________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
૫૩
તે એકલા પણ નહિ અરે ! પંચશત છાત્રો સાથ લઈ, સંયમ પ્રભુ શ્રી વીર પાસે વર્ષ પચ્ચાસે ગ્રહે; સર્વત્ર જય જયકાર વર્તો જેમના સત્કાર્યથીતે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. નિજ ભ્રાતની દીક્ષા સુણી, પણ ચિત્તમાં સંશય ધરી, શ્રી અગ્નિભૂતિ આદિ આવ્યા વીર વિભુ પાસે સહી; દીક્ષિત થયેલા દેખી જેહને તેહ પણ દીક્ષિત થયાતે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. પરિવાર ચુમ્માલીશ શત સહ મુખ્ય બુધ અગ્યાર જે, દીક્ષિત થયા સ્થાપ્યા પ્રભુએ તેહને ગણધર પદે; કલ્યાણકર શાસન તણી થઈ સ્થાપના ઈમ જેહથીતે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. પ્રભુ-વદનથી ત્રિપદી લઇને બીજ બુદ્ઘિના ધણી, અન્તર મુહૂર્ત કાલમાં જે દ્વાદશાંગી રચે ગણી; શ્રુત રૂપગંગોત્પત્તિ કાજે શોભતા હિમગિરિસમા, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. વિનયથી અતિનમ્ર તેઓ ભાવિકજન હિતકારણે, બધું જાણતા હોવા છતાં પ્રશ્નો પ્રભુને પૂછતા; ‘ગોયમ’ કહી પ્રભુ વીર તેના ઉત્તર આપતાતે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. પ્રભુએ પ્રબોધેલી ક્રિયાઓ અપ્રમત્ત થઈ કહે, વળી આજીવન છઠ્ઠ પારણે છઠ્ઠ કરી, કર્યો નિર્જર, ‘ગૌતમ કરો ન પ્રમાદ' ઇમ જેને પ્રભુએ ઉપદિશ્યુંતે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. ઉપદેશ મધુરા સાંભળી જસ બોધ પામી જન ઘણાં, સંસાર છોડી લેઇ સંયમ જ્ઞાન કેવળને વર્યા; જસ પાણિપદ્મ સાચે કેવળ દાનની લબ્ધિ વસી, મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. દાતા જગતમાં કોઇ પણ નિજ પાસ વસ્તુને દિયે, ના હોય જે નિજ પાસ તેનું ધન કિમહિજ સંભવે ? જેણે ન ‘કેવળ’ પાસ પણ દઈ દાન મા અચરજ કર્યુંતે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું.
ચઉવીશ જિન જે શૈલ અષ્ટાપદ ચડી નિજ શક્તિએ, વંદન કરે તે તે જ ભવમાં નક્કી મોક્ષે સંચરે !
[ ૪૧૭
૨૫.
૨૬.
૨૭.
૨૮.
૨૯.
૩૦.
૩૧.
૩૨.