________________
૩૨૬ ]
- [ મહામણિ ચિંતામણિ
ઊઠતા બેઠતા સહી, પંથ ચાલતાં હોયડે ગ્રહી, ગૌતમ ગૌતમ કહેતાં મુખે, સહુયે કાર્ય તે સીઝે સુખે. ગૌતમ નામે આરત ટળે, ગૌતમ નામે વાંછિત ફલે; ગૌતમ નામે ના રોગ, ગૌતમ નામે પાવે ભોગ. ગૌતમ નામે નાશ વ્યાધ, ગૌતમ નામે પરમ સમાધ; ગૌતમ નામે દુર્જન દૂર, ગૌતમ નામે હરખ ભરપૂર. ગૌતમ નામે હયગમવાર, ગૌતમ નામે સુલખણ નાર; ગૌતમ નામે સુગુણ સુપુત્ર, ગૌતમ નામે સહુયે મિત્ર. ગૌતમ નામે ઓચ્છવ હોય, ગૌતમ નામે ન પરભવ કોય; ગૌતમ નામે મંગલ તૂર, ગૌતમ નામે કૂર કપૂર. ગૌતમ નામે વિનય વિવેક, ગૌતમ નામે લાભ અનેક; ગૌતમ નામે જય સંગ્રામ, ગૌતમ નામે તૂઠે સ્વામ. ગૌતમ નામે ન છીપે પાપ. ગૌતમ નામે ટળે સંતાપ, ગૌતમ નામે ખપે સવિ કર્મ, ગૌતમ નામે હોય શિવકર્મ. ઘણું ઘણું હવે કહીએ કહ્યું, થોડે તો તમે જાણજો ઈછ્યું, ગૌતમ સમરતા જાગીએ, જે લહિયે તે માગીએ.
| (શાર્દૂલવિક્રીડિત “કાવ્ય) ઇલ્થ ગૌતમ સંસ્કૃતિ સુવિહિતા ચંદ્રણ પાશ્વ દિના, ભક્તિ સ્ફિત મુદાલયેન ગણભૂત્યાદાંબુરૂટુ ચંચના; યે તસ્યાઃ સ્મરણાં પ્રભાતસમયે કુર્વત્તિ ચંગાત્મકાતે નિત્ય મનસ સમીહિત ફલ સો લભંતેતરાં.
શ્રી ગૌતમસ્વામીના લઘુ-રાસના અર્થ : (૧) શ્રી વસુભૂતિ બ્રાહ્મણના પુત્ર, શ્રી પૃથ્વી નામની માતાની કુક્ષિથી જન્મેલા, ગૌતમ નામના | ગોત્રવાળા તથા ગણધર-પદવીને ધારણ કરનારા શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી અમને સુખ આપો.
(૨) રાત્રિ વીતી ગઈ, પ્રભાત થયું. તે જ સમયે જગતમાં વિખ્યાત એવા શ્રી ગુરુ ગૌતમના નામનું હું સ્મરણ કરું છું. તેમના નામસ્મરણથી સ્મરણ કરનાર આત્માની ઋદ્ધિની વૃદ્ધિ થાય છે, અને તે અત્માનો મહિમા, એટલે યશ, આબરૂ, કીર્તિ ઘણાં વધે છે. રાજા-મહારાજાઓ પણ ગૌતમસ્વામીના ચરણની સેવા કરે છે.
(૩) શ્રી ગૌતમસ્વામી ૨૮ અથવા અનેક લબ્ધિઓના ભંડાર છે. શ્રી ગૌતમસ્વામીના નામ-સ્મરણથી જીવ નવ-નિધાન પામે છે. કારણ કે મનોવાંછિત પદાર્થ પૂર્ણ કરનાર સુર-ગૌ, (કામધેનુ ગાય.) સુરતરુ એટલે કલ્પવૃક્ષ તથા સુર-મણિ એટલે ચિંતામણિ રત્ન-દરેકના પહેલા અક્ષર એકઠા થઈ જાણે ગૌતમ નામ બન્યું છે. અને પોતાના નામના ગુણ પ્રમાણે મનવાંછિત ફળ આપે છે એમાં શું આશ્ચર્ય!