SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] (૧) ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ. સ. પૂ. ૩૨૫-૩૨૨થી ૩૦૧–૨૯૮ સુધીનાં) ૨૪ વર્ષ; તેમાં અલેક્ઝાંડર ધી ગ્રેઈટ સાથેનું યુદ્ધ ૩૨૬-૨૫ સેલ્યુકસ નિર્કટારની ચડાઈ મેગેસ્થેનીઝનું એલચીપણે આવવું (૩) બિંદુસાર (ઈ. સ. પૂ. ૩૦૧–૨૯૮થી ૨૭૩ સુધી) ૨૮ વર્ષ ૩૦૫ ૩૦૩ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ગાદીપતિ થવું ૩૦૧–૨૯૮ (૩) અશાક (ઇ. સ. પૂ. ૨૭૩થી ૨૩૨ સુધી)૪૧ વર્ષ તેનું ગાદીએ આવવું ૨૭૩ રાજ્યાભિષેક ૨૬૯ કલિંગનું યુદ્ધ ૨૬૧ અશાકનું મરણુ ૨૩૨ (૧) આમાં કેટલું સત્ય છે તે તપાસી જોઇએ. આ સાલવારી જોતાં પ્રથમ તે એ જ ખ્યાલ બંધાય છે કે, મૌર્યવંશની સ્થાપના ઈ. સ. પૂ. ૩૨૫–૨૨માં થઇ છે. તેને આધાર ગ્રીક ઇતિહાસમાં સિકન્દર ખાદશાહ જ્યારે હિંદ ઉપર ચડી આવ્યા ત્યારે મગધપતિને સેંડ્રેકાટ તરીકે જેને એળખાવ્યા છે તેને વિદ્વાનાએ કેવળ ઉચ્ચારના સામ્યને લીધે ચંદ્રગુપ્ત ઠરાગ્યેા છે તે ઉપર અવલંબે છે. આ કાંઈ વજનદાર પૂરાવા ન કહેવાય. ઉલટા એવા સહર પૂરાવા છે કે ચંદ્રગુપ્ત તેા તેની માની લીધેલી તારીખ ઈ. સ. પૂ. ૩૨૨-કરતાં લગભગ ૫૦) વર્ષ પૂર્વે મગધપતિ બન્યા હતા, તેનાં કેટલાંક પ્રમાણેા આ પ્રમાણે છેઃ— (૧) મગધની ગાદીએ નંદવંશ પછી લાગલા જ મૌર્યવંશ આવ્યા છે કેમકે અર્થશાસ્ત્રના રચિયતા પેલા પ્રસિદ્ધ ૫. ચાણકયે નંદ છેલ્લાને લડાઈમાં હરાવીને ચંદ્રગુપ્ત મૌને મગધની ગાદીએ બેસાર્યા. હતા તે હકીકત સર્વ માન્ય લેખાઈ છે. એટલે જો નંદવંશના અંતને સમય નક્કી કરાય તે। માવંશની આદિના સમય આપે।આપ મળી રહેશે. પુરાણમાં જણાવાયું છે કે, ના પહેલા ગાદીએ બેઠા ત્યાર પછી સેા વર્ષે ચંદ્રગુપ્ત મગધપતિ થયા છે. (ઇ. અ પુ. ૩૨, પૃ. ૨૩૧ જુએ) એટલે કે નવંશની અને મૌર્યવંશની આદિ વચ્ચે સા વર્ષનું અંતર છે, અને ૮ [ ૨૯૭ આ નંદવંશ મગધની ગાદીએ શિશુનાગવંશ પછી તરત આવ્યા છે. વળી જૈન અને બૃદ્ધ પુસ્તકા આધારે જણાયું છે કે, શિશુનાગવંશી પાંચમા રાજા શ્રેણિક ઉર્ફે બિંબિસાર, મહાવીર અને યુદ્ધદેવ બન્નેના સમકાલીન હતા. વળી ઇ. એ. સન ૧૯૧૪ પૃ. ૧૩૩ કહ્યું છે કે, રાજા બિંબિસાર યુદ્ધદેવની પહેલાં આ વર્ષે મરણ પામ્યા છે. એટલે કે બિંબિસારની પાછળ ગાદીએ આવનાર તેના પુત્ર અજાતશત્રુના રાજ્યે આઠમા વર્ષે યુદ્ધદેવનું નિર્વાણુ થયું છે. (ઈ. એ. પુ. ૩૭, પૃ. ૩૪૨; કે હિં. ઇં. પૃ. ૧૫૭: ઇ. એ. ૧૯૧૪, પૃ. ૧૩૨ ) વળી સાબિત થયું છે કે અજાતશત્રુના રાજ્યકાળે ખીજા વર્ષે મહાવીર નિર્વાણ પામ્યા છે. અને મહાવીરનું નિર્વાણુ સર્વાનુમતે ઈ. સ. પૂ. પર૬-૭ ઠરાવાયું છે [સે. મુ. છે. પુ. ૨૨માં પ્રેા. હરમન જેકાખી લખે શ્વેતાંબર અને દિગંબર અને ઈ. સ. પૂ. પર૬માં મહાવીર નિર્વાણ પામ્યા વિષે એકમત છે. જીએ હા. જૈ. પ્રસ્તા. પૃ. ૧૪; હેમચંદ્ર પરિશિષ્ટપર્વ પૃ.૩૭:– વિક્રમસંવત પૂર્વે ૪૭૦ વર્ષે નિર્વાણ ઃ ૪૭૦+૫૭=૧૨૭; કલ્પસૂત્ર, સ્ટીવન્સન કૃત, પૃ. ૮ અને ૪૯૬ : જ. માં. છેં. રા. એ. સા. પુ. ૯ માં ડૉ. ભાઉદાજીના લેખ : મેરુત્તુંગની સ્થવીરાવલી પૃ: ૧૪૯ઃ જ. શ. એ. સા. અનુવાદ પુ. ૩, પૃ. ૩૫૮, લેખક માઈલ્સ. ઇ. એ. પુ. ૪૩ (સન ૧૯૧૪) પૃ. ૧૩૨, લેખક ડૉ. જાલ કાર્મેન્ટીએર ઈ. ઈ.] આ સર્વ આધારની ગણત્રીએ બિંબિસારનું મરણુ અને અજાતશત્રુનું ગાદીએ આવવું ઈ. સ. પૂ. પર૮ ઠરે છે તેમજ બુદ્ધદેવનું નિર્વાણુ ઇ. સ. પૂ. પુર॰ કરે છે. વળી બૌદ્ધ પુસ્તકામાં (દીપવંશ III, ૫૬-૬૧: મહાવંશ II, ૨૫૮, અને આગળઃ તથા જ. એ. ખિ. રી. એ. પુ. ૧, પૃ. ૯૭, ટી. નં. ૧૦૯: ઈ. એ; ૧૯૧૪, પૃ. ૩૩) લખેલ છે કે શ્રેણીકનું રાજ્ય પર વર્ષ ચાલ્યું છે, એટલે કે તેના રાજ્યના આરંભ પર૮–પર=પ૮૦ માં થયા હતા. [વળી એવું જાય છે કે (મહાવંશ IV, ૨, ૩: દિવ્યાવદાન ૩૬ V: ભા. પ્રા. રાજવંશ પુ. ૨, પૃ. ૩૦, ૩૧:
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy