________________
તૃતીય પરિચ્છેદ
રાજા ખોરવેલ (ચાલુ)
હાથીગુંફાના લેખને અનુવાદ ટૂંકસાર–હાથીગુફાના લેખની ઐતિહાસિક દષ્ટિએ સમજાવેલી મહત્તાઅત્યારસુધી તે ઉપર ચાલી આવતા મંતવ્યને આપેલ પ્રથમ ખ્યાલ–તે બાદ તેમાંથી પંક્તિવાર વાક તથા શબ્દો લઈ, કારણ સાથે થતા મતફેરની કરેલી રજુઆત તથા તેમાં સમાયલ મુદ્દાઓની આપેલી સમજૂતિ
તેની સત્તર પંક્તિઓમાંથી કેવળ બે જ વિના મતફેરવાળી છે; બાકીની પંદરમાંથી, ફૂટ તેમજ સરળ મળીને ૩૬ મુદ્દાઓ જેવા કે, વેનરાજ, મુસિકનગર, ૧૦૩ને આંક, મયંકાળે ઉછેદ પામેલ ચેસદ્ધિ, કલિંગજીનમૂતિ, રાજગૃહ, મથુરા, યુનાની રાજા, ભિંદતિ મરદેશ, બૃહસ્પતિમિત્ર, કાયનિષદી, ઈ, શબ્દો અને વાક્યપ્રયોગો) એવા ઉભા થયા છે કે જે ખૂબ સ્પષ્ટીકરણ માંગી રહ્યા છે; વળી તે ૩૬ માંથી કેટલાયમાં પેટા સવાલ ઉભા કર્યા છે, આવી રીતે લગભગ ૫૦ જેટલા પ્રશ્નો જે ઉપસ્થિત થયા છે તે સર્વેની, એતિહાસિક વિગતે, દલીલ અને અન્ય પરિસ્થિતિ ટાંકી ટાંકીને કરેલી ચર્ચાજેથી હાથીગુફા લેખના વિધાયક રાજા શ્રી ખારેલ જે જૈન ધર્મ પાળી રહ્યો હતો તેની અનેક વિગત ઉપર પાડેલ પ્રકાશ–વિદ્વાનેએ આ જૈનધર્મનું સાહિત્ય બિલકુલ તપાસેલ નહીં હોવાથી, લેખને અર્થ બેસારવામાં તેમને નડેલ મુશ્કેલીઓનું, તથા મળેલ નિષ્ફળતાનું વાકયે વાકયે દેખાઈ આવતું ચિત્ર–તેના નિપજતા અર્થમાંથી, એક જૈન રાજા કેવા પ્રકારનું જીવન ગુજારી શકે છે તેને આવતે ખ્યાલતે ઉપરથી રાજા ખાલનું ચારિત્ર્ય કઈ કક્ષાએ વ્યતીત થઈ રહ્યું હતું તેને મળતે પરિચય–કુદરતના કાયદાએ બતાવેલ પડચાઓની વચ્ચે વચ્ચે આપવી પડેલી સમજૂતિ