SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ] સ્થતિમાં નથી. એટલે હાલ તે આ પ્રમાણે સારરૂપે જણાવીને, કયું સ્થાન કયા રાજાના સમયે, રાજપાટ તરીકે માન્ય રહ્યાનું વિશેષ સંભવિત છે તે જો શેાધી શકાય તેા તેમ કરવા કાશિષ કરીશું. પાછું રાજપાટ વિશે આદિપુરૂષ શ્રીમુખે પેંઠમાં જ ગાદી કરી હતી તે સર્વમાન્ય અને સુવિદ્દિત છે એટલે તેની ચર્ચા કરવી નિરર્થક છે, પરંતુ ત્યાંથી વરંગુળ-અમરાવતીમાં ગાદી પ્રથમ કયારે લઈ જવામાં આવી તે વિવાદભર્યું દેખાય છે. અત્યારે વિદ્વાનેઞના મોટા ભાગની માન્યતા એમ બંધાઈ છે કે, રાણી બળશ્રીએ જે નાસિકને લેખ કાતરાવ્યા છે અને તેમાં (ચતુર્થ પરિચ્છેદે લેખ નં. ૭) ગૌતમીપુત્રે .. [ એકાદશમ ખડ પૂ. ૧૧૪ના, અને નિર્મૂળ કરાયાના એટલે અમરાવતીમાંથી પાછી પેંઠમાં રાજગાદી આવ્યાના સમય ઇ. સ. પૂ. ૧૩ને, ગણાશે પરંતુ આપણે નીચેના પારામાં સાબિત કરીશું કે તે માન્યતા ભૂલભરેલી છે. જ્યારે એ વચ્ચે કાઇ પણ પ્રકારની લડાઇ જાગે છે ત્યારે તે કેવળ પૈસા (જર ) કે સત્તા ( જમીન ) મેળવવા માટે લડાય છે એવી અત્યારે જે માન્યતા દુનિયાભરમાં ફેલાઇ રહી છે, તેવું પ્રાચીનકાળે નહેતું જ. તે આપણે પુ. ૧, પૃ. ૭ માં “જર, જમીન અને જોરૂ તે ત્રણે કજીયાના છેવાળી જે ઉક્તિ વપરાવા લાગી છે, તે ત્રણે વસ્તુના સમય પરત્વે, તેજ પૃષ્ણે ટીકા નં. ૧૧ માં વિશેષ સ્પષ્ટિકરણ કરી બતાવ્યું છે. જે ઉપરથી સમજાશે કે પ્રાચીન સમયે લડાઈ એ પ્રધાનપણે જોરૂ નિમિત્તે જ થતી હતી. જમીન સત્તાભૂખનું કારણ તા પાછળથી તેમાં ઉમેરાયું છે. તેના સમય વહેલામાં વહેલા કા તાયે ઇ. સ. પૂ. ની પ્રથમ સદીથી ઈ. સ. ની ખીજી સદી મૂકી શકાય, અને આ સમય પણ ઉત્તર હિંદ વિશે જ સમજવા રહે છે કે જ્યાં પરદેશીઓ સાથેના સંપર્કને લીધે તેવી ભાવના કાંઈક ઉતાવળે પ્રવેશવા પામી હતી. જ્યારે દક્ષિણ હિંદ તા આવી અથડામા અને પરદેશીઓના હુમલાથી કેટલાય વધારે લાંબા વખતસુધી તદ્ન અલિપ્ત રહેવા પામ્યા હતા; જેથી ત્યાં તેવી ભાવનાનેા ઉદય તેથી પણ મેાડા થવા પામે તે દેખીતું છે. આપણે અત્યારે દક્ષિણ હિન્દને જ પ્રશ્ન વિચારી રહ્યા છીએ, એટલે કબૂલ કરવું રહે છે કે નહપાણે કે તેના પ્રધાને દક્ષિણ હિન્દ ઉપર જે સમયે (ઇ. સ. પૂ. ની ખીજી સદીમાં) જીત મેળવી હતી તે સમયે કાંઇ જમીનની ભૂખ નહેાતીજ. પરન્તુ શિલાલેખવાળા છઠ્ઠા પરિચ્છેદના ઉપસંહારમાં જણાવી ગયા પ્રમાણે, ધાર્મિક કારણના પરિણામરૂપ તે હતી. વળી આપણા આ કથનને બીજી અનેક રીતે ટેકા પણ મળી રહે છે; જેમકે (૧) ઈ. સ. પૂ ૧૧૪ની પહેલાં કેટલાય વખતપૂર્વે થયેલ શતવહન વંશીઓની સત્તા પૂર્વ હિંદમાં જામી પડી હતી, તે આપણે તેઓના શિલાલેખ અને સિક્કાએથી (પુ. ૨ માં તૃતીય પરિચ્છેદ અને આ પુસ્તકે પાંચમા તથા છઠ્ઠો પિર . destroyed the Sakas and restored the glory of ” શબ્દો (લેખ નં. ૩૩-૩૫) વાપર્યા છે તેના અર્થ એમ બેસાર્યાં છે કે, નહપાણના સમયે તેના જમાઈ રૂષભદત્ત તથા પ્રધાન અયમે શતવહનવંશી ઉપર જીત મેળવી (જુએ લેખ નં. ૩૫) ત્યાં દાન દીધું છે તે એટલા માટે કે (૧) જીત કર્યાંનું સ્મરણુ–સ્મારક પણ રહે; (૨) તેમ જ તે જગ્યા પ્રથમ શતવહનવંશીઓના કબજામાં હતી તેને-ખકે રાજગાદી ખેસવીને છેડી દઇને દેશના કાઈ અજ્ઞાતસ્થળે ભીતરમાં લઈ જવી પડી હતી તે પ્રસંગ, પરાજીતપક્ષને એક મોટા કલંકરૂપ ગણાતા રહી સાક્ષી આપ્યા કરે; (૩) તથા આ લાગેલ કલંક પરાજીત પક્ષમાંના એક રાજવી ગૌતમીપુત્ર શાતકરણીએ ગાદીપતિ બન્યા બાદ સ્વપરાક્રમથી, પેલા વિજેતા પક્ષવાળા નહપાણુ ક્ષહરાટનું અને રૂષભદત્તશકના સ્વધર્મીઓનુ ( નાસિક લેખ નં. ૭માં જણાવ્યા પ્રમાણે હરાવીને ) જડમૂળથી નિકંદન કાઢી નાંખ્યું હતું જેથી તે કલંક નિર્મૂળ થયેલ ગણાય. (૪) વળી રાજગાદી જે અજ્ઞાતસ્થળે લઇ જવામાં આવી હતી તેને પાછી અસલના સ્થાને, ત્યાંથી થયેલ ભાંગતોડ સમરાવી કરીને તેમ જ તે નગરને તદન નવું સ્વરૂપ આપીને તે લઈ આવ્યા હતા એમ બતાવી શકાય. આ પ્રમાણે બધા પ્રસંગ ગાઠવી કાઢયા છે; છતાં કબૂલ રાખીએ કે આ પ્રમાણે જ ખરી સ્થિતિ હતી, તા શતવહનવંશીને લાગેલ કલંકના અથવા પેંઠથી ગાદી ખસેડીને અમરાવતી લડ઼ જવાના સમય ઇ. સ.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy