________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૦૩ :
ભ્રમણ કરવા લાગ્યા હતા, જેના અતુલનીય રૂપ-સૌંદયથી પરાજિત થઈને મદન-કામદેવ અનંગ–શરીરહીન બનીને પોતાના શરીરમાં સમાવિષ્ટ થઈ ગયા હતા. ધીરજ ને ગંભીરતામાં તેઓ અનુક્રમે મેરુની ઊંચાઈ અને સમુદ્રની ઊંડાઈથી પણ વધુ આગળ હતા. અથવા તેમની પ્રશસ્તતમ ધીરતા અને ગંભીરતા આગળ પોતાને ઊણો સમજી બન્નેએ પોતાની ચૂત્રકમણ/ગતિશીલતાને છોડી, ગહન સ્થિરતા ધારણ કરી મેરુએ પર્વતનું અને સાગરે ક્ષારત્વ ધારણ કરી પૃથ્વીનો આશ્રય લઈ લીધો હતો. (૪)
તેમના અતુલનીય રૂપ-સૌંદર્યરાશિને જોઈને જનસમૂહ વિચાર કરે છે–કહે છે–કે, આ યુગમાં અસાધારણ રૂપ ધારણ કરનાર આ એક માત્ર છે, અન્ય કોઈ પણ જોવામાં આવતા નથી. અને વિશ્વમાં જેટલા પણ અલૌકિક ગુણ છે તેનું સંકલન કરી વિધાતાએ તેમનામાં સ્થાપિત કરી દીધા છે. અથવા ચોક્કસપણે કહી શકીએ કે તેમણે પૂર્વજન્મમાં જિનેશ્વર દેવોની અર્ચના કરી હતી તેના ફળસ્વરૂપે તેઓને નિરુપમ–ઉપમારહિત રૂપ-સૌંદર્ય અને ગુણોનો ભંડાર પ્રાપ્ત થયેલ છે. આ કારણે કહી શકીએ કે, હા, વિધાતાએ પણ રંભા, પડ્યા, ગૌરી, ગંગા, અને કામદેવની પત્ની રતિના રૂપ-સૌંદર્યની રચના કરતી વખતે તેમાં અનુક્રમે માદકતા, ઐશ્વર્ય, સતીત્વ, પવિત્રતા અને રમણીયતા આદિ કેવલ એક એક ગુણના સન્નિવેશ કરી તેમને છલા છે. અથવા દેવાંગનાઓની રૂપરાશિ અને ગુણ પણ તેમની સમક્ષ તુચ્છ છે. (૫).
ઇન્દ્રભૂતિ વિચારતા હતા કે, વિશ્વમાં મારી પંડિતાઈ અને પ્રતિભા સામે કોઈ વિદ્વાન નથી અને કોઈ મારા ગુરુસ્થાનીય નથી થઈ શકતા. તથા ન કોઈ કવિપુંગવ છે કે જેનું સામીપ્ય હું સ્વીકારી શકું. અર્થાત્ તે પોતાને સર્વતન્ત્ર-સ્વતંત્ર અને મનીષી-મૂર્ધન્ય સમજતા હતા. તેઓ પોતાના ગુણવાન અને સુયોગ્ય ૫૦૦ શિષ્યો સાથે પરિભ્રમણ કરતા હતા. શરૂઆતમાં મિથ્યાવાસિત મતિ/બુદ્ધિ હોવાને કારણે તેઓ હમેશાં યજ્ઞ–કર્મ કરતા હતા. અથવા કર્મકાંડી વિદ્વાન હતા. કવિ કહે છે કે–આ ઇન્દ્રભૂતિ ચરમ તીર્થંકર મહાવીરનું સામીપ્ય પ્રાપ્ત કરી, દર્શનવિશુદ્ધિપૂર્વક ચરમ-નાણ-કેવલજ્ઞાન પ્રાપ્ત કરી અવિચલ મોક્ષપદને પ્રાપ્ત કરનાર છે. (૬).
(પહેલી ઢાળનો સાર) જંબૂદીપના ભરતક્ષેત્રમાં પૃથ્વીતલના મંડનભૂત મગધ રાજ્ય હતું. ત્યાંના મહારાજા શ્રેણિક હતા. આ પ્રદેશમાં ગુબ્બર નામનું શ્રેષ્ઠ ગામ હતું. ત્યાં વસુભૂતિ નામના બ્રાહ્મણનો નિવાસ હતો. તેમની પત્નીનું નામ પૃથ્વી હતું. તેમને સમસ્ત ગુણના સમૂહ તથા રૂપના નિધાન રૂપ પુત્ર હતો, જે વિદ્યાએ કરી મનોહર હતા અને ગૌતમ નામે અત્યંત જાણીતા (સુજ્ઞ) હતા. (૭).
(ઢાળ બીજીમાં શ્રી જિનેશ્વર પરમાત્માના બાર ગુણ–આઠ પ્રતિહાર્ય અને ચાર અતિશય–નું તથા તીર્થંકર પ્રભુની અદ્ભુત રૂપગુણવાળી વાણીનું તેમ જ ઇન્દ્રભૂતિના અહં આદિનું વર્ણન છે.)
આ અવસર્પિણી કાલના ચરમ/અંતિમ જિનેશ્વર શ્રી મહાવીરસ્વામી કેવળજ્ઞાની બન્યા પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરવાના હેતુ માટે ચાર પ્રકારના દેવ નિકાયો (ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો)થી પરિવૃત્ત થઈને પાવાપુરી નગરી પધાર્યા. (૮)
આ સમયે ત્યાં આગળ દેવોએ (અશોકવૃક્ષ નીચે) સમવસરણની રચના કરી, જેના દર્શન માત્રથી મિઠામતનો અંધકાર નષ્ટ થવા લાગ્યો અને સમવસરણની મધ્યમાં સ્થાપિત |