________________
પરિચ્છેદ ].
દિવિજય યાત્રા
૩૦૯
એક બીજાની તાબેદારીને કે કોઈ કાઈનો ખંડિયે છે એમ કહી શકાય જ નહીં. સેલ્યુકસ નિકટરે મિ. મેગેસ્થેનીઝને પાટલિપુત્ર દરબારે પિતાના એલચી તરીકે મૂકયો હતો, તે સંજોગો તે જુદા જ હતા. આ હકીકત સમ્રાટ પ્રિયદર્શિનના પિતાના ખડકલેખના લેખનથી પણ સિદ્ધ થઈ શકે તેમ છે. એટલે જૈનગ્રંથમાં જે એમ હકીકત નીકળે છે કે સમ્રાટ સંપ્રતિએ મિસર તથા ગ્રીસના યવન રાજાઓને પણ જીતી લીધા હતા તે બહુ માનવાયોગ્ય નથી. પણ તેને અર્થ જે એમ કરી શકાતું હોય કે તેવા શાકા૫ બિહારના પ્રદેશોને તેણે અર્ધ સત્તાધીશquasi dependent states-4164 $! તે તે બનવાજોગ છે ખરૂં. બાકી એ પણ ખરૂં છે કે તેણે મિત્રાચારીની ગાંઠથી તેમને એટલા તે સજજડ બાંધી લીધા હતા અને પિતાની પ્રભાવ-શક્તિને એવો તે ખ્યાલ તેમના મનઉપર ઠસાવી દીધો હતો કે, સંપતિએ જ્યારે પિતાના ધમ્મમહામાત્રોને આ યવનરાજા–મિત્રો–ના રાજ્ય ઉપદેશ દેવા મોકલ્યા ત્યારે તેઓએ વિનાસંકોચે તેમને ફરવા દીધા હતા.૯૭ અને પોતાની પ્રજામાં છૂટથી ઉપદેશ દેવા સગવડતા કરી આપી હતી. તે ઉપદેશકેના ઉપદેશની અસર જો કે આ બધી પ્રજા ઉપર સારી રીતે થઈ હતી, પણ પાશ્ચાત્ય પ્રજાના ઇતિહાસમાં તે માત્ર એક સીરીયા પ્રાંત
ને દરિયા કિનારે વસતી અસલની એસેનીઝ પ્રજા ઇ. સ. પૂ. ની બીજી ત્રીજી શતાબ્ધિમાં જૈન ધર્માનુયાયી હોવાની સંભાવના જળવાઈ રહેલી આપણે નીહાળીએ છીએ. આ બાબતમાં એન્સાઇક્લોપીડીઆ ઓફ રીલીજીઅન્સ એન્ડ એથીક્સ પૃ. ૪૦૧ને ઉતારે ટાંકીને ડો. ભાંડારકર પિતાના અશોક નામના પુસ્તકે પૃ. ૧૬૫ જણાવે છે કે, “ One such sect is that of Essenes,૧૦૦ whose clergy formed a small monastic Jewish order, with their quaint semi-ascetic practices and lived on the shores of the Dead Sea=ઈસેનીઝ નામની આવી એક પ્રજાપ૦૦ છે, જેના પાદરી વર્ગનું યાહુદી ધર્મ પાળતું એક નાનું મંડળ બનેલું છે. તેમના ધર્મનાં અનુષ્ઠાન અધો વિચિત્ર છે અને તેઓ મૃત્યુસમુદ્રના કિનારે વસે છે. વળી આગળ જતાં જણાવે છે કે, and it has long since been admitted by scholars that they were indebted to Buddhism for some of their important characteristics. It has also been admitted that the Essenes were in existence even before the rise of Christianity = અને વિદ્વાન
( ૯૬ ) મતલબ એ થઈ કે, જે જે પ્રાંત હાલ એશિયામાં ગણાય છે ( જેને અસલ ગ્રંથોમાં શાકદ્વીપ વર્ણવે છે) તે બધા જીતી લીધેલ અને તેની પેલી બાજુ દરિયાપારના મુલકે સાથે મિત્રાચારી બાંધી લીધેલી હતી એમ કહી શકાય.
( ૯૭ ) ગુ. વ. સે. અશોક ચરિત્ર પૃ. ૧૪૩. ( કઈ પરદેશી સત્તા બીજા રાજાને પોતાની હદમાં ધર્મ ઉપદેશ કરવા કયારે રજા આપે કે જ્યારે તે તેમની સત્તાના તેજમાં અંજાયા હોય તેજ ).
( ૯૮ ) સીરીયા અથવા પેલેસ્ટાઈન: અને તેની રાજધાની જેરૂસલેમ: કહે છે કે પ્રીસ્તી ધર્મના સ્થાપક,
ઇસુ ખ્રીસ્તીનું સ્વર્ગગમન અત્રે થયું છે. ચાહુદી લોકો પણ આ સ્થળને પરમ પવિત્ર તરીકે ગણે છે. એટલે એમ માનવાને કારણું મળે છે કે, આ પ્રાંતની વસ્તીમાં, તેમજ ઇમુખ્રીસ્તીના ધર્મમાં જે આર્ય સંસ્કૃતિનું સામ્ય ભરેલું કાંઈ ત જોવામાં આવે છે તે આ રાજા પ્રિયદર્શિને ત્યાં ધમને ફેલાવો કરાવ્યો હતો તેના અવશેષમાંથી ઉદ્ભવેલું હશે. ( જુઓ ઉ૫ર ટી.
| ( ૯ ) જુએ ઉપરની નેટ નં. ૮૯ તથા ૯૦.
(૧૦૦ ) ઉપરની ટીકા નં. ૯૯ તથા ૮૯ ની હકીકત જુઓ અને સરખા,