SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] નજરે હિંદ ૫ કે અમાત્ય મંડળ બાંધી શકાયું નહીં; એટલે અશે કે મક્કમ હાથે પિતાને માર્ગ મોકળો કરવાને નિશ્ચય કર્યો. આ બાજુ તેની સ્થિતિ આવા પ્રકારે હતી. ત્યાં બીજી બાજુ પંજાબમાં તે માંડળિકેએ, મગધનું ડામાડોળ રાજકીય વાતાવરણ જોઈ, પાછું અંદર અંદર લડવા માંડયું. ત્યાં ત્રીજી બાજુ, યવન બાદશાહ અલેકઝાંડર જે પણ ભર યુવાવસ્થામાં હતું અને પિતાના બાહુબળથી સમગ્ર ભૂમિ છતીને પિતાને મહાન બાદશાહની ગણનામાં મૂકવાને મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતા, તથા જેના કાને હિંદભૂમિની જાહોજલાલી તેમજ અનેક પ્રકારનાં ગૌરવ પડી ચૂક્યાં હતાં એટલે તે દેશ જેવાનું જેને વારંવાર મન થયા કરતું હતું; તથા તે વિષેની તમન્ના ને તમન્નામાં જ પિતાના ગ્રીક દેશથી માંડીને પૂર્વ દિશામાં એશિયાના સર્વે મૂલકા છતત જીતતે ઈરાન સુધી આવી પહોંચ્યો હતો, તેને વળી વિધાતાએ આ રસ્તે સૂઝાડી દીધો એટલે તેને તે આ તક સોના જેવી લાગી. અને તુરત જ તેણે હિંદ તરફ પ્રયાણ આદર્યું. ઇ. સ. પૂ. ૩૨૭. પ્રથમ તક્ષીલા દેશના અભીરાજાને જીતી, ઝેલમ નદી ઓળંગી આગળ વધ્યો. પણ ત્યાં તે ચિનાબ અને રાવી નદીના પ્રાંતમાં પિરસ નામને હિંદુ રાજ સામો થયેઃ અને યુદ્ધમાં છે કે તેણે પ્રથમ તે અતિ કૌશલ્ય દાખવ્યું હતું, પણ અંતે તેના સાધન કમી હોવાથી કે ઘર ફૂટ ઘર જાય તેવી ઘટના બનવાથી કે તેના સૈનિકમાંથી કોઈએ, દુશ્મનને માર્ગ બતાવી દેવાથી, ( થોડા માઈલને ચકરાવો ખાઈને અમુક સ્થળે પહોંચાય તે ત્યાંથી નદીને પટ્ટ એછી મુશ્કેલીથી પહોંચી શકાશે અને હિંદી રાજાના મુલકમાં પ્રવેશ કરી શકાશે આ પ્રમાણે ) રાજ પિરસને હાર ખાવી પડી હતી; એટલે આ અભી અને પોરસ રાજા બન્નેએ અલેકઝાંડરનું માંડળિકપણું સ્વીકાર્યું હતું. અલેકઝાંડરે હિંદને ભાગ છતી લીધો ત્યારથી તે તેણે પાછું હિંદ છેડયું ત્યાં સુધી હિંદમાં શું સ્થિતિ હતી તે આપણે જોઈ ગયા છીએ અને હવે, પોતે હિંદ છોડી ગયો ત્યારે તે પ્રાંત ઉપર કેવી રીતે રાજ્ય વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી હતી તે જોઈએ. તે માટે તે એક લેખકના વાકયે જ સદાબરા ટાંકવાથી, વાચકવર્ગને તેને સંપૂર્ણ ખ્યાલ આવી જશે. તે લખે છે કે ઇ. સ. પૂ. ૩૨૫ ના અંતમાં અલેકઝાંડરે જ્યારે હિંદની સરહદ છોડી, ત્યારે પિતાના હિંદી પ્રદેશ માટે નીચે પ્રમાણે વ્યવસ્થા કરી હતી: ( ૧ ) જ્યાં આગળ પંજાબની નદીઓ સિંધુમાં ભળે છે ત્યાં સુધીના સિંધ દેશ ઉપર, એગેનેરના પુત્ર પિનને અખત્યાર રાખ્યો હતે. ( ૨ ) આ નદીઓના સંગમની ઉત્તરે, માલવી, ક્ષુદ્રક વિગેરે જીતાયેલી પ્રજાને મુલક હતા તેના ઉપર ફિલિપની સરદારી રાખી હતી. અને ફિલિપના હાથ તળે મૂકાયેલા મહાલની ઉત્તરે આવેલ તક્ષિા વાળો ભાગ (રાજા) અભિને સોંપાયો હતો. કેમકે આંભિએ અલેકઝાંકરને હિંદ ઉપરની લડાઈમાં ઘણી જ સહાય આપી હતી. પણ દેખાય છે કે આંભિ ઉપર લશ્કરી સત્તા તો૪૨ ( ઉપરના ) ફિલિપની હતી. ગ્રીક, મેસિડોની અન્સ અને ગ્રેસીઅન સૈનિકોનું બનેલું મોટું લશ્કર ( આ ) ફિલિપના અધિકારમાં મૂકાયું હતું. ( તેમજ ) યુડેમોસ નામના અમલદારને (પણ) ઘેસીઅન સૈનિકે આપવામાં આવ્યા હતા. ( ૩ ) નં. ૨ માંના પ્રદેશની પૂર્વની ઉપર રાજા પોરસનું રાજ્ય હતું. આ પિરસને ઝેલમ ( ૩૯ અહીં રાજત્વની ભાવના પ્રવર્તતી હતી. જ્યારે પંજાબમાં ગણતંત્ર રાજ્ય ચાલતું હતું. (૪૦) જુઓ ષષ્ઠમ પરિચ્છેદે ટી. નં. ૪૮ તથા પર, ( ૪૧ ) જ. જે. એ. સ. ૧૯૩૨ ર૭૯ થી આગળ, એપ્રીલ પુ.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy