________________
૩૯૦ ]
[ મહામણિ ચિંતામણિ
છંદોમાં ગૌતમ ગણધર
-પ્રા. કવિનભાઈ શાહ
અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતો, માપથી, સમેળતાથી વાણી-વાણીના આકારને છંદ કહેવાય છે. વિશ્વના વૈવિધ્યપૂર્ણ સાહિત્ય-વારસામાં સ્વાભાવિક કાવ્યરચનાઓ ખૂબ જોવા મળે છે. ગદ્યને પદ્યમાં મૂકી ટૂંકમાં, સંક્ષેપમાં આ છંદોમાં મૂકવાની પદ્ધતિ બહુ પ્રાચીન છે. આખાં ને આખાં જીવનચરિત્રો છંદોમાં રચાયેલાં જોવા મળે છે. અત્રે ગણધર ગૌતમસ્વામીજી વિષયક છંદોનું વિશ્લેષણ અપાયું છે. નિરાંતે વાંચશો.
પ્રા. શ્રી કવિનભાઈ શાહ બીલીમોરાની કૉલેજમાં અધ્યાપક છે, અનેક જૈન સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
- સંપાદક
વિશ્વના વૈવિધ્યપૂર્ણ સાહિત્યવારસા તરફ નજર કરતાં સ્વાભાવિક રીતે કાવ્યસ્વરૂપમાં રચનાઓ થયેલી જોવા મળે છે. વાલ્મીકિનું રામાયણ એ અનુષુપ છંદની સર્વોત્તમ પ્રાચીન રચના છે. તેમાં છંદ અને કવિતાનો સુભગ સમન્વય સધાયો છે. છંદ એ કાવ્યનું જીવંત અંગ છે. સંસ્કૃત ભાષા ઉપરાંત અન્ય ભાષાઓમાં છંદયક્ત રચનાઓ થઈ છે. એ દષ્ટિએ છંદ વિશેનો શાસ્ત્રીય પરિચય મેળવવો જરૂરી બને છે. છંદનો મહિમા ને છંદયુક્ત રચનાનું સામર્થ્ય સમજવા માટે, છંદ વિષે વિવેચક શ્રી રા. વિ. પાઠકે વ્યક્ત કરેલું મંતવ્ય જોવું જરૂરી છે. છંદની વ્યાખ્યા આપતાં તેમણે નીચે પ્રમાણે જણાવ્યું છે :
“છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતો, માપથી સિદ્ધ સુમેળવાળી વાણીનો આકાર.” છંદ એ કાવ્યના સ્વરૂપની વિશિષ્ટ આકૃતિ છે.””
- શ્રી વિશ્વનાથ મગનલાલ ભટ્ટ જણાવે છે કે “વૃત્તનો પર્યાયવાચી શબ્દ છંદ છે. વૃત્ત વિશે નરસિંહરાવ જણાવે છે કે વૃત્ત શબ્દનો વ્યુત્પત્યર્થ ફેરવેલું, રૂપાંતર પામેલું છે. અર્થાત્ ગદ્યને પદ્યના રૂપમાં મૂકેલું એમ અર્થ છે. અંગ્રેજીમાં Verse શબ્દનો અર્થ પણ તે જ રીતે Verto=Turn પદ્યનું સ્વરૂપ સૂચવે છે.” છંદ એટલે અક્ષર કે માત્રાના મેળ-નિયમથી બનેલી કવિતા, એવી પણ એક સમજૂતી છંદની છે.
પુરાતન અને મધ્યકાલીન સમયમાં કવિઓ અને સાધુ-સંતો મોટે ભાગે જનતાને પોતાની રચનાઓ ગાઈ સંભળાવતા હતા, એટલે છંદ અને રાગનો વિશેષ પ્રયોગ થતો હતો. ગુજરાતી ભાષામાં તો સંસ્કૃત વૃત્તો ઉપરથી છંદોનો વિકાસ થયો છે. રાસ-પદ-આખ્યાન જેવા કાવ્યપ્રકારોમાં ગેયતા રહેલી છે. ગેયતાને કારણે આવી છંદોબદ્ધ રચનાઓ વધુ પ્રચારલક્ષી બની હતી. સર્જકન કર્તવ્યમાં આ દષ્ટિ રહેલી હતી, એટલે છંદયુક્ત રચનાઓ વિશેષ મળી આવે છે. તેમાં થોડા
- A. સાહિત્ય સિદ્ધાંતો લે પંડ્યા, નાયક પટેલ ઓઝા, અનડા પ્રકાશન, અમદ્યવાદ, પu ૮૦ B સાહિત્યનો સ્વાધ્યાય ૯. વિ. મ. ભટ્ટ પા..૧૫૬