________________
[૧૩] છે. 3. સાહેબની જૈનધર્મ, તત્ત્વ વિગેરેની ભાવના વિચારે, પ્રચલિત ભાવના વિચારોથી જુદા લાગે છે. તેમ તેમને આખો ઈ. સ. પૂ. ૯૦૦થી ૧૦૦ સુધીના ૧૦૦૦ વર્ષને હિન્દને ઈતિહાસ જૈનમય જ જણાય છે, તેમની જીનતત્ત્વની વ્યાખ્યા વિશાળ છે. આથી કેટલેક મતભેદ થાય એ સ્વાભાવિક છે, પણ હાલના તબ્બકે લેખકના વિચારને વેગ અટકાવ્યા અટકે તેમ નથી અને અટકાવવું તે પણ ચગ્ય નથી.
આ ત્રિજા ભાગમાં મિર્યવંશની પડતી તેનાં કારણે સાથે સમજાવાઈ છે. શુંગવંશના ઇતિહાસમાં તે વંશના રાજાઓ જૈન વિરોધી હતા અને તેમણે જેને, દ્ધો વિગેરેની કતલ ચલાવી તે ગસુત્રકાર અને વ્યાકરણ મહાભાષ્યકાર પતંજલી વિ. વૈદિકધર્મીઓની દેરવણ ને આભારી છે તેમ જણાવ્યું છે અને રાજા અગ્નિમિત્રને દુષ્ટ કલ્કીને અવતાર જણાવ્યું છે. તે પછી ક્ષહરાટ, ચેન, પાથિયન, શિથિયન અને પહલ એમ પાંચે પ્રજાની ઉત્પત્તિ, વિકાસ, તેમના પ્રસિદ્ધ રાજાઓનાં વૃત્તાંત અને અસર તથા પડતી વિગેરે વર્ણવ્યાં છે. આ ઈતિહાસ સ્મિથ સાહેબના ઇતિહાસ સાથે મેળવી અભ્યાસકેએ વાંચવા જેવો છે. મથુરા, તક્ષશીલા વગેરે શહેરેને ઈતિહાસ પણ જાણવા જેવું છે. આમાં ઘણી નવી જૂની બાબતો તથા મતભેદે દર્શાવ્યા છે. એકંદરે તેમને પ્રયાસ ઉત્તેજનને પાત્ર છે અને અભ્યાસકોને ઘણી જાણવા વિચારવા, મતભેદ દર્શાવવા જેવી સામગ્રી એકઠી કરાયેલી છે.
3. શાહ ટીકાઓથી ન ડરતાં તેમને પ્રયાસ અપૂર્ણ ન મુકે એમ આપણે ઈચ્છીશું. તા. ૫-૬-૩૮
ગુજરાતી (૫) લેખક- છે. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ, એલ. એમ એન્ડ એસ : પ્રકાશકે શશિકાન્ત એન્ડ કું. વડોદરા. પાનાં ૩૮+૪૧૪+૧૬+૮. કિંમત રૂા. શા | ગુજરાતી પ્રકાશનના ઈતિહાસમાં આ પુસ્તકનું સાહસ અજોડ ગણાય તેવું છે. ખાસ કરીને વિદ્વતા, બહેની સામગ્રી ને હોંશ પ્રશંસનીય છે. લેખકે બહુ પ્રમાણમાં શ્રમ લીધું છે. અને પોતે માની લીધેલ મતાન્તરનું સમર્થન જારીવજારી જાણનારા વકીલની માફક બહુજ ઉલટથી કર્યું છે.
ગ્રંથને ઉદ્દેશ જૈન સંપ્રદાયના ઈતિહાસને ઉદ્ધાર કરવાનો છે. આ કાર્ય કરવા માટે લેખકને બહુ ઊંડા પાણીમાં ઉતરવું પડયું છે. પરિણામે અત્યાર લગી જે જે હકીકતો બૌદ્ધ સંપ્રદાયને લગતી મનાતી આવી છે એ જૈન શાસનને લગતી છે એમ નક્કી કરવા તરફ સારી પેઠે આગ્રહ રાખવામાં આવ્યો છે. એથી પુસ્તક ઘણુંજ ચર્ચાસ્પદ થઈ પડયું છે. આ ભાગમાં આવી બાબતે ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. મિર્યવંશના અશોક સિવાયના મોટા રાજાઓ બાદ્ધ નહીં પણ જૈન હતા. ગ્રીક લોકેને સંકેટસ એ ચંદ્રગુપ્ત નહિ પણ અશેક (અંડાશેક) છે. પ્રિયદર્શિન એ અશોકનું ઉપનામ નથી