________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
(દુહા)
યક્ષરાજ શ્રી શારદા, ત્રિભુવન સ્વામિની નિત્ય; ગૌતમ ગણધરને સ્મરી, સાધે વાંછિત કાર્ય.
૪૦. સૂરિમંત્રના અધિષ્ઠાયક દેવો શ્રી યક્ષરાજ, શ્રી શારદાદેવી, શ્રી ત્રિભુવનસ્વામિની દેવી વગેરેને તથા ગૌતમ ગણધરને સ્મરીને (પુણ્યવંત જીવો) વાંછિત કાર્યોને સિદ્ધ કરે છે. (૧). છઠ્ઠ છટ્ઠ તપ પારણું, કરતા લબ્ધિ મહંત; શીલવંત ગુરુ ગોયમા, પુણ્યવંત પ્રણમંત.
૨.
૪૧. છટ્ઠને પારણે છઠ્ઠનું તપ કરનારા મહાન લબ્ધિઓના સ્વામી શીલવંત એવા ગુરુ ગૌતમસ્વામીને પુણ્યવંત જીવો પ્રણમે છે. (૨).
(ઢાળ ચોથી)
તપ કરીએ સમતા રાખી ઘટમાં)
(રાગ
મને પુણ્યોદયે પ્રભુવીર મલિયા, સેવાથી વાંછિત સવિ ફલિયા. મને...ટેક. ઘડી પહેલાં હું મિથ્યાત્વી હતો, પ્રભુ મ્હેરે દર્શનવંત થતો; સંયમ ગણધર પદવી પામ્યો, ચઉનાણી લબ્ધિ ધરતો.
-
[ ૩૧૭
૧.
૪૨. ગૌતમ ગુરુ હવે —દીક્ષા લીધા પછી મનમાં વિચારે છે કે, મને મારા પુણ્યના ઉદયે જ પ્રભુ વીર મળ્યા છે; જેમની સેવા કરતાં મારું તમામ મનવાંછિત ફળ્યાં છે. ઘડીવાર પહેલાં તો હું મિથ્યાત્વવંત હતો; પણ પ્રભુની મહેર વરસી અને હું સમ્યક્દર્શન પામ્યો, સંયમ પામ્યો અને ગણધરની પદવી ઉપરાંત ચાર જ્ઞાનનો તથા લબ્ધિઓનો પણ ધારક બન્યો છું. (૧).
ઈમ ભાવી ગુરુ ગૌતમ વિનયી, પ્રભુથી નિજ ભૂલને જાણી; આનંદને મિચ્છામિ દુક્કડં દેતાં નમ્ર બની નાણી.
૨.
૪૩. આવી ભાવના વિનયવંત એવા ગૌતમસ્વામી ભાવે છે. એક વખત પ્રભુના કહેવાથી પોતાની જ ભૂલ છે’ એમ જાણતાં જ શાની ગૌતમે પણ નમ્રભાવે આનંદ શ્રાવક પાસે જઈને મિચ્છામિ દુક્કડં દીધું. (૨).
પરબોધ શ્રદ્ધા વૃદ્ધિ વિચારી, પ્રભુને પ્રશ્નો પૂછંતા;
છત્રીશ સહસ હજાર વાર પ્રભુજી, ભગવતીમાં ગૌતમ વદતા. ૩.
૪૪. વળી બીજા આત્માઓને બોધ પમાડવાના તેમ જ શ્રદ્ધાની વૃદ્ધિ કરવાના હેતુથી ગૌતમસ્વામી વારંવાર પ્રભુને વિધવિધ પ્રશ્નો પૂછે છે. શ્રી ભગવતીસૂત્રમાં પ્રભુ વીરે છત્રીશ હજાર વાર ‘ગૌતમ’ નામ લઈને સંબોધન કર્યું છે. (૩).
શાલ મહાશાલ ગૌતમ સાથે, ચંપાનગરી આવંતા; ગાંગિલ બેન બનેવી દીક્ષા ભાવી કેવલવંતા થતા.
૪.
૪૫. પૃષ્ઠચંપાના રાજા શાલ તથા મહાશાલ–બે ભાઈઓએ પ્રભુ પાસે દીક્ષા લીધી હતી. પ્રભુ એક વખત ચંપાનગરીએ સમવસર્યા ત્યારે શ્રી ગૌતમસ્વામી પ્રભુની અનુજ્ઞા લઈને શાલ-મહાશાલ સાથે પૃષ્ઠચંપા ગયા અને ત્યાં શાલ-મહાશાલના ભાણેજ રાજા ગાંગિલ (કે ગાંગલી)ને બોધ પમાડી,