________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૦૧
૫૦.
તિહુઅણ એ જયજયકાર, કેવળી મહિમા સુર કરે છે, ગણધરુ એ કરે વખાણ, ભવિયણ ભવ જિમ નિસ્તરે એ.
(વસ્તુ છંદ) પઢમ ગણહર પઢમ ગણહર, વરિસ પચાસ ગિહવાસે વસિય, તીસ વરિટ સંજમ વિભૂસિય, સિરિ કેવળનાણ પુણ બાર વરસ તિહુઅણ નમંસિઅ, રાજગૃહી નગરી ઠવ્યો, બાણુંવય વરિસાલ; સામી ગોયમ ગુણનીલો હોસ્ટે સીવપુર ઠાઉ.
ભાષા (ઢાળ છઠ્ઠી) જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમહ વને પરિમલ મહકે, જિમ ચંદન સુગંધનિધિ, જિમ ગંગાજલ લહેરે લહકે, જિમ કણયાચલ તેજ ઝળકે, તિમ ગોયમ સોભાગનિધિ. જિમ માનસર નિવસે હંસા, જિમ સરવરશી કણયવતંસા: જિમ મહુયર રાજીવ વને; જિમ રયણાયર રયણે વિલસે; જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગોયમ ગુણ કેલિવને. પુનિમ નિશિ જિમ સહિર સોહે, સુરતરુ મહિમા જિમ જગ મોહે, પૂરવ દિસે જિમ સહસકરો, પંચાનને જિમ ગિરિવર રાજે, નરવઈ ઘર જિમ મયગલ ગાજે, તિમ જિનશાસન મુનિપવરો. જિમ સુર તરવર સોહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા જિમ વન કેતકી મહમહે એ, જિમ ભૂમિપતિ ભૂયબળ ચમકે, જિમ જિણમંદિર ઘંટા રણકે, તિમ ગોયમ લબ્ધ ગહગહે એ. ચિંતામણિ કર ચઢિયો આજ, સુરતરુ સારે વાંછિત કાજ; કામ કુંભ સવિ વશ હુઆ એ, કામગવી પૂરે મન કામી; અષ્ટ મહાસિદ્ધિ આવે ધામી, સામી ગોયમ અણુસરો એ. પ્રણવાક્ષર પહેલો પ્રભણીજે, માયા બીજ શ્રવણ નિસુણીજે, શ્રીમુખે (શ્રીમતી) શોભા સંભવે એ, દેવહ ધરિ અરિહંત નમીજે; વિનય પહુ ઉવજ્જાય ઘુણીજે, ઇણે મંત્ર ગોયમ નમો એ. પર ઘર (પુર) વશતા કાંઈ કરીને, દેશ દેશાંતર કાંઈ ભમીજે; કવણ કાંજ આયાસ કરો, પ્રહ ઊઠી ગોયમ સમરીજે; કોજ સમગળ તતખીણ સીઝ, નવનિધિ વિલસે તાસ ઘરે. ચઉદહસે (ચઉદહસય) બારોત્તર વરિસે, ગોયમ ગણધર કેવળ દિવસે; ખંભ નયર પ્રભુ પાસ પસાયે, કીયો કવિત ઉપગાર પરો; આદિહી મંગળ એહ પભણી, પરવ મહોત્સવ પહિલો દીજે.
ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો.
૫૯.