SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ] સમયે પ્રાચીન ઇતિહાસકારાની માન્યતા પ્રમાણે ક્રાઇ પશુ મતલખના, કાર્યકરણને–સંબંધ નહાતા જ; પરંતુ પાછળથી જ આ બન્ને નામેાને અરસપરસ ભેળવી નાખવામાં આવ્યા દેખાય છે. વિશેષમાં કે, અંગ્રેજી ઇતિહાસકારાએ ભલે બન્ને શબ્દોને યથાર્થ સ્વરૂપમાં સમજીને જ ઉપયાગ કર્યો હશે, પરંતુ તેના વાચકને આ શબ્દના ગૂઢ રહસ્યની કે તેમાં રહેલ તારતમ્યની બરાબર સમજ રહી નહીં હૈાય એટલે એકની જગ્યાએ ખીજો શબ્દ લખવામાં તથા વાચવામાં ( ઉચ્ચાર કરતાં) વાપર્યોં ગયા હેાય એમ પણ બનવાજોગ છે, અંદેશ અને આંધ્રપ્રજાને કાંઈ સંબંધ ન હાવાનું અત્યાર સુધી તા રાજકીય દૃષ્ટિએ જ એટલે કુ રાજ્યાધિકારનાં સૂત્ર ગ્રહણ કર્યાની અપેક્ષાએ જ આપણે સાબિત કરી ગયા છીએ, પરંતુ મિ. રેપ્સન સાહે ઉડાવેલ પ્રશ્નના, તે પ્રજાના ઉત્પત્તિ સ્થાન તરીકેના છે. એટલે તેમનું કહેવું એમ છે કે અંધ દેશમાં જે પ્રજાનું સંસ્થાન હેાય તેને આંધ્ર કહેવાય. આ માન્યતા સંસ્થાનની ઉત્પત્તિસ્થાન તરીકેની ખરાખર છે કે કેમ તે હવે તપાસીએ. શતવહન શ અંધ્રદેશને લગતી વિશેષ હકીકત તે। હવે પછી આવવાની છે. અત્રે માત્ર આપણા ખપોચું જ વિવેચન કરીશું. ડૉ. રૅપ્સને આંધ્રપ્રજાની ઉત્પત્તિ તરીકે જો કે કૃષ્ણા અને ગે।દાવરી નદીના મુખ વચ્ચેના પ્રદેશ, અતેરીય બ્રાહ્મણ ગ્રંથના આધારે અનુમાન કરીને જણુાન્યેા છે પરંતુ તેમના મત સાથે અન્ય વિદ્વાને સંમત થતા હોય એમ જણાતું નથી. ડૉ. વી. એસ. સુખથંકર નામના વિદ્વાન જણાવે એક “Their orignal home was in Bellary district=તેમનું મૂળ વતન એલારી જીલ્લામાં હતું. આ અભિપ્રાયને મળતા જ મત એનેલીસીઝ આક્ ધી ભાંડારકર ઇન્સ્ટીટયુટ પુ. ૧. પુ. ૨૨ તે આગળ (Analysis of the Bhan .. (૧૨) આ કે. હિ, ઇં. પૃ. પ૮. (૧૩) જ, ખાં. સ્પ્રે, રા. એ. સેા. ૧૯૨૭, પૃ. ૪૫ અને આગળ. [ પ darker's Institute, vol. I, Pp. 22 and seq.)માં કહેવાતા આંધ્રવંશી રાજાઓના ઉત્પત્તિ સ્થાન વિશે-On the home of the so-called Andhra kings નામના લેખમાં દર્શાવાયલ છે, જ્યારે અન્ય સ્થળે૧૩ જણાવેલ છે કે, * Their original home was not Andhra desa. They did not hail from the east--In the version of the origin of the dy nasty given in Kathasarit-sagar, the founder of the dynasty is said to have been born at Paithan; even the language of their inscriptions is some kind of proto-Maharastri with no affinity with the Telugu, the language of the Andhras–તેમનું મૂળ વતન અંધ્રદેશ નહાતા જ. તેઓ પૂર્વમાંથી ઉતરી આવ્યા નથી૧૪. કથાસરિત સાગર નામે ગ્રંથમાં આ વંશની ઉત્પતિ વિષે જે આખ્યાયિકા ઉતારી છે તેમાં આ વંશના સ્થાપકના જન્મ પૈઠણુમાં થયે હાવાનું જણાવ્યું છે. ઉપરાંત તેમના શિલાલેખાની ભાષા પણ કેટલેક દરજ્જે મહારાષ્ટ્રીયના નમુનારૂપ છે. તેમજ આંધ્રપ્રજાની ભાષા ને તેલુગુ ગણાય છે તેની સાથે કાંઈ જ સંબંધ વિનાની દેખાય છે. આટલું જણાવીને પેાતાના અભિપ્રાય વ્યક્ત કરી દે છે કે “These facts fully justify the conclusion that Satavahans were not Andhras=આવા પુરાવાથી સંપૂર્ણ રીતે ન્યાયપુરઃ સર ઠરે છે કે, શાતવાહન (નામના રાજા) આંધ્ર પ્રજામાંના નહાતા જ૧૫". આટલા લાંખા તારા તે લેખક મહાશયે શાતવાહન રાજાને આશ્રયીને લખ્યા દેખાય છે. એમ તેમના જ શબ્દોથી સ્પષ્ટ થઈ જાય છે. એટલે દેખીતું છે કે તેમને અભિપ્રાય આંધ્રપ્રજાના વતનને અંગે જે સ્થિતિ પ્રવર્તતી હાય (૧૪) મજકુર પુસ્તક પૃ. ૪૯. (૧૫) સરખાવા પૃ. ૯ થી આગળનું લખાણ અને તેની ટીકાઓ.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy