________________
પ્રથમના ચાર પુસ્તકમાં નવીન હકીકત તા ભરેલી હતી જ, પરંતુ આ પાંચમામાં તા તેથીયે વિશેષ નવીન છે. એટલે ટૂંકામાં ટૂંકા ઉલ્લેખ કરવા જતાં પણ, પ્રસ્તાવનાનું કદ વધી જવાની બીક રહે છે; જેથી સારા રસ્તા એ છે કે, ચૌદે પરિચ્છેદના આરંભમાં ઉતારેલ સંક્ષિપ્ત સાર વાંચી જવા વિનંતિ છે. માત્ર ખાસખાસ બે ત્રણ ખાખતા ઉપર લક્ષ દોરવું રહે છે તેના જ ખ્યાલ અત્ર આપીશું.
(૧) આંધ્રવંશના સ્થાપક શ્રીમુખના સમય, માતપીતા અને કુળને લગતી હકીકત તદ્દન આશ્ચર્યમુગ્ધ કરે તેવી લાગશે. (૨) શકસંવતની સ્થાપના ઈ. સ. ૭૮માં શાલિવાહન રાજાના હસ્તે કરવાની મનાઈ છે તે મંતવ્યમાં પણ ઘણી રીતે સુધારા કરવા ચેાગ્ય જણાશે. (૩) મૈત્રક, ત્રૈકૂટક અને ચાલુકયવંશેની ઉત્પત્તિનું જોડાણ ગુપ્તવંશ સાથે હોવાનું પુરવાર કરી બતાવ્યું છે જેથી તે સર્વના સમય વિશે પણ નવીન જ પ્રકાશ પડતા જણાશે (૪) પ્રાચીન સમયે રાજાએ વચ્ચેનાં યુદ્ધોને રાજદ્વારી દૃષ્ટિએ જે જોવાતું રહ્યું છે તેમાં પણ ફેરફાર કરીને કેવળ ધાર્મિક દૃષ્ટિથી નિહાળવાનું બતાવાયું છે. એટલે પણ ભારતીય ઇતિહાસનું કલેવર બદલાઈ જતું દેખાશે. (૫) તે જ પ્રમાણે (સુદર્શન તળાવ અને હાથીગુંફ્રા આદિના) શિલાલેખા, (સમ્રાટ પ્રિયદર્શિનના) ખડક લેખા અને (આંધ્રપતિના) દાનપત્રા પણ ધાર્મિક ગારવતા જાહેર કરતા બતાવાયા છે; એટલે રાજ્યનું તેમજ પ્રજાનું માનસ રાજ્યલાભ અને દ્રવ્યલાભને બદલે આત્મીય ભાવનાથી પાષાયલું તથા તે જ માર્ગે વહેતું જતું દેખાશે. આવા આવા પ્રકારના નવીન તત્ત્વા પ્રગટ થતાં જણાયાં છે; જે સર્વેનાં નવીન દષ્ટિકાણથી અભ્યાસ કરવાની ખાસ આવશ્યકતા હવે ઉભી થતી જણાય છે. ફ્રીને જણાવવાની
એટલે જ પુ. ૪ની પ્રસ્તાવનામાં જે શબ્દો મેં ઉચ્ચાર્યા છે તે રજા લઉં છું કે “ભૂતકાળના વિદ્વાના ભૂલ ખાય જ નહીં, તે
વધે છે અથવા વધા
છે તે સર્વદા જડમેશલાક જ રહેવું જોઈએ ઇ. ઇ. પ્રકારનું માનસ હવે પલટા માંગે છે.” આટલી વિનંતિ કરી આ પ્રસ્તાવના સમાપ્ત કરૂં છું.
વાદરા, રાવપુરા વસંતપંચમી વિક્રમાર્ક ૧૯૯૭
વિદ્યોપાસક
ત્રિભુવનદાસ લ. શાહ