________________
૪૪૬ ]
[ મહામણિ ચિંતામણિ
છે પણ શીલસંપન્ન હોતા નથી. કેટલાક શીલસંપન્ન અને શ્રુતસંપન્ન હોય છે જ્યારે કેટલાક નથી હોતા શીલસંપન્ન કે નથી હોતા શ્રુતસંપન્ન. પહેલા પ્રકારવાળા દેશ-આરાધક, બીજા પ્રકારવાળા દેશવિરાધક, ત્રીજા સર્વારાધક અને ચોથા વિરાધક કહેવાય છે.” ભગવતી શતક)
ગૌતમસ્વામીએ આરાધનાના પ્રકાર પૂક્યા. ભગવાને ત્રણ પ્રકાર ગણાવ્યા: ૧. જ્ઞાનારાધના, ૨. દર્શનારાધના, ૩. ચારિત્રારાધના. જ્ઞાનારાધનાના ત્રણ પ્રકાર : ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. દર્શનારાધનાના પણ એવા જ ત્રણ પ્રકાર છે.
ત્યાર બાદ ભગવાન મહાવીરે ગૌતમને પુદ્ગલના પરિણામના પ્રકાર કહી સંભળાવ્યા. તે વર્ણપરિણામ, ગંધપરિણામ, રસપરિણામ, રૂપિરિણામ અને સંસ્થાન પરિણામ આમ પાંચ પ્રકારના છે. વર્ણપરિણામના પાંચ પ્રકાર : ૧. કૃષ્ણ, ૨. નીલ, ૩. લોહિત, ૪. હરિદ્રા, ૫. શુકલ. ગંધપરિણામના બે પ્રકાર : ૧. સરભિગંધ ૨. દરભિગંધ. રસપરિણામના પાંચ પ્રકા ૧. તિક્ત, ૨. કટુક, ૩. કષાય, ૪. અમ્લ, ૫. મધુર. સ્પર્શપરિણામના આઠ પ્રકાર છેઃ ૧. કર્કશ, ૨. કોમલ, ૩. ગુર, ૪. લઘુ, પ. શીત, ૬. ઉષ્ણ, ૭. સ્નિગ્ધ, ૮. રુક્ષ. સંસ્થાનપરિણામના પાંચ પ્રકાર છે ઃ ૧. પરિમંડન, ૨. વર્તલ, ૩. ત્રય, ૪. ચતુરસ્ત્ર, ૫. આયત.
અન્યતીર્થિકો જીવ અને જીવાત્માને પૃથક માનતા હતા. એ અંગે ગૌતમે સમાધાન ઇચ્છતાં ભગવાન મહાવીરે કહ્યું કે : “અન્યતીર્થિકોની એ માન્યતા મિથ્યા છે. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે જીવ’ અને ‘જીવાત્મા’ એક જ પદાર્થ છે. જે “જીવ છે તે જ “જીવાત્મા છે.” ગૌતમે પ્રશ્ન કર્યો છે ભગવન્! અન્ય તીર્થિકોનું એ મંતવ્ય છે કે પક્ષાવેશથી પરવશ થઈને કોઈ કોઈ કેવલી પણ મૃષા અથવા સત્યમૃષા ભાષા બોલે છે. તે કેવી રીતે? શું કેવલી આવી બે પ્રકારની ભાષા બોલે છે?” મહાવીર ભગવાને ઉત્તર આપ્યો : “અન્યતીથિકોનું પ્રસ્તુત કથન મિથ્યા છે. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે ન તો કેવલીને કદી પક્ષાવેશ થાય છે કે ન તો તેઓ કદી મૃષા યા સત્યમૃષા બોલે છે. તેઓ અસાવધ, અપીડાકારક સત્ય ભાષા બોલે છે.”
કોડિત્ર, દિન્ન અને સેવાલ નામના ત્રણ ગુરુ હતા. તે પ્રત્યેકને પાંચસો-પાંચસો શિષ્યો હતા. તે સર્વ અાપદ પર્વત પર આરોહણ કરી રહ્યા હતા. કોડિત્ર તાપસ શિષ્યો સહ પહેલી મેખલા સુધી ચઢ્યા. દિત્ર બીજી મેખલા સુધી અને સેવાલ ત્રીજી મેખલા સુધી ચઢ્યા. તેવામાં ત્યાં ગૌતમસ્વામી પધાર્યા. જોતજોતામાં તેઓ અષ્ટાપદ પર્વતનાં આઠેય શિખર ચઢી ગયા. ગૌતમસ્વામીના આ તપોબલથી બધા પ્રભાવિત થયા. ગૌતમ નીચે આવ્યા ત્યારે સૌએ તેમની પાસેથી દીક્ષા ગ્રહણ કરી. ગૌતમસ્વામી અને ભગવાનના ગુણ-ચિંતનથી તેઓને કૈવલ્ય પ્રાપ્ત થયું.
પોતાના શિષ્યોની પ્રગતિ તેમ જ અભિવૃદ્ધિથી ગૌતમને સંતોષ થયો પણ પોતે આટલી સાધના કરતા હોવા છતાં છદ્મસ્થ રહ્યા એ વાતનું ખૂબ દુઃખ થયું. તેઓ ગંભીરતાથી આત્મનિરીક્ષણ કરવા પગ્યા. એ વખતે શ્રમણ ભગવાન મહાવીરે એમની મનોવ્યથા દૂર કરવા માટે કહ્યું : “ગૌતમ! તારા મનમાં મારા પ્રત્યે અત્યંત અનુરાગ છે, સ્નેહ છે. તે સ્નેહબંધનને કારણે જ તું તારા મોહનો સમ કરી શક્યો નથી. વિશ્વાસ રાખ તું પણ એક દિવસ મોહથી મુક્ત બની બંધનમુક્ત થઈશ, ને હવે અહીંથી દેહમુક્ત થઈને આપણે બન્ને સમાન લક્ષ્ય પર પહોંચી ભેદરહિત તુલ્યરૂપ પ્રાપ્ત કરશું.” આ આશ્વાસનથી ગૌતમના મનની સમસ્ત ખિન્નતા નષ્ટ થઈ અને અપૂર્વ પ્રસન્નતાથી રોમેરોમ પુલકિત થઈ ઊડ્યું.