________________
Fક
: ITI
પ્રથમ પરિચ્છેદ
ટૂંકસાર –તે સમયના ત્રણે ધર્મોના સાહિત્ય ગ્રંથોમાં કાળગણના માટે અખત્યાર કરેલી પદ્ધતિની આપેલી સમીક્ષા, તથા હિંદમાં દેશપરદેશી ભૂપતિઓએ તે માટે કરેલી રીતને આપેલ સંક્ષિપ્ત ઈતિહાસ– | વિક્રમ સંવત્સરની સ્થાપના વિશે વિદ્વાનનું રજુ કરેલ મંતવ્ય-સંવત સ્થાપક શકારિ વિક્રમાદિત્ય કહેવાય છે છતાં તે વ્યકિત કેણ? ને કયારે થઇ હતી? તે હજુ સુધી નક્કી કરાતું ન હોવાથી, લગભગ દશેક વિદ્વાનોના વિચારોનું અક્ષરશઃ અવતરણ રજુ કરી, તે ઉપર ચલાવેલ વિવાદ અને તેમાંથી તારવી કાઢેલ રહસ્ય-છેવટે તેમણે રજુ કરેલ શંકા પર ઈ. સ. પૂ. પ૭ થી એક હજાર વર્ષ સુધીમાં વિક્રમાદિત્ય અને ભેજદેવ નામની થયેલ બારેક જેટલી વ્યક્તિઓ તથા તેમને સમય શોધી કાઢી, તેમાંના કેને શકારિ વિક્રમાદિત્ય કહી શકાય તેની કરી આપેલી સંપૂર્ણ ખાલી તથા તેના સમયને પાકે પાયે કરી આપેલે નિરધાર–
વિક્રમ સંવત્સર અમુક વખત સુધી વપરાતે બંધ પડે છે તેનાં કારણોના અનુમાનની લીધેલ તપાસ તથા પ્રાચીન ગ્રંથકારોએ સંવતને નામઠામ આપ્યા વિના તેની સાથે માત્ર જોડેલ આંકડા ઉપરથી નીપજતી મુશ્કેલીઓનો આપેલ ખ્યાલ-તેમજ ખુદ વિક્રમ સંવતની આદિ માટે રજુ થયેલ બે આંક વચ્ચેના ભેદનો આપેલ ખુલાસે–