SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ દશમ પરિચ્છેઢ ] મહેન્દ્ર દીપક પરન્તુ સંસારમાં તે જોડાયલા રહ્યો જ હતા. સાચી સ્થિતિ શું હતી તે પાકે પાયે કહી શકાય તેવી સામગ્રી હાલ તે! આપણે ધરાવતા નથી એટલે તે વિષય ભવિષ્ય ઉપર છેાડી દેવા પડશે. રાજવહીવટમાં રાણી મળશ્રીની કેવી લાગવગ ચાલતી હતી તે વિશે કેટલેક અંશે જૈનગ્રંથમાં મળી આવતા એક ખીન્ન પ્રસંગ ઉપર અમારી નજર પડે છે. તે આ પ્રમાણે છે. જૈનસંપ્રદાયમાં જાયલા નવ નિહ્વવમાંથી, છઠ્ઠા રાહગુપ્ત વૈરાશિકના વર્ણન અધિકારે એવું લખાયું છે કે, તેણે દક્ષિણદેશની અંતરંજીકાનગરીના રાજા, રાણા બળશ્રીના દરબારમાં (સરખાવા પૃ. ૧૯પનું વર્ણન) પાતાના ગુરૂએ ખતાવેલ અમુક મુદ્દા ઉપર પ્રથમ તેા પેાતાના હરીફને વાદમાં જીતી લીધા હતા. પરંતુ તે છતના સમાચાર રાગુપ્તે ગુરૂ પાસે જાહેર કરતાં, કાંઇક અંશે જૈનધર્મની આણુ ઉપરવટ કથન થઈ ગયેલું તેમને લાગ્યું. એટલે રાહગુપ્તે ક્ષમા માંગી, મિથ્યા દુષ્કૃત કહી આવવા ગુરૂએ સૂચવ્યું. છતાં ક્ષમા યાચવાને બદલે, પેતે સાચા જ છે એવું પ્રતિપાદન કરવાને તેણે ગુરૂ સામે પડકાર ઝીલ્યેા; અને આ બન્ને ગુરૂ શિષ્યના વાદ પેલા રાણાભળશ્રીની સમક્ષ છ મહિના સુધી ચાલ્યેા. છેવટે ગુરુ જીત્યા અને રાહગુપ્તને જેનેએ સંધબહાર મૂકયા. આટલા વર્ણનથી રાણા મળશ્રીની ન્યાયઃપુરસ્કર કામ લેવાની શકિતનું તથા જૈનધર્મ ઉપરના તેના જ્ઞાન અને પ્રભાવનું માપ કાઢી શકાશે. સવાલ એ રહે છે કે, ‘રાણાબળશ્રી’ એમ જે લખાયું છે તે શુદ્ધ છે કે અશુદ્ધ હેાઇ તેને બદલે ‘રાણી મળશ્રી' હાવું જોઈએ. આને નિવેડા લાવવાનું પણ જરા કિઠન થઈ પડયું છે, કેમકે કેટલાક જૈનગ્રંથામાં (ક. સુ. સુ. એ. ટીકા; પૃ. ૧૨૮)માં તેને સમય મ. સં. ૪૪૪=ઇ. સ. પૂ. ૨૬ આપ્યા છે જ્યારે વિશેષભાગે તેને સમય મ. સં. ૫૪૪=ઇ. સ. ૭૪ લેખાવ્યા છે. આંક સંખ્યા ૫૪૪ ને બદલે ૪૪૪ લખવામાં કાઈ ને હસ્તદેષ પણ સંભવી શકે છે અને આવા તા હસ્તદાય કર્યાંના અનેક દૃષ્ટાંતા અને જૈન તથા વૈદિકધર્મના ગ્રન્થામાં પ્રાચીન સમયે થયાનાં મળી પણુ આવે છે. વળી તેના વનને અંગે જે હકીકત લખવામાં આવી ગૌતમીપુત્ર [ ર૧૧ છે, છે તે જોતાં પણ કયા આંકડા સાચા તે શોધી કાઢયું એકદમ ભારે થઈ પડે તેમ છે. છતાં ૪૪૪ ના એક તરફ ઢળવાનું કારણ એ છે, કે એકના રાજ્યે બનેલા બનાવ ખીજાને નામે ચડાવાઈ ગયાનું ઘણી વખતે બન્યું છે. જેમ કે રાજા શાલિવાહનના રાજ્યે કાલિકસૂરિ ન થયા હેાવા છતાં (જુએ પૃ. ૧૯૫ ઉપર) તેના રાજ્યે થયાનું લખી ગયા છે. જ્યારે અહીં રાજા શાલિવાહનનું રાજ્ય ચાલતું હતું છતાં રાણા બળશ્રી લખાયું છે. એટલે હાલ તો તે પ્રશ્ન વિશેષ સંશાધન થવા ઉપર છેાડી દઇએ. પરંતુ જો તે આંક મ. સં. ૪૪૪=૪. સ. પૂ. ૨૬ના ઠરે, તેા નં. ૧૮ના રાજ્યકાળના ઈ. સ. પૂ. ૪૭થી ઈ. સ. ૧૮ સુધીના ૬૫ વર્ષ નાંધાયા તે ગણત્રીએ તેના ૨૧મા વર્ષે, ઉપર પ્રમાણે શિષ્ય વચ્ચે વાદ થયાનું માંધવું પડશે; વળી આપણે શિલાલેખ નં. ૮ થી જાણી ચૂકયા છીએ કે નં. ૧૮ના રાજ્યે ૧૯મા વર્ષ સુધી તે રાણી ખળશ્રી હૈયાત પણ હતી જ અને તેની જ આજ્ઞાથી તે લેખ કાતરાયા છે; એટલે તેણીના સાનિધ્યમાં મજકુર વાદ થયાનું શકય પણ છે. આ પ્રમાણે અનેક મુદ્દાઓથી રાણી ખળશ્રીનાં લાગવગ અને જોર નં. ૧૬થી ૧૮ સુધીના આંધ્રપતિના સમયે હાવાનું જાણી શકાય છે. આ સ્થિતિ જોતાં નં. ૧૭ના મંદવાડ સમયે તેણીએ કૈાસિલ વહિવટ સ્થાપ્યા હેાય તે બનવાજોગ પણ છે. નં. ૧૬વાળા દીપકષ્ણુિનું મરણ કયારે નીપજ્યું તે કહી શકાય તેમ નથી. પણ પેાતાના નાનાભાઈના રાજ્યના ૨૪મા વર્ષ સુધી (શિલાલેખ નં. ૭–૮ જુઓ) =ઇ. સ. પૂ ૪૮ સુધી તે જીવંત હતા એટલું ચેાસ છે. એટલે જો તે ૨૫ વર્ષની ઉંમરે ગાદીએ આવ્યા ગુરૂ હાય તા, લગભગ પર વર્ષ ઉપરનું આયુષ્ય તેણે ભોગવ્યું તું એમ લેખાશે; તેમ રાણી ખળશ્રીનુ મરણુ ઓછામાંઓછી ગણત્રીએ ઉપર જણાવ્યા પ્રમાણે, જો તેના પાત્ર નં. ૧૮ના રાજ્યે ૨૧મા વર્ષેઈ. સ. પૂ. ૨૬માં થયું હાય તા તેણીના પતિ નં. ૧૫ વાળા સ્વાતિક ઈ. સ. પૂ. ૯૨માં જ્યારે ગાદીપતિ થયા ત્યારે તેણીની ઉંમર (નં. ૧૬ વાળાની ઉમરના હિસાખે) આશરે પચીસેક વર્ષની લેખવી રહેશે. અટલે તેણીને જન્મ ઇ. સ. પૂ. ૧૧૭માં થયાનું નાંધવું પડશે. આ ગણુત્રીએ તેણીએ ૯૦ ઉપર વર્ષનું આયુષ્ય ભોગવ્યું ગણુારી,
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy