________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૧૯૯
णयंणउ एकु तिहु मेले इड पिंगल नइ सुखमन सोइ ।
मन पवनि हिंचे तनि सिओ वहइ तत्त्वविचारु तओ साधक लहड ॥४३॥
ઇડા-પિંગલા અને સુષુમ્મા આ ત્રણ નાડીઓના મિલનથી નયન એકાગ્ર હોય છે. મન–પવન | આ નાડીઓમાંથી જ વહે છે ત્યારે સાધક તત્ત્વવિચારને પામે છે.
तत्त्व तणउं जोउ परमाण पल पन्नास पुढवि अहिनाण । वीस च्यालीस दस एउ अनुक्रम वीस जल नवइ हइ अंतिए उमरमु ॥४४॥ थिरु थाइनइ जोउ जाण एह वात नवि प्राण विनाण ।
एउ वात मई अनुभवी कही, सहूइ जोयु निश्चल रही ॥४५॥
સ્થિર (નિશ્ચલ) થઈને જ આત્માને જોવું જાણે છે. પણ એ વાત પ્રાણ વિના નહીં | થાય. એ વાત મને અનુભવીએ કહી છે. બધાએ નિશ્ચલ સ્થિર) એકાગ્ર થઈને આત્માને જોવો જોઈએ.
दाखइ जोसी शास्त्र अपार लक्षचिहुं किम जाउं पार ?
अतीत अनागत बोलइ ज्ञान तओ तीह तत्त्व ब्रह्मनुं गियानुं ॥४६॥ જોશી (જ્ઞાની) અપાર શાસ્ત્ર ને લક્ષણને બતાવે છે, તેમાંથી કેવી રીતે પાર થઈ શકાય ? અતીત, અનાગત જ્ઞાનને બોલે છે ત્યારે તેઓને બ્રહ્મતત્ત્વનું જ્ઞાન થાય છે.
धरओ धनुष करओ संधानु अरघिइं संधी ऊरधी गणु ।
षटचक्रभेद याध जो करइ मन माछली पदि निश्चई मरइ ॥४७।। હાથમાં ધનુષને ધારણ કરીને શરસંધાન કરવું. અને ઘેર્યને ધારણ કરીને ઉપરના સ્થાનને લક્ષ્ય કરીને જે વ્યાધ (શિકારી) ષચક્રોના ભેદને કરે છે. તેના પગલે મન-માછલી નિશ્ચયથી મરે છે.
नाद निरंतर निरखी जोइ स्वर्ग मर्ति पायालि न होइ ।।
स्वर व्यञ्जन नवि दीसई नादि मुगतिमारगु एउम पडउ वादि ॥४८| નિરંતર નાદને નિરખવો જોઈએ. સ્વર્ગ, મૃત્યુ, પાતાળ હોતાં નથી. નાદમાં સ્વર, વ્યંજન || દેખાતા નથી. આવી રીતે મુક્તિનો માર્ગ વાદમાં પડે છે.
पदतो पंडित बिंदु विचारि सुरसवि निवसई नाद अधारि ।
नाद लगई जिन चउवीस प्रणवशक्ति पूरवइ जगीस ॥४६॥
પંડિત તો પદ-બિંદુનો વિચાર કરે છે. બધા દેવો નાદના આધારે રહે છે. ચોવીસ તીર્થકરોમાં નાદ લાગી જાય તો જગદીશ પ્રણવની શક્તિને પૂરવે છે.
फल मुनि नाद परइं तुं जोइ लोकालोकि तउं अवर न कोइ ।
त्रिह भवणे तुय दीसइ तेज रूप करमिसिउं मकरिसि हेजु ॥५०॥
મુનિ નાદ પરથી જ ફલને જુએ છે. ત્યારે લોકાલોકમાં જ્યોતિ વિના બીજું કંઈ હોતું I. નથી. ત્રણે ભવનોમાં તેજ જ જોવામાં આવે છે........