SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] : જાલકનો સંબંધ ૪૦૫ કામિરપતિ બન્યો સંભવી શકે છે, પણ તે પૂર્વે તે નહીં, કારણ કે પ્રિયદર્શિન પછી તેને ચેક પુત્ર વૃષભસેન અવંતિપતિ થયો હતો અને તેની અવિચારી અને ધમધ રાજનીતિથી, અનેક પ્રદેશો મૌર્ય સામ્રાજ્યથી વિખુટા પડી ગયા હતા. એટલે વૃષભસેનથી તેને ભાઈ જાલૌક પણ છૂટ પડી સ્વતંત્ર બન્યા હોય તે તદન બનવા જોગ છે અને સ્વીકાર્ય પણ છે. હવે જે તેનું રાજ્ય આશરે ૩૦ વર્ષનું ગણીએ તો ઇ. સપૂ. ૨૩૭ થી ૨૦૦ ગણાય. અને તે દરમ્યાન તેણે તે મુલકમાં પથાર કરીને પડી રહેલ પ્લેને હરાવીને તે દેશ ઉપર પિતાનું સ્વામિત્વ બેસાડી દીધું ગણાય. જ્યારે પુષમિત્ર અને બેકટ્રીઅન સરદાર યુથીડેમેસના વૃત્તાંત ઉપરથી સાબિત થાય છે કે તે સમયે તે સર્વ પ્રદેશ ઉપર તે આ બે જણાની સત્તા જામેલી હતી. તેમને એક ( યુથીડેમોસ તો પંજાબપતિ અને સૂરસેનાપતિ પણ હતા. ઈ. સ. ૫, ૨૩૦-૨૦૫ જુઓ પુસ્તક ત્રીજું. અને બીજો પુષ્યમિત્ર કે જેના તરફથી તેના પૌત્ર વસમિ. યવન સરદારે સાથે જગી અને ખૂનખાર લડાઈ કરી પાંચાલ અને સૂરસેન જીતી લીધા હતા ઇ. સ. પૂ. ૨૦૩) એટલે હજુ એમ બનવા જોગ છે કે, રાજા જાલૌકે પંજાબ દેશ પ્લેઓ પાસેથી છોડવી લીધે હોય પણ પાંચાલ અને સૂરસેન તે નહીં જ. આમ માનવામાં પણ પાછો એક પ્રત્યાવય આવે છે, કેમકે જે જાલીકના કજે જ પંજાબ દેશ આવી ચૂકયો હોય, તે પછી યુથીડેમસની પાછળ ગાદીએ આવનાર તેને પુત્ર ડિમેટ્રીઅસ પિતાની રાજગાદી સાકેત અથવા વર્તમાનના શિયાળકેટમાં ઇ. સ. પૂ. આશરે ૧૯૦–૧૯૫ માં સ્થાપી મજબૂત બની શકે શી રીતે ? એટલે બે જ સ્થિતિ સંભવી શકે છે. ( જે રાજ્યતરંગિણિનું કથન સાચું જ ઠેરવવું હોય તે ) (૧) રાજા ( ૧૨ ) જાઓ ઉપરમાં નં. ૧૧ જાલૌ કે ૫ જાબ અને સૂરસેનવાળો પ્રદેશ પ્લેચ્છ પાસેથી-યુથીડેમેસના સરદાર પાસેથી–મેળવેલ તે થોડોક વખત રહ્યો હોય ત્યાં પાછો ગુમાવી - બેઠો હોય, અને તેમાં સૂરસેન પાછો વસુમિત્રના હાથમાં (અગ્નિમિત્ર શુંગની આણામાં આવ્યા હોય, અને પછી ડિમેટ્રિઅસનાં હાથમાં ગય હોય. આ પ્રમાણે આ પ્રાંતે બે ત્રણ રાજાના હાથમાં થોડા થોડા વરસના ગાળામાં જવા પામ્યા હોય.(૨) અને કોતો તે પ્રતિ જાલૌને બિલકુલ મેળવ્યા જ ન હોય; જે મેળવ્યા જ નહીં એમ ઠરે તો રાજતરંગિણિકારનું કથન ખોટું કરે અને વારંવાર હાથે બદલે થયો હોવાનું ઠરે તે, રાજા જાલૌક બહુ જ અરે કે પરાક્રમી ગણી ન શકાય. આ પ્રમાણે એક વાત થઈ. - હવે બીજી વાત --જાલૌકની પછી દામોદર બીજે થયું છે. એટલે તે બાદના તુર્ક ઓલાદના ત્રણ રાજાઓ કાશિમરપતિ થયા ગણાય. જાલૌકની પછી જ લાગશે દામોદર થયો કે, થોડા અંતરે તે, રાજતરંગિણિમાં લખેલ નથી. પણ સમજાય છે કે, તુરત જ તે રાજા થયો હશે અને જાલૌકને પુત્ર જ થતું હશે. પણ તેને રાજ્ય અમલ માત્ર કાશ્મિરની હદમાં જ સંકુચિત થઈ રહ્યો હશે. કારણ કે, ઉપરના ડિમેટ્રીઅસના યવન આધિપત્ય બાદ તે સૂરસેન પ્રાંત ઉપર પાછુ મિનેન્ટરનું અને તે બાદ શુંગપતિ ભાનુમિત્રનું સ્વામિત્વ થયું હતું. ( જુઓ ત્રીજા પુસ્તકે તેમનું વૃત્તાંત) અને એટલું તો ચોકકસ જ છે કે, એક સમયે એક પ્રદેશ ઉપર બે સત્તાને અધિકાર ન જ પ્રવર્તી શકે. એટલે સાબિત થાય છે કે, દામોદર બીજાનું રાજ્ય માત્ર કાશિમર ના પ્રદેશમાં જ હશે. તેને સમય આપણે અંદાજે ઇ. સ. પૂ. ૨૦૭ થી ૧૭૭=૩૦ વર્ષ ગણી શકીએ. અથવા જાલૌકનું રાજ્ય છે. સ. પૂ. ૨૩૭ થી ૧૯૭=૪૦ ગણે. અને દામોદરનું છે. સ. પૂ. (૧૩) જુઓ તેમના વત્તાંતમાં
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy