________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૪૭
-બંને હાથના અંગૂઠામાં અને પહેલી આંગળી વડે અંગૂઠાના મૂળથી ટોચ સુધી સ્પર્શ કરી શ્વેતવર્ણીય અરિહંત ભગવંતોની આકૃતિઓ સ્થાપવી.
__ ॐ ह्रीं नमो सिद्धाणं - तर्जनीभ्यां नमः ।
–બંને હાથના અંગૂઠાથી પહેલી આંગળીના મૂળથી ટોચ સુધી સ્પર્શ કરી રક્તવર્ષીય સિદ્ધ ભગવંતોની સ્થાપના કરવી.
ॐ हूँ नमो आयरियाणं - मध्यमाभ्यां नमः ।
-બંને અંગૂઠા વડે વચલી આંગળીઓને સ્પર્શ કરી પીળા વર્ણવાળા આચાર્ય ભગવંતોની સ્થાપના કરવી.
ૐ શ્રીં નમો ઉવજ્વાયા - સનામિકાભ્યાં નમઃ |
–બંને હાથના અંગૂઠાઓથી બંને હાથની ચોથી (પૂજાની) આંગળી પર સ્પર્શ કરી નીલવર્ગીય ઉપાધ્યાય ભગવંતોને સ્થાપવા.
ૐ : નમો નોસવ્વસાહૂળ - વિદિાય નમઃ |
-બંને હાથના અંગૂઠાઓથી બંને હાથની છેલ્લી (ટચલી) આંગળી ઉપર શ્યામવર્ગીય સાધુ ભગવંતોની આકૃતિ સ્થાપવી.
ॐ ह्रां ह्रीं हूँ ह्रौँ हः सम्यग्ज्ञान-दर्शन-चारित्र तपोभ्यः करतलकरपृष्ठाभ्यां नमः ।
–બંને હાથનાં તળિયાં એક-બીજાની એકબીજા પર હથેળી ફેરવવી. જ્ઞાનાદિના અક્ષરો-પુસ્તકો રત્નત્રયીની કલ્પના કરવી. ૫. હૃદયશુદ્ધિ :
मंत्र - ॐ विमलाय विमलचित्ताय ज्वी क्ष्वीं स्वाहा ।
–ડાબો હાથ હૃદય પર મૂકી પાપવિચારોને દૂર કરવારૂપ હદયશુદ્ધિની ક્રિયા આ મંત્ર બોલી કરવી. હૃદયને નિષ્પાપ બનાવવું. અશુભ વિચારો ન આવી જાય તેનું ધ્યાન રાખી ચિત્ત એકાગ્ર બનાવવું. ૬. મંત્રજ્ઞાન :
ॐ अमले विमले सर्वतीर्थजले पः पः पां पां वां वां
अशुचिः शुचिर्भवामि स्वाहा ।
-પૂજનમાં બેસનાર દરેક જળસ્નાન કરી શુદ્ધ થઈ આવ્યા હોય તો પણ અનુષ્ઠાનમાં કલ્પનાસ્નાન મંત્ર દ્વારા કરવાનું. અંજલિમાં પવિત્ર નદીઓનું તીર્થોનું જળ રહેલું છે એ મંત્ર બોલી એ જલથી બે હાથથી સ્નાન કરતા હોય તે રીતે ચેષ્ટા કરવી. ૭. કલ્મષદહન :
ॐ विद्युत् स्फुलिंगे महाविद्ये (मम) सर्वकल्मष दह दह स्वाहा । – મંત્ર બોલી બે ભુજાએ સ્પર્શ કરી પાપોનું દહન થઈ રહ્યું છે તેમ ચિંતવવું. ચિત્તમાં
-
-----
---
--
-
---
-