________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૪૧
ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીના
જીવનના કેટલાક પ્રસંગો
-શ્રી મૂળશંકર પ્રા. ભટ્ટ
વિદ્વત્તા વધે, વિચારચાતુર્ય વધે, ભાષા-ભંડોળ વધે; જેનાથી વસ્તુની રજૂઆત અતિ મોહક બનતી જાય, બુદ્ધિવાદના ચમકારા પણ તેજ પકડે; છતાં આ બધું પૂર્ણ નથી; સાધનારૂપ પણ નથી. યોગસાધના તે શિષ્યનું ગુરુને સર્વથા, સર્વદા સંપૂર્ણ સમર્પણ છે. જ્ઞાનપ્રાપ્તિનો સાચો માર્ગ ગુરુ-શિષ્યનો આદર્શ સંબંધ છે.
અહીં એ જ જ્ઞાનગંગોત્રીનું પ્રવેશદ્વાર મહાવીર-ગૌતમના સંબંધને લઈને લખાયું છે. રેવતી અને મહાશતક, કેશી અને ગૌતમ, શ્રાવક આનંદ અને ગૌતમ, ગૌતમ ને મહાવીરસ્વામીના વાર્તાલાપમાં અવગાહન કરાવવાનો આ લેખમાં સ્તુત્ય પ્રયાસ કરાયો છે. વળી, આરંભમાં તીર્થકર અને ગણધરની વ્યાખ્યા, ગૌતમ શબ્દના વિવિધ સંદર્ભો વગેરેનું વિગતે વિવેચન પણ પ્રસ્તુત લેખમાં કરવામાં આવ્યું છે. શ્રી મૂળશંકર પ્રા. ભટ્ટ સાહિત્ય-જગતમાં ગૌરવરૂપ સ્થાન ધરાવે છે. એમની કસાયેલી કલમે આલેખિત કૃતિ પણ સહુને પ્રેરક અને મનનીય બનશે એ નિઃશંક છે.
-સંપાદક
ભગવાન આદિત્યનારાયણ પેઠે ભગવાન મહાવીર સ્વયં-પ્રકાશિત હતા. આ પૃથ્વી પર જન્મ ધારણ કરી મહાનિવણ પર્યત એક મહાપ્રકાશપુંજ જેમ તેઓ પ્રકાશ ફેલાવતા રહ્યા. તેમના દિવ્ય પ્રકાશને સહારે અનેક પંથભૂલ્યા માનવીઓ સન્માર્ગે વળવા શક્તિમાન થયા.
ચોવીસ તીર્થંકરો વિષે પ્રાચીનતમ ઉલ્લેખ દષ્ટિવાદના મૂળ પ્રથમાનુયોગમાં હતો. સમવાયાંગસૂત્ર તથા નન્દીસૂત્રમાં બતાવ્યા મુજબ “પ્રથમાનુયોગ' હાલ ઉપલબ્ધ નથી.
તીર્થના કત કે નિમતા તે “તીર્થકર' કહેવાયા. જૈન પરિભાષા અનુસાર તીર્થ શબ્દનો અર્થ “ધર્મશાસન’ થાય છે. “ભગવતી સૂત્ર શતકમાં જણાવ્યા પ્રમાણે જે સંસારસાગર પાર કરાવનાર, ધર્મ-તીર્થની સ્થાપના કરે છે તે તીર્થકર કહેવાય છે.
જૈન ધર્મ કોઈ વ્યક્તિ વિશેષના નામ પરથી પ્રચલિત થયો નથી. વળી તે કોઈ વ્યક્તિ-વિશેષનો પૂજક પણ નથી. આ ધર્મને ઋષભદેવ, પાર્શ્વનાથ કે મહાવીરનો ધરમ કહેવામાં આવ્યો નથી. એ તો આહંતોનો ધર્મ છે–જિનધર્મ છે. જૈન ધર્મના મૂળ મંત્ર નમો રિહંતાણં, નમો સિદ્ધા, નમો બારિયા, નમો ઉવાયા, નમો નો સવ્વસાહૂi માં કોઈ વિશિષ્ટ વ્યક્તિને નમસ્કાર કરવામાં આવ્યા નથી.
૫૬