________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
૫૭
શ્રી ગૌતમસ્વામી ભગવંતની નિર્વાણસાધના
−ર્ડો. ઘનશ્યામ માંગુકિયા
જીવમાત્રનું લક્ષ્ય મોક્ષ હોવું જરૂરી–અનિવાર્ય છે. કારણ, મોક્ષથી જ મુક્તિ મળે છે. મોક્ષ અર્થાત્ નિર્વાણપ્રાપ્તિની આ સાધના પ્રત્યેક તીર્થંકર ભગવંતોએ આચરી છે અને પ્રવર્તાવી છે. ચરમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીના ગણધરશ્રેષ્ઠ શ્રી ગૌતમસ્વામી પણ આ જ સાધનાના માર્ગે અવિરત ચાલતા રહ્યા.
શ્રી ગૌતમસ્વામીના જીવનના તમામ પ્રસંગો અને એ પ્રસંગોમાં જોવા મળતી પ્રભુ પ્રત્યેની સમર્પિતતા, તત્ત્વજિજ્ઞાસા, સરળતા, વિનમ્રતા, વિશાળતા, ઉદારતા, ક્ષમાભાવ, તપશ્ચર્યા વગેરે નિર્વાણસાધનાની મિસાલ જ છે. લેખકશ્રી ડૉ. માંગુકિયાએ આ લેખમાં શ્રી ગૌતમસ્વામીના જીવન અને વનનું નિર્વાણસાધનાનાં વિવિધ સ્વરૂપો દ્વારા કંઈક નવું–અનોખું દર્શન કરાવી તેના માહાત્મ્ય અને મહત્ત્વને વધુ બુલંદ બનાવ્યો છે. સરસ્વતીના સાધકોમાં શ્રી માંગુકિયાનું નામ જાણીતું છે.
—સંપાદક
[ ૪૪૯
“અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર;
શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલ-દાતાર !''
લેખલક્ષ્ય :–
પ્રસ્તુત શીર્ષકની પસંદગી શા માટે કરી ? અનંતલબ્ધિનિધાન મહામણિ ચિંતામણિ, ગુરુવર, ગણધશિરમોર, મહામુનિ, શ્રી વીતરાગમાર્ગપ્રબોધક શ્રી ગૌતમસ્વામી વિષયક વિભાગો અને અસંખ્ય વિષયોમાંથી ‘નિર્વાણસાધના'નો જ વિષયવિશેષ શા માટે પસંદ કર્યો ?! સંક્ષેપમાં પ્રત્યુત્તર છે : ‘નિર્વાણ પ્રાપ્ત કરવા માટે !'ને જરા વિસ્તારથી લક્ષ્યપ્રકાશ છે : અનંત-અનંત એવો જીવરાશિ, અનંત-અનંત કાળથી, અનંત-અનંત યોનિઓમાં ભટકી-ભટકી, અનંત-અનંત વા૨ મરવા છતાં, પળે-પળે મૃત્યુથી ડરવા છતાં, સંસારચક્રની ચાર જીવગતિમાં પળે-પળે મરે છે, છતાં એકે વાર નિર્વાણ પામતો નથી ! આપણું મરવું પુનરિપ જન્મવા માટે છે ! એવું મરવું કે એવું જન્મવું નિરર્થક છે! મનુષ્ય જેવો જન્મ અને શ્રી વીતરાગમાર્ગ જેવો મૂળમાર્ગ મોક્ષમાર્ગ અને ભારત જેવો દેશ બીજી વાર પ્રાપ્ત થવો અતિ અતિ દુર્લભ છે! જે ગણધરશ્રેષ્ઠ શ્રી ગૌતમસ્વામીની સમયે-સમયે, ક્ષણે-ક્ષણે, શ્વાસે-શ્વાસે કેવળ નિર્વાણપ્રાપ્તિની જ, કેવળ કેવળજ્ઞાનપ્રાપ્તિની જ નિરંતર અને એકમાત્ર સાધના હતી, તે પવિત્રાત્માના આત્મવિહારનું અવલોકન—દર્શન-પૂજન-મનન-ચિંતનનિદિધ્યાસન કરતાં-કરતાં આપણી એકાર્ધ ક્ષણ પણ સાર્થક થઈ જાય, તો શેષ જીવનને ધન્ય થતાં કેટલી