જતાં તે ભુલાય છે, પણ અન્ય ભૂતોની અપેક્ષાએ તે હોય જ છે; અને નવા આકારમાં દેખા દે છે, તેથી કરીને તેને પ્રત્યસંજ્ઞા'. હોતી નથી. આત્મા જ્ઞાનમય છે. જો જીવ ન હોય તો પુણ્ય-પાપનું પાત્ર કોણ? દૂધમાં જેમ ઘી, તલમાં તેલ, કાષ્ઠમાં અગ્નિ, પુષ્પમાં પરાગ, ચંદ્રમાં અમૃત, તેમ આ શરીરમાં આત્મા છે. હે ઇન્દ્રભૂતિ ! જ્ઞાનથી અનુભવાતો આત્મા સિદ્ધ છે. તે આયુષ્યમનું! કેવળજ્ઞાનથી હું આત્માને જોઈ શકું છું.”