________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૧૮૩
–પાંચ જ્ઞાનાવરણીય, પાંચ અંતરાય અને ચાર દર્શનાવરણીય કર્મો બંધ ઉદય—સત્તાના સમયે સાથે રહી ૧૪ ભાઈબંધોની ઉપમા ધરાવે છે, અને આત્માને હરાવે છે. તેવા દુષ્ટ ચૌદ ભાઈબંધોને ક્ષીણ-હીન બનાવી હરાવનાર કોઈક વિરલ વિભૂતિ જ હોય છે. ઉપન્નેઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા’ જેવી ફક્ત ત્રિપદી સાંભળી દ્વાદશાંગી રચી નાખનાર ક્ષીણ જ્ઞાનાવરણીયવાળા, વિવિધ લબ્ધિઓની ઉપલબ્ધિ દ્વારા ક્ષીણ અંતરાયકર્મોવાળા અને સદાય અપ્રમત્તતા વડે સંયમમાં સ્થિર રહેવા વડે ક્ષીણ દર્શનાવરણથી સમકિતશુદ્ધ, નિદ્રા ને નિંદા વિજેતા વીર વિનેય પુરુષને આપણા સૌની આઠમી વંદના...
—‘અંતર્વિસી ખાતાંય ઉપવાસી' હોય, તેવી પ્રતીતિ પોતીકી પ્રવૃત્તિ દ્વારા દેખાડી. ૨૩મા અને ૨૪મા તીર્થંકરના શાસનના સાધુઓ વચ્ચે સેતુ બની સફળ સુકાન સંભાળ્યું. સાધુપદને પ્રાપ્ત કરતાં જ ગચ્છાચાર્યથીય ગૌરવવંતું ગણધરપદ પ્રાપ્ત કર્યું. નૈસર્ગિક બ્રહ્મચર્યની નૈષ્ઠિક મૂર્તિ બન્યા. ઉમરમાં વીરથી મોટા પણ તેમનાથી નાના રહેવામાં જ પોતાની હિતરક્ષા પેખી. ગુણિયાજી નામના ક્ષેત્રમાં ગુણનો પ્રકર્ષ કેવળજ્ઞાનને વર્યા. પ્રભુ વીર આગમગંગાનું ઉદ્ગમ બન્યા તો પોતે તેનો પ્રવાહ બની ગયા, સ્વયંના શિષ્યોને કેવળી જેવા સાધક બનાવવા છેક સુધી સ્વયં જાણે ઉત્તર સાધકની અદાએ રહ્યા, શંકાઓ અન્યની હતી પણ તેને પોતાની જિજ્ઞાસાનું સ્વરૂપ આપી નિર્દોષ બાળ જેવી સરળ મુદ્રામાં સમાધાન માટે સ્વામી ગુરુ પાસે સવાલ મૂકી સચોટ સવાલ-જવાબ મેળવતા રહ્યા. જીવનની પ્રારંભિક ક્ષણોમાં પ્રભુ વીર ન મળ્યાનો વિષાદ ને અંતિમ ક્ષણોમાં પણ વીરથી દૂર થવાને કારણે કરેલ વિલાપ જેમના પોતાના લાભ માટે જ થયું. આવી તો અનેક વિશેષતાઓથી ઓપતા આર્યપ્રવર સરસ્વતીપુત્રનું મિલન કૈવલ્યલક્ષ્મીની પુત્રી મુક્તિકુમારી સાથે થયું ત્યારે જાણે એક સુવર્ણયુગનો સૂર્ય આથમી ગયો. તે દિવસ તો હવે નહિ જ ઊગે; પણ તેવો દિવસ પણ ઊગશે કે કેમ એ પણ એક દ્વિધાત્મક પ્રશ્ન છે. કામધેનુ (ગૌ) કલ્પવૃક્ષ જેવો તરુ (ત) ને ચિંતામણિ જેવો મહામૂલો મણિ (મ) આ ત્રણેય મનોવાંચ્છિત પૂરકોનું એકત્ર સંગમસ્થાન જેવા ગૌતમ ગણધર પુરુષને આપણા સૌની નવમી વંદના....
—પરમાત્મા વીરનાં ત્રીસ વરસ ગૃહસ્થાવાસમાં ને કૈવલ્યાવસ્થામાં વીત્યા, જ્યારે ગૌતમસ્વામી ૩૦ વરસ છદ્મસ્થ સંયમી તરીકે. પ્રભુ વીરને કેવળજ્ઞાન અતિ ઉગ્ર તપ સાધના પછી ૧૨થી વધુ વરસે પ્રાપ્ત થયું, જ્યારે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન વિશેષ પ્રયત્ન વગર થયું ને ૧૨ની આસપાસ વરસ કેવળીપણે વિચર્યા. ચરમ પ્રભુના પ્રથમ શિષ્ય ગણધર ગૌતમ ૪ વેદ અને ૧૪ વિદ્યાના પારગામી હતા, જેમના ઉપ૨ ૧૬ વિદ્યાદેવીઓ પણ પ્રસન્ન હતી. ગુરુ વીપ્રભુ પ્રતિ નમસ્કારભાવ એવો ઉમદા હતો કે તે કારણે ચમત્કારની ચરમસીમા જેવી ૨૮ લબ્ધિઓ લાધી ગઈ હતી, જ્યારે આપણે તો જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કારના ગણિતને મહત્ત્વ આપી ગુરુ ગૌતમનું મહત્ત્વ આંકીએ છીએ. ગૌરનો અર્થ (ગૌ) ઉજ્વળતા ભરેલ, તન (ત) અને મન (મ)ના માલિક ગૌતમના નામને સાર્થક કરે છે, તે ઉપરાંત ગૌતમ = ગૌરવંતી તવારીખયુક્ત મનોરમ જીવનચરિત્ર છે જેનું તેવી વ્યક્તિને સૂચવે છે. પુણ્યશાળી પવિત્ર પુરુષના મુખે સરસ્વતી અને હસ્તે કેવળ લક્ષ્મીનો વાસ હતો, માટે જ ‘મંગલમ્ ભગવાન વીરો' પછી બીજું જ મંગલ ગૌતમસ્વામીનું ગવાય છે. ખીર ખવડાવી તાપસોના પેટની ભૂખ તો ભાંગી જ; સાથે ભવોભવનું દુઃખ પણ ભાંગી નાખ્યું. પ્રભુનિર્વાણ સમાચાર સાંભળતાં જ ચર્મચક્ષુઓથી ચોધાર આંસુ વહી પડ્યાં; પણ જાણે તે જ ભાવના પ્રવાહ-ધક્કાથી આંતરચક્ષુ ઊઘડી ગયાં ને કેવળજ્ઞાની બની ગયા. આજે પણ જ્ઞાન-ધ્યાનની આરાધ્યા દેવી વાગેશ્વરી તો આરાધ્ય દેવ ગૌતમસ્વામીને સ્વીકારી સૌ જેમને