________________
પચમ પરિચ્છેદ
period downwards= પુતળાંની ખાસ વિશિટતા તે તેમના કાનનું અસમાન કદ છે (એટલે કે માર્યુ અને ધડ; તે એના પ્રમાણમાં કાનની લંબાઈ જે જોઈએ તે કરતાં વિશેષ છે) આ પ્રમાણેની સ્થિતિ, ગુપ્ત સમયના પછીની જૈન અને બૌદ્ધની મૂર્તિઓમાં આપણી નજરે પડે છે.” એટલે તેમનું કહેવું એમ છે કે મૂર્તિના કાન જોતાં, તે ઇ. સ. ની ત્રીજી કે ચેાથી સદીના કાળની જૈન અને બૌદ્ધ મૂર્તિના જેવી દેખાય છે. ધ્યાન રાખશેા કે અહીં તેમણે બ્રાહ્મણ ધર્મ કે વૈદિક સંસ્કૃતિનું નામ જ લીધું નથી; જ્યારે પ્રથમ વખતે તેમણે જ મત આપ્યા છે કે, વૈદિક સંસ્કૃતિ પહેલી પ્રવેશી હતી અને પછી જ બૌદ્ધ છે અને જૈનનું તે। નામનિશાન પણ નથી. આ ઉપરથી સમજાય છે કે તેમને પેાતાને અમુક નિર્ણય ઉપર આવવાને બહુ કઠિન લાગ્યું છે. લગભગ દશેક વર્ષ ઉપર ડૉક્ટર નાગ નામના બંગાળી વિદ્વાન જે ખાસ આ સુમાત્રા અને જાવાની મુલાકાતે ગયા હતા તેમણે પાછા આવતાં પેાતાને થયેલ ત્યાંનાઅનુભવ ઉપર મુંબઈમાં ધી રાયલ એશિયાટિક સાસાઈટીની શાખામાં એક સરસ પ્રવચન આપ્યું હતું. તેમાં પણ એવા જ ધ્વનિ નીકળતા હતા કે આ સર્વ બૌદ્ધ સંસ્કૃતિના જ પ્રતાપ હતા. મતલબ કે તેમણે પણ વૈદિક સંસ્કૃતિને પ્રાધાન્ય આપ્યું નહેતું જ. આટલી તવારીખથી સમજાય છે કે, આર્યન પ્રજામાંની વહેલામાં વહેલી જો કાઇ પણ સંસ્કૃતિ તે બાજી જવા પામી હોય તેા વૈદિક નહીંજ પરંતુ તે બૌદ્ધ કે જૈન જ છે. આ ખેમાંથી પહેલી કઈ જવા પામી છે તે એક ગૌણુ વિષય છે. છતાં જો આપણે ઐતિહાસિક ધટનાઓના આધારે એટલું પણ કહી શકીએ છીએ કે, રાજા ખારવેલના સમયે એટલે ઇ. સ. પૂ. ની ચેાથી સદીથી ત્રિકલિંગના વતનીએ ખર્મોમાં ઉતરવા મંડયા હતા, અને ત્યાં તેમને તૈલંગ નામથી ઓળખતા હતા; તેમજ કાળે કરીને તેમની શાખાપ્રશાખાઓ, ઇન્ડાનિશિયામાં પહેાંચી હતી; તે પછી નીચે જણાવેલી ત્રણ સ્થિતિ જેવી કે (૧) આ શાખાપ્રશાખા બૌદ્ધ સંસ્કૃતિ વાળી જ હતી (૨) ૩ જૈન અને બૌદ્ધ સંસ્કૃતિ
૪૬
તથા સામાજીક જીવન
૩૬૧
ખહારથી જોનારને ખતે, એક સરખીજ લાગતી હાવાથી (જીએ પુ. ૨ માં પ્રથમના એ પરિચ્છેદનું વર્ણન) વિદ્વાન તે એ વચ્ચેના તફાવત પારખી શક્યા નથી તેથી જ એવું ઉચ્ચારણ કરતા થયા છે (૩) કે પછી અશાક અને પ્રિયદર્શિન સમ્રાટના શિલાલેખ વચ્ચેની ભિન્નતા નહીં સમજાયલી હાવાથી જેમ એકની કૃતિ ખીજાને નામે ચડાવી દેવાઈ છે—દેવાય છે, તેમ અહીં પણ બનવા પામ્યું છે; તેમાંથી કઈ સ્થિતિ હાવાનું વાસ્તવિક છે તે સંશાધનના એક મહત્ત્વના વિષય બની રહે છે.
જેમ અન્ને જણા જૈનધર્મીનુયાયી હતા તેમ અનેક ખાખતામાં તેએ સરખા દરજ્જે મૂકાય તેવા ગુણા ધરાવતા હતા. એકે જેમ કલિંગજીનમૂર્તિને કબજો મેળવવા આકાશપાતાળ એક કર્યું હતું તેમ ખીજાએ કર્લિંગદેશ પેાતાને હસ્તક લેવા માટે પેાતાની જીંદગીમાંનું અજોડ યુદ્ધ ખેલ્યું હતું. આ બન્ને પ્રસંગેામાં બન્ને જણાને સ્વધર્મી એટલે જૈનાવલખી રાજા સાથે જ બાથ ભીડવી પડી હતી તેટલે દરજ્જે સમાન પ્રસંગેા લાધ્યાનું કહી શકાય. એક પેાતાના ધર્મનાં દ્યોતક સ્મારક તરીકે થાકબંધ દ્રવ્ય ખર્ચી મહાવિજય નામે પ્રાસાદ, અર્જુન કાયનિષિદી સ્તૂપ, શ્રમણવિહારા ઈ. બંધાવી તેના નિભાવાર્થે પૂજાને દાન આપ્યાં છે તથા કાયમી પગાર બાંધી આપ્યા છે ત્યારે ખીજાએ, લાખા અને કરાડાની
સંખ્યામાં નવાં જ જીનાલયે, મૂર્તિએ ( ધાતુની તેમજ પાષાણની અને કાઈ કાઈ પ્રસંગે સુવર્ણની– કિંમતી પદાર્થાની ) બંધાવ્યાં છે તેમ અનેકના જીર્ણોદ્ધાર કરાવ્યાં છે. એટલે કે બન્નેએ સ્વધર્મરક્ષણાર્થે નવીન પ્રવૃત્તિ આદરવામાં તથા જે હતી તેને કાયમી મનાવવા માટે એકસરખા પુરૂષાર્થ સેવ્યા છે. તેમ બન્ને જણાએ દાનશાળાઓ તથા ધર્મશાળા, પણ બંધાવી છે. ખન્ને જણાએ યુદ્ધમાં એકસરખાં પરાક્રમ અને શૌર્ય જેમ દાખવ્યાં છે તેમ પરાજીત પ્રત્યે હૃદયની ઉદારતા બતાવી તેઓને તેમના અસલના સ્થાન ઉપર પુનઃસ્થાપિત પણ કર્યાં છે. દેખીતી રીતે
પ્રિયદર્શિન સાથે
ખારવેલની સરખામણી