SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ દામ પ્રòિક ] પ્રાચીન સમયે વાપરવામાં આવતા જ નહેાતા. જેમ આ પારિગ્રાફની આદિમાં આર્યસંસ્કૃતિની થઇ પડેલી અવદશાનું સૂચન કરવામાં આવ્યું છે, તેમ આ બન્ને શબ્દોની પણ દશા થઈ પડી છે એમ જ સમજવું રહે છે. " એક બીજી પરિસ્થિતિ પણ ચેાખવટ માંગી લે છે. જ્યારે જ્યારે એમ જાહેર કરવામાં આવે કે, અમુક રાજા કે વ્યક્તિ જૈનમતાનુયાયી હતા, ત્યારે ત્યારે કાઇએ એમ સમજી લેવું નહીં, કે તે અન્યઃમત માટે તિરસ્કાર ધરાવતા હતા અથવા તેા વાચકવર્ગમાં અમે તેવી બુદ્ધિ ઉત્પન્ન કરવા તે શબ્દો વાપર્યો છે. ખરી રીતે તે અત્યારની પેઠે, તે સમયે આટલા બધા વાડા અને ધર્મના ભેદે। હતા જ નહીં. એટલે, જ્યાં “મૂરું નાસ્તિ કુતઃ શાલા ”તી ઉક્તિ પ્રમાણે ધર્મપ્રત્યે અભાવ કે ઘૃણા ઉપજાવવાના વિચારને સ્થાન જ રહેતું નથી, તેમ, વૈદિકધર્મ અને જૈનધર્મ એવા શબ્દો વાપરવામાં આવ્યા હાય તે પણુ, તેના સર્વ આચાર વિચારના ભેદ દર્શાવવા માટે વપરાયા છે એમ સમજવાનું નથી. તેવા ભેદ વર્ણવવાનું કામ ઇતિહાસકારનું હાઇ શકે જ નહીં. તે તેના વિષયથી પર છે. વળી વૈદિકધર્મના અનેક તપ, જપ, સંખ્યા સામગ્રી અને વિધિવિધાનમાં પણ મનેવૃત્તિ ઉપર સંયમ કેળવવાનું હાય છે જ, જેના સમાવેશ જૈનધર્મમાં પણ થઇ શકે છે જ; (ઉપરમાં આપણે જણુાવી ગયા છીએ તેમ). એટલે ખાત્રી થશે કે વૈદિકધર્મની મહત્તા ઓછી આંકવાની કે તેની કાઈ રીતે અવગણના કરવાની તેમ હાઈ શકે જ નહી. કેવળ એટલું જ ધારવાનું છે કે, જ્યાં વૈદિકધર્મના ઉલ્લેખ કરાયા હૈાય ત્યાં, તેની ક્રેટલીક ક્રિયા, જેવી કે અશ્વમેધયજ્ઞ છે. ઇ. જેમાં હિંસાપ્રધાન સ્થિતિ પ્રવર્તમાન હાય છે તે સ્થિતિ સૂચવતા જ તે શબ્દ પ્રયેાગ કરાયા હૈાવાનું સમજવાના છે. છતાં અમારે તે ‘જૈન’ શબ્દ વાપરવાના પણ આગ્રહ નથી. તે શબ્દથી કાઇ પણ પ્રકારની ગેરસમજૂતિ કે અનર્થ ઉભાં થતાં હાય તા, તે જગ્યાએ તે ભાવને સંપૂર્ણ પણે સમજાવી શકે તેવા અન્ય ફ્રાઈ શબ્દ વાપરવાની સૂચના કરવામાં આવે તે, તે પ્રમાણે સુધારા કરવાને પણ દરેકપળે તૈયાર જ છીએ. સૌદાસ ઉર્ફે સ`ઘસ્વાતિ [ ૧૯૯ આ પ્રમાણે ધર્મ અને જૈન શબ્દનું મહાત્મ્ય સમ જવાથી, ખાત્રી રાખું છું કે વાચકવર્ગ, મેં જૈન માબાપને પેટે જન્મ લીધા હેાવાથી, હું વર્તમાનકાળે જૈત કહેવરાવી શકું છું, તેથી મેં જૈનધર્મના પક્ષપાત કરીને જ્યાં તે ત્યાં તેના ગુણગાન ગાયાં કર્યા છે તેવું ધારી ન મેસે. ઇતિહાસ આલેખનમાં પક્ષપાત કરવા પોષાય જ નહીં. અને જો કરવામાં આવે તે તે ઉઘાડા પડી જઇને અંતે બેઆબરૂને પામે છે. (૧૨) સૌદાસ ઉર્ફે સંઘસ્વાતિ મેધસ્વાતિ બાદ તેને પુત્ર સૌદાસ ઉર્ફે સંધસ્વાતિ આંધ્રપતિ થયા છે. તેના રાજ્યકાળ દરમિયાન વિશેષ બનાવા બન્યા . હાવાનું નાંધાયું નથી. માત્ર જે એકાદ એ અન્યાનું સમજાયું છે તેની હકીકત જણાવીશું. તે કેટલી ઉંમરના ગાદિએ બેઠા હતા તેના ઉલ્લેખ મળતા નથી. પણ અનુમાન કરી શકાય છે કે, તે આધેડવયા. ૪૦ ઉપરના હેવા જોઇએ. નં. ૮, ૯ અને ૧૦ના રાજાઓના રાજ્યકાળ શાંતિથી પસાર થયા ગણી શકાય; તેમ જ તે વેળાના માનવીઓનાં આયુષ્ય, સામાન્ય રીતે શાંતિમાં જીવન ગળાયું હાય તેા, ૬૦-૭૦ વર્ષ હાવાનું તેા દેખાય છે, એટલે આ રાજાએ મોટી ઉંમરે ગાદીએ એઠા હોવાનું અને તેમ છતાંયે તેઓએ સામાન્ય રીતે ૧૨ થી ૧૮ જેટલાં વર્ષ રાજ્ય ભાગવ્યાનું ધારી શકાય છે. તે જ નિયમે નં. ૧૧ વાળા મેધસ્વાતિ પણ જે આધેડવયે ભૂપતિ બનવા પામ્યા હાય અને તેનું રાજ્ય ૩૮ વર્ષ જેટલા લાંખેાકાળ ચાલ્યું હેાય છતાંયે નં. ૧૨ વાળા ભૂપતિ જ્યારે ગાદીએ આવ્યા ત્યારે, તેના પિતા કરતાં પણ ઉંમરે મેાટા જ હાવા જોઇએ. વળી આ નં. ૧૨નું રાજ્ય પાછું ૨૯ વર્ષ જેટલું ઠીકઠીક લંખાયું છે, એટલે તેના પુત્ર નં. ૧૩ ગાદીએ આન્યા હૈાય ત્યારે નં. ૧૨ કરતાં ઉપરના નિયમે વિશેષ વૃદ્ધ થઈ ગયેા હાવા જોઇએ. આ પ્રમાણે માત્ર કલ્પના જ કરવી રહે છે. કાઇ પ્રમાણભૂત પુરાવેા નથી મળતા, પરંતુ નં. ૧૩નું રાજ્ય જે કેવળ ત્રણેક વર્ષ ચાલ્યું હાવાનું નોંધાયું છે તથા તેના જીવનમાં જે મહાન રાજકીય પ્રસંગ બનવા પામ્યા છે તેનું સમીકરણ કરવામાં આવે છે, ત્યારે ઉપર દ્વારેલા આપણા અનુમાનને પુષ્ટિ મળી રહે છે. એટલે
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy