________________
૧૭૬ ]
[ મહામણિ ચિંતામણિ
00000OOOOOOOOOOOOOOOOOO0000000OOOOOOOOOOOOOOOOOOOOOOO00000
0 0000000000000000
૧૬. સંક્ષવિપુતેનોનેર:– શરીરના અંદરના ભાગમાં રહેતી હોવાથી સંક્ષિપ્ત તથા અનેક યોજનપ્રમાણ ક્ષેત્રમાં રહેલી વસ્તુને બાળવામાં સમર્થ હોવાથી વિપુલ એવી તેજોલેશ્યાને ધારણ કરનારા.
૧૬. વતુર્વણપૂર્વી- ચૌદપૂર્વેનું જ્ઞાન ધરાવનાર. અથાત્ શ્રુતકેવલી. 9૭. વતનોપતિ – મતિ, ચુત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાનને ધારણ કરનારા.
91. સર્વાસન્નિપાતી- સર્વ અક્ષરના સંયોગો જેમના જ્ઞાનના વિષયભૂત છે. એટલે કે અક્ષરોના સંયોગથી કોઈ શબ્દો એવા નથી કે જેનું જ્ઞાન તેમને ન હોય. અથવા સાંભળવા ગમે તેવા પ્રકારના અક્ષરોને નિરન્તર બોલનારા.
| પ્રસ્તુત પ્રકાશન અંગે ખાસ ઘણા બધા વિશાળકાય, પ્રચુર માહિતીસભર તથા મહાશ્રમસાધ્ય ગ્રંથોનું પ્રકાશન કરવાના કારણે જેમને આવાં કાર્યોની કુદરતી હથોટી આવી ગઈ છે તેવા આજીવન સાહિત્ય-ભેખધારી શ્રી નંદલાલભાઇ દેવલુક ઘણો પરિશ્રમ કરીને અનન્તલબ્લિનિધાન ગુરુ ગૌતમસ્વામીના સાહિત્ય, ચરિત્ર, સ્તુતિ, સ્તોત્રો, રાસ, સ્તવનો, વગેરે તથા અલગ અલગ સ્થાનોમાં જઈને મુશ્કેલીથી મેળવી શકાય એવાં ગૌતમસ્વામીનાં ચિત્રોને ભેગાં કરીને ઘણો જ ઉપયોગી મહાગ્રંથ પ્રકાશિત કરી રહ્યા છે તે અત્યંત પ્રશંસનીય તથા અનુમોદનીય છે. : ગુરુ ગૌતમસ્વામીજીનું ચરિત્ર અનેકવિધ માહિતીઓથી ભર્યું ભર્યું તથા ઘણું જ પ્રેરણાદાયી છે. જેને પોતાના જીવનમાં સદ્ગધ મેળવવો હોય તેના માટે તો એ અખૂટ ખજાનો છે.
એકલા હાથે ભાઇ શ્રી દેવલુક આવી ઊંચી સાહિત્યસેવા કરી રહ્યા છે તેમને આપણા જૈનસંઘોએ તથા ઉદારચિત્ત મહાનુભાવોએ બને તેટલો વિશેષ સહયોગ આપી તેમના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી જોઇએ.
ભાઇશ્રી દેવલુક આવી સાહિત્યસેવા નિતર કરતા રહે અને એથી સ્વ-પરનું કલ્યાણ સાધતા રહે એવી અન્તરની શુભાશિષ.
*
*
*