SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણ Wr, નE , કે 55 4 . દક પંચમ પરિચ્છેદ કેટલાક ઐતિહાસિક શિલાલેખ ટૂંકસાર-એતિહાસિક વસ્તુ તારવવામાં શિલાલેખો અને સિકકાઓ અતિ મહત્ત્વને ભાગ ભજવે છે તે નિવિવાદિત છે. આંધ્રુવંશને ઈતિહાસ સંકલિત કરવામાં જે જે શિલાલેખ અને સિકકાઓ ઉપયોગી નીવડયા છે તેને અભ્યાસ, તેટલા માટે પ્રથમ જરૂરિયાતને લેખાય. તેમાંથી સિકકાઓને લગતી માહિતી પુ. ૨માં અતિ વિસ્તારપૂર્વક લખાઈ ગઈ છે. અહીં શિલાલેખ સંબંધી હકીકતને પરિચય કરાવવાની આવશ્યક્તા છે. આમ તે, જ્યાં જ્યાં હકીકત લખવામાં આવે ત્યાં ત્યાં તેના પુરાવા તરીકે જ, તેવા શિલાલેખોને કે તેમાં આલેખાયેલ વસ્તુને જે નિર્દેશ કરાય તે પણ પુરતું લેખાય, પરંતુ કેટલીક વખત એક જ શિલાલેખને આધાર અનેક વખત અને કેટલીક વખતે એક હકીકત માટે અનેક શિલાલેખને આધાર લેવો પડે છે ત્યારે તે સ્થાને બધાના ઉતારા કરવાથી પુસ્તકનું કદ વધી જાય; વળી એવું પણ બને કે, ઉપયોગી થાય તેટલા જ અક્ષરે કે વાકના ઉતારા આપ્યા હોય છતાં યે, આગળ પાછળની સમજાતી મેળવવા માટે. આખાને આખા લેખમાંની વસ્તુ રજુ કરવાની જરૂરિયાત તો ઉભી રહી જાય છેજ. આ બધી મુશ્કેલીને તેડ કાઢવા માટે, જેમ સિકકાઓનું વર્ણન જાદું પાડયું છે તેમ શિલાલેઓને પણ જુદા જ તારવી સ્વતંત્ર પરિચછેદે ચર્ચવા, અને જ્યાં જરૂર જણાય ત્યાં માત્ર તેની આંક સંખ્યાને આધાર બતાવે તે શ્રેયસ્કર જણાયું છે. તેના બે પરિચ્છેદ અત્ર કરવામાં આવ્યા છે. દરેક શિલાલેખમાં, જે જે હકીકત ઉપયોગી નીવડવા વકી લાગી છે, તેનું અક્ષરશઃ ટાંચણ પ્રો. રેશ્મનના, આંધ્રુવંશના સિકકાને લગતા પુસ્તકમાંથી (Coins of the Andhra Dynasty) પ્રથમ અંગ્રેજીમાં ઉતાર્યું છે. તે બાદ તેનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. તે પછી, તેને લગતું વિવેચન મજકુર ગ્રંથકારે ઉપરોક્ત ગ્રંથમાં જે કર્યું હોય તે તે અંગ્રેજી શબ્દોમાં ઉતારી તેને અનુવાદ કરી બતાવ્યો છે. અને છેવટે, ઉપરની સઘળી હકીક્તને લગતા અમારા વિચારો દર્શાવ્યા છે.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy