________________
૩૨૨ ]
[ મહામણિ ચિંતામણિ
શ્રી સુધમસ્વિામી ગણધરને સોંપી દઈ, વૈભાર ગિરિ પર્વત પર મહિનાનું અણસણ કરી ચાર અઘાતી કર્મોને ખપાવીને સિદ્ધ પદવીને પામ્યા. (૧૨).
ગણધરમાં મહિમાશાલી, ગૌતમ લખી કરત દિવાળી;
નેમિસૂરિ પદ્મ પસાથે, ગાયા ગૌતમ હર્ષ ન માયે રે. ૭૧. તમામ ગણધરોમાં શ્રી ગૌતમ વધુ મહિમાશાળી હતા. લોકો પણ ‘ગૌતમનું નામ ચોપડે લખીને દિવાળી ઊજવે છે. શ્રી નેમિસૂરિના ચરણ-પા પસાયે ગૌતમગુરુના ગુણગાન કરતાં હૈયે હર્ષ માતો નથી. (૧૩).
(હો) ગૌતમ કુસુમે શોભતી, સદ્ગુણ લબ્ધિ સુગંધ;
ઈન્દ્રાદિક ગૌતમ સ્મરી, સ્તવતા ગુણ પ્રબંધ. ૭૨. ગૌતમ નામના પુષ્પને વિષે સગુણ અને લબ્ધિઓ રૂપી સુગંધ અનેરી શોભા ધરાવે છે. ઈન્દ્રાદિ દેવો પણ ગૌતમને સંભારીને તેમના ગુણપ્રબંધોની સ્તવના કરે છે. (૧).
(ગીત). (રાગ – ઓચ્છવ રંગ વધામણાં પ્રભુ પાસના નામે) ઘર ઘર લીલાલ્હેર નિત નિત ગૌતમ નામે, ગૌતમ ગણધરને નમો મન રાખી ટામે: નવકાર મોટો મંત્રમાં મેરુ ગિરિમાં રાજે,
તારામાં જિમ ચંદ્ર ગૌતમ ગુરુ તિમ છાજે. ૭૩. શ્રી ગૌતમ ગણધરના નામે ઘરે ઘરે નિત્ય લીલાલ્હેર પ્રવર્તે છે. મનને સ્થિર રાખીને શ્રી ગૌતમસ્વામીને નમસ્કાર કરો–ભજો. જેમ મંત્રોમાં નવકાર મંત્ર મોટો છે, પર્વતોમાં મેરુગિરિ મોટો છે, તારાઓમાં ચંદ્રમા શોભે છે, તેમ ગુરુઓમાં શ્રી ગૌતમ ગુરુ બિરાજે છે. (૧).
હંસ વસે જિમ માનસે તિમ સદ્ગુણ ગુરમાં; રત્નાકરે જિમ રત્ન લબ્ધિને સિદ્ધિ ગુરુમાં; ગૌતમ સુરત, આદિથી ચઢિયાતા જગમાં, તેમ ગુરુધ્યાને જાય સઘલા દિવસ હરખમાં.
૨. ૭૪. જેમ હંસ માનસ સરોવરમાં વસે, તેમ શ્રી ગૌતમગુરુમાં સદ્ગણો વિસે છે. રત્નાકર–સાગરમાં જેમ રત્નો ભય છે, તેમ ગૌતમસ્વામીમાં લબ્ધિઓ અને સિદ્ધિઓ ભરપૂર છે. શ્રી ગૌતમ આ જગતમાં કલ્પવૃક્ષ આદિ વસ્તુઓથી પણ ચઢિયાતા છે. આવા ગુરુનું ધ્યાન ધરવાથી સઘળા દિવસો આપણા હર્ષ કિલ્લોલમાં જાય છે. (૨).
કામિત દાયક ગૌતમે જય વિજય લીજે, રોગ ઉપદ્રવ સંકટો નામ સ્મરતાં ટલીજે; ઓં લીં અક્ષર સાથ ગૌતમ મંત્રને ધ્યાવો, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ સંપદ નવનિધિ પાવો.