________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૧૬ 3
wwww
જ0000000000
'ar , દ.
www
, કરનારા
- સંઘમાં શિસ્તભાવના પ્રવર્તે તેવું અનુશાસન કરવાનું કામ પણ ગણધરોનું હોય છે.
( નિરભિમાન, વિગતમદ-મોહ ગૌતમ પ્રભુ : |
ભગવતી સૂત્રના બીજી શતકના પ્રથમ ઉદ્દેશક સૂત્ર ૧૦ થી ૧૪ સુધીમાં કુંદક છે પરિવ્રાજકનો પ્રસંગ છે. આ સ્કંદકને પિંગલક નામના નિગ્રંથે પાંચ એવા કૂટપ્રશ્નો પૂછળ્યા હતા તેમાં પણ ગૌતમ પ્રભુની નિરભિમાનતાનાં દર્શન થાય છે. ભગવાન મહાવીરની આજ્ઞા પાસે કદી ગૌતમે શું કામ ?', ‘શા માટે ?' એવો આંતરમનમાં પણ વિચાર કર્યો નથી. ભગવાનની પ્રત્યેક નાનીમોટી આજ્ઞા પૂર્ણપણે યથાશીધ્ર માથે ચઢાવવી એ ગૌતમ પ્રભુનું પરમ જીવનવ્રતા છે હતું. [વૈશાલક શ્રાવક આ પિંગલકનું વિશેષણ છે. વૈશાલિક એટલે ભગવાન મહાવીર અને શ્રાવક એટલે તેમના વચનને સામાવામાં રસવાળા)
અષ્ટાપદ તીર્થ આરોહણ અને કેવળજ્ઞાનપ્રાપ્તિની પરમ ઉત્કટતા :
થી ગૌતમસ્વામીમાં એવું અસાધારણ સામર્થ્ય હતું કે તેઓ જેમને ઓઘો આપતા તેમને તત્કાશ કવળજ્ઞાન થઈ જતું. તેમનો વાસક્ષેપ જેના માથામાં પડતો તે તે જ ભવે તે મોક્ષે જતા. અષ્ટાપદ તીર્થે આરોહણ કર્યા પછી ગૌતમસ્વામીએ ચતુર્મુખી પ્રાસાદ-મંદિરમાં પ્રવેશી રત્નનિર્મિત જિનબિંબોની વંદના-ભાવાર્ચના કરી. પછી તીર્થ સમીપના એક સઘન વૃક્ષ નીચે ધ્યાનસ્થ થયા, ધર્મજાગરણ કર્યું. ત્યાંથી પાછા પધારતાં કોડિત્ર, ચિત્ર અને શેવાલ સાથે અન્ય ૧૫૦૦ તાપસોને દીક્ષા આપી. માર્ગમાં આ સર્વ સાધુઓને ગૌતમસ્વામીએ કરકમલના અંગુષ્ઠના સ્પર્શે ખીરથી પારા કરાવ્યાં. ત્યારથી ‘અંગૂઠે અમૃત વસે' એ સ્તુતિ પ્રસિદ્ધ થઈ. પ00ને ખાતાં ખાતા, પ00ને આગળ જતાં રસ્તામાં અને ૫૦૦ને સમવસરણમાં પ્રભુને જોતાં જ કેવળજ્ઞાન થયું અને તેઓ કેવલીઓના સમદાય તરફ આગળ વધવા લાગ્યા. ગૌતમસ્વામીએ તેમને ત્યાં જતા રોકતાં ને છે મહાવીર પ્રભુને વંદના કરવાનું કહેતાં ભગવાન બોલ્યા : “કેવળજ્ઞાનીઓની આશાતના ન કરો. ગૌતમ !” ગૌતમસ્વામીએ સૌની ક્ષમા માગી, પણ સ્વયં સ્તબ્ધ બન્યા. નવદીક્ષિતને કેવળજ્ઞાન. અને મને–ભગવાનના પ્રથમ ગણધરને નહીં ? શું મારી અષ્ટાપદજીની યાત્રા પણ નિષ્ફળ જશે ? ભગવાન મહાવીર તેમની ખિન્નતા સમજી ગયા. તેમણે કહ્યું, “ગૌતમ, ચિરપરિચયને કારણે તને મારા પર ગાઢ રનેહરાગ છે એટલે તને કેવળજ્ઞાન થતું નથી. દેવ, ગુરુ, ધર્મ પ્રતિ પ્રશરાગ પણ યથાખ્યાત ચારિત્રમાં અવરોધ કરે છે. પણ તમે ખેદ ન કરો. આ વર્તમાન પછી દેહ છૂટતાં તમે ને હું તુલ્ય, એકાÉ અને વિશેષતારહિત અને કોઈ પણ પ્રકારના ભેદભાવરહિત બનશે. આ બધા પ્રસંગો ખૂબ જ સમજવા જેવા છે.
' ભગવાનનું નિર્વાણ, ગૌતમમાં કેવળજ્ઞાનનો ઉદય :
આખરે એ ઘડી આવી પહોંચી. ભગવાન પાવાપુરીમાં બિરાજે છે. સાડાત્રણ મહિના પૂર્ણ થવામાં છે. ભગવાન નિર્વાણની પળ જાણે જ છે. ગૌતમસ્વામીના પરમ કલ્યાણને ચિંતવતા પ્રભુએ તેમને પાસેના ગામમાં દેવશમાંને પ્રતિબોધ કરવા જવા આજ્ઞા કરી. ભગવાનની આજ્ઞા શિરોધાર્ય કરી ગૌતમ હર્ષથી ઊપડ્યા. દેવશમને ઉપદેશ આપી, પ્રભુનાં ચરણો સમીપ છે આજ્ઞાપાલનના હર્ષથી જવા ઊપડયા. આ તરફ ભગવાન સોળ પ્રહર દેશના આપતાં કાર્તિક
તમારા
જનતાન'
. ખાના
ના
જીદ