SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦. પ્રિયદર્શિનની [ દ્વિતીય લોકેએ કયારનું સ્વીકારી લીધું છે કે, તેમના ધર્મની કેટલીક અગત્યની તાસુબીઓ બૌદ્ધધર્મને આભારી છે. અને એમ પણ સ્વીકારાયું છે કે, ખ્રીસ્તીધર્મની સ્થાપના થયા પૂર્વે પણ આ ઇસેનીઝ પ્રજા અસ્તિત્વમાં હતી. આપણે પણ અહીં એજ સાબિત કરીએ છીએ કે, અરબસ્તાન, સિરિયા વિગેરે દેશોમાં ધમ્ય મહામાત્રાએ ( semi-ascetic order ) ઇ. સ. પૂ. ત્રીજી સદીમાં જૈનધર્મ પ્રસાર્યો હતે. ઉપરના પુસ્તકમાં Jewish યાહુદી ધર્મ પાળતી તે પ્રજાને જે બતાવી છે તે પણ વ્યાજબીજ છે. કારણકે સિરિયા અને પેલેસ્ટાઇનના કિનારા ઉપર પણ, આ. ઇસેનીઝ લેકેને વસવાટ છે. આ બધાને સાર એમ નીકળે છે કે, ઈ. સ. પૂ. ત્રીજી સદીમાં આ સર્વ પ્રદેશ ઉપર સમ્રાટ પ્રિયદર્શિનના મેકલેલ ધમ્મ મહામાત્રાના ઉપદેશની અસર ફરી વળી હતી. અને તેને પલટ થઈને-ધર્મક્રિયામાં કાંઈક પરિવર્તન પામીનેખ્રીસ્તીધર્મ પાળતી તે પ્રજા બનતી ગઈ હતી. ઉપર પ્રમાણેની (અવંતિની પશ્ચિમ દિશાની) વિજયયાત્રા૧૦૧ કરીને પોતે લગભગ અઢી વરસે૦૨ પાછો ફર્યો હતો. તે બાદ થોડો વખત પાટનગરે રહી, હિંદની દક્ષિણ તરફ વિજયયાત્રાએ નિકળ્યો. પ્રથમ ભેટ આંધ્રપતિ શાતકરણી કે જેના તાબામાં અત્યારે કલિંગ દેશ પણ હતા, તે છઠ્ઠા આંધ્રપતિ સ્કંધ૧૦૩ સ્તંભની સાથે થયો. આ આંધ્રપતિઓ ઠેઠ બિંદુસારના સમયથી સ્વતંત્ર થઈ ગયા હતા તેમ હજુ પણ સ્વતંત્રતા નીભાવ્યે રાખી હતી. અને તેથી જ સમ્રાટ અશોકને પિતાના કુંવર મહેંદ્ર ભિક્ષુકના નેતૃત્વ નીચે નીકળેલા ભિક્ષુમંડળને, સિંહલદ્વીપની યાત્રાએ જતાં, સફળ સફર ઇછતી વેળાએ, મહાનદીના મુખ પાસેના સમુદ્ર તટેજ વિદાય દેવી પડી હતી. કેમકે કલિંગ અને આંધ્રદેશ ઉપર તેની પિતાની આણ ચાલતી નહોતી. આ છઠ્ઠા આંધ્રપતિને સમ્રાટ પ્રિયદશિને લડાઈમાં જીતીને, સલાહ કરી હતી. અને આંધ્રપતિને સમ્રાટ પ્રિયદર્શિનનું સાર્વ ભૌમત્વ સ્વીકારી પિતાના રાજકુટુંબની કન્યા ( આ રાજકન્યા છઠ્ઠા આંધ્રપતિની પુત્રી અને સાતમા આંધ્રપતિની બહેન સંભવે છે ) વિજેતાના રાજકુટુંબમાં આપવી પડી હતી. તથા મહારાજા પ્રિયદર્શિને પણ તેમને તેમની ગાદી ઉપર કાયમ રાખી, ખંડણીને સ્વીકાર કરી, ૧૦૫ પિતાના કદમ દક્ષિણે લંબાવ્યા હતા. આગળ જતાં ચેલા રાજકતોને કારમાંડાવાળા તટપ્રદેશના૧૦૧ ભૂપતિને તથા પાંડયવંશી રાજકતને૦૭, આંધ્રપતિની માફક છતી ખંડણી (૧૦૧ ) જુએ હવેના પરિચ્છેદે “દેશ ઉપરની છત તથા ધર્મયાત્રા” વાળ પારિગ્રાફ. (૧૦૨ ) ખડક્લેખ નં. ૧૩ જુઓ, (૧૦૩ ) આ યુદ્ધ સાતમા આંધ્રપતિ સાથે કે જેને શાતકરણી બીજે કહેવાય છે તેની સાથે થયાનું અત્યાર સુધી હું માનતો હતો. પણ વિશેષ વિચારણાથી હવે એમ સમજાય છે કે, તેના પિતા છઠ્ઠા આંધ્રપતિ સ્ક ધ સ્તંભ સાથે થયાનું તે કહેવું વધારે વેગ્ય ગણાય છે. ( ૧૦૪ ) જુએ આગળ આંધ્રપ્રદેશના વણને તથા ઉ૫ર ટી. ૪૨ ( ૧૦૫ ) નાગરી પ્રચારિણી પત્રિકા પુ. ૧૦ ભાગ ૪. પૃ.૬૬૫ ટી. ૬૩ (સંપ્રતિને કાઠીયાવાડ ઔર દક્ષિણા પથકે સ્વાધિન કીયા એસા નિશીથચૂણિમાં લીખા હૈ-આ ગ્રંથ જૈન આગમ ગ્રંથ છે અને સન્માનીત છે: તેજ પુસ્તક પૃ. ૬૬૫:---ઉજૈનીમેં રહેતા હુવા સંમતિ અવંતિ કે અતિરિક્ત સારે દક્ષિણા પથ ઔર કાઠિયાવાડ કે અમને વશ કર લેતા હે.) (૧૦૬ ) તે પ્રદેશમાંથી જે સિક્કા મળી આવ્યા છે તે જુઓ ( સિક્કાચિત્ર આંક નં. ૭૩ ૭૪-૮૧ ) તેમાં હાથી તથા ઉજૈનીનું ચિહ્ન છે તથા પુગુમાવી આંધ્રપતિનું નામ પણ છે. એટલે સમજાય છે કે, ત્યાં
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy