SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ] જોઇએ. રાણી સંબંધી કાંઈ માહિતી મળતી નથી, પરંતુ એક બહેન હતી એમ પૂરવાર થયું છે; જેતે ગત નૃત્તાંતે જણાવ્યા પ્રમાણે પ્રિયદર્શિન સાથે પરણાવવી પડી હતી. આ લગ્ન ઈ. સ. પૂ. ૨૮૪માં થયું છે. તે કાળે લગ્નની ઉંમર ૧૩-૧૪ વર્ષની ગણાતી હતી એટલે, જ્યારે ઈ. સ. પૂ. ૨૮૧માં તે ગાદીએ બેઠા ત્યારે, આ તેની બહેનની ઉંમર ૧૬ વર્ષની કહેવાય. મતલબકે પોતે મોટા હતા અને બહેન નાની હતી. આ સિવાય તેને ખીજાં કેટલાં ભાઈભાંડું હતાં તે જણાયું નથી. તેની માતા વાસિષ્ટગેાત્રી કન્યા હાવાથી તે પેાતાને વાસિષ્ઠપુત્ર તરીકે એળખાવતા હતા. નં. ૭ શાતકરણના જીવન અને ધ પલટા [ એકાદશમ ખડ આ વખતે પંડિત પતંજલીના જન્મ† (ઈ. સ. પૂ. ૨૭૫) થઈ ચૂક્યા હતા. અરે કહેા કે તે વૈદિક ધર્મશાસ્ત્રમાં પારંગત બની સારી નામના પણ મેળવી ચૂક્યા હતા. એટલે તેમને રાજપુરાહિત પદે (પુ. ૩, પૃ. ૧૨, ટી. નં. ૪૧) સ્થાપી તેમની સલાહ પ્રમાણે આગળ વધવાના તેણે પ્રયત્ન શરૂ કરી દીધા. મંગળાચરણ તરીકે પેાતાના બાપીકા જૈનધર્મ ત્યજ વૈદિકમતાનુયાયી બન્યા; પરંતુ જ્યાંસુધી પ્રિયદર્શિનની તૈયાતિ હતી ત્યાંસુધી કાંઇ કારીગર ફાવે તેમ નહેાતી, કેમકે દિવસાનુદિવસ તેને સિતારા ચડયે જતા હતા. એટલે પેાતાના રાજ્યની આદિમાં, પ્રિયદર્શિનની કીર્તિને ટપી જઇ આગળ વધવામાં તેને સુગમ હતું તેના કરતાં હવે વિશેષ દુષ્કર માલમ પડતું હતું. એટલામાં ઈ. સ. પૂ. ૨૩૬માં પ્રિયદર્શિનનું મરણ થયું. હવે તેને માર્ગ નિષ્કંટક થયેલ જણાયા. આ વખતે તેની ઉંમર જોકે ૬૦ ક તેનાથી પણ વધારે થવા પામી હતી; પરંતુ પતંજલી મહાશય ૪૦ વર્ષની લગભગમાં હતા, એટલે તેમની પ્રેરણા અટકી પડે તેમ નહેાતું. પ્રથમ, દક્ષિણમાં પેાતાની આણવાળા પ્રદેશમાં જ તેમણે ધર્મપ્રચાર કરી દીધા અને કહેવું પડશે કે તેમાં તેમને ઠીકઠીક યશ પશુ મળ્યા દેખાય છે. તેમાં પુષ્યમિત્ર શૃંગ નામે જે પાછળથી વખણાયા છે તેમના પિતા ઇત્યાદિ બ્રાહ્મણાનાવૈદિક કુટુંએને-સાય મળતાં એર વધારે પ્રાત્સાહન મળ્યું હતું. આ સર્વ ફતેહથી ઉત્તેજીત બની, પતંજલી મહાશયની સલાહથી, પેાતાનેા યશ ચિરંજીવી કરવા પ્રથમ અશ્વમેધ (ઈ. સ. પૂ. ૨૩૦ આસપાસ) કર્યાં. ઉત્તરદિમાં–કહે કે અવંતિમાં—પ્રિયદર્શિનની ગાદીએ તેના જયેષ્ઠપુત્ર વૃષભસેન આવ્યા હતા તે પણ પની ઉંમર તેા વટાવી ગયા હતા; પરંતુ તેના સર્વ સમય, પેાતાના પિતાના રાજ્યકાળે, અક્ધાનિસ્તાન અને બહુચિસ્તાન તરફના પ્રદેશના સૂબા તરીકે પસાર કરેલ હાવાથી તેની વૃત્તિઓમાં વીરતા આવવાને બદલે ઉદામતાના જ ભરયુવાનીમાં ગાદીએ આવવાથી તેનામાં યુવાનીને મદ પણ તે તેમ મેાટા સામ્રાજ્યના સ્વામી થયે હાવાથી રાજમદ પણ હતા. તેમાં વળી કાંઇક પરાક્રમી અને સાહસિકવૃત્તિના હૈાવાથી, તે પોતે હરાળમાં આવવાને થનથનાટ કરી રહ્યો હતા. તેમાંયે રાજકીયક્ષેત્રે અજમાવવું ધારેલું તેનું જોમ તેા ગાદીએ બેસતાં પ્રથમ જ વર્ષે સમ્રાટ પ્રિયદર્શનના હાથે, દખાઇ જવા પામ્યું હતું. એટલે પ્રથમ કવલે મક્ષિકા જેવું અપશુકન થતાં, તે રસ્તે આગળ વધવામાં તેના પગ ઢીલા પડી ગયા હતા, છતાં હિંમત હારી જાય તેવા નહાતા. એટલે યશ ખાટવાના રસ્તા શોધવા મંડયા. પ્રિયદર્શિને પેાતાની ધાર્મિક સહિષ્ણુતાવૃત્તિથી સારી જગતને ચાહુ સંપાદન કરી લીધા હતા. એટલે તેના જ પગલે, પણ કાંઇક જુદી પ્રવૃત્તિમાં જો ઝંપલાવાય તેા આમ જનતાને પેાતાનું સામર્થ્ય બતાવી શકાશે, એવા વિચારે, તે વખતના પ્રિયદર્શિનના જૈનમત સિવાયના બીજો ધર્મ જે વૈદિક હતા તેનું શરણું લેવા, અને તે દ્વારા આમ જનતાનું શ્રેય સાધી, પેાતાનું મનફ્રાવતું કરવાના નિશ્ચયવાળા થયા. કર્મસંયેાગે તેના મતને પુષ્ટિ આપનાર એક વ્યક્તિ પણ મળી આવી. જીવન અને ધર્મપલટા (૯) પુ. ૩માં અનુમાન ખાંધીને આપણે તેમનું મરણ ૧૮૦માં ૯૦ વર્ષોંની 'મરે થયાનું જણાવ્યું છે, એટલે તેમને જન્મ તે ગણત્રીએ ઇ. સ. પૂ. ૨૭૦માં થયા ગણવા રહે. પરંતુ પુ. ૩, પૃ. ૭૩, ટી. ૩૨માં એક ગ્રંથકારને આધાર સાંપડયા છે તેમાં ૧૭પ માં જણાવ્યું છે. એટલે તે વધારે મજબુત ગણીને તેના જન્મ ૨૭૫માં થયાનું ગણ્યું છે,
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy