________________
૧૪૮ ]
શ્રી ગૌતમસ્વામી ગ્રંથ માટે ઊભાં થયેલાં પ્રબળ નિમિત્તો :
[ મહામણિ ચિંતામણિ
પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં સને ૧૯૮૦માં મુંબઈ--ચોપાટી ઉપર ભારતીય વિદ્યાભવનમાં વિશ્વની અસ્મિતા ગ્રંથ ભાગ-૨ના વિમોચન સમારોહમાં ઑલ ઇન્ડિયા જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાર્ડીના હાથે સંપાદક શ્રી નંદલાલ દેવલુકનું થયેલું જાહેર સન્માન આ ચિત્રમાં નજરે પડે છે.
યશકલગી સમાં એ સન્માનો અને સુવર્ણચંદ્રકો મારી જીવનયાત્રાના હંમેશાં પ્રેરણાસ્રોત બની રહ્યાં–ક્રમે ક્રમે આગળ વધતાં રહ્યાં. સને ૧૯૬૪માં શરૂ કરેલી અસ્મિતા ગ્રંથશ્રેણીના અનુસંધાને પ. પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી મ. સા.ની પ્રેરક નિશ્રામાં સને ૧૯૭૨માં અસ્મિતા ગ્રંથશ્રેણીના સંદર્ભે જ ભાવનગરના મહારાજાના હસ્તે આ ગ્રંથના સંપાદકનું જાહેર સન્માન, સને ૧૯૭૭માં પાલીતાણામાં પ. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ. સા.ની પ્રેરક નિશ્રામાં ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઇ જ. પટેલના હસ્તે આ ગ્રંથ-સંપાદકનું જાહેર સન્માન, સં. ૧૯૮૦માં મુંબઈ ચોપાટી ઉપર ભારતીય વિદ્યાભવનમાં પ. પૂ. આ.શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. સા.ની પ્રેરક નિશ્રામાં વર્ષોની સંપાદનકાર્યની સેવા બદલ ઑલ ઇન્ડિયા જૈન કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઇ એસ. ગાર્ડીના હાથે આ ગ્રંથ-સંપાદકનું જાહેર સન્માન, સને ૧૯૮૫માં મહારાષ્ટ્રના એ વખતના હાઉસિંગ મિનિસ્ટરને હાથે આ ગ્રંથ-સંપાદકનું જાહેર સન્માન. સને ૧૯૯૦માં સુરેન્દ્રનગરના શ્રી વાસુપૂજ્ય જિનાલયની એકસો