SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ २२० શુકલતીર્થની મહત્તા | [ ષષ્ટમ જેમ પંડિત ચાણક્યના જીવનના અનેક પ્રકને જેવાં કે, જન્મ શુકલતીર્થની સ્થાન જન્મની સાલ, મહત્તા તથા બચપણનું જીવન વિગેરે હજુ અંધારામાં પડયા છે. તેમ તેના મરણ વિશેના પણ તેજ પ્રકારના પ્રશ્નો શોધી કાઢવા બાકી રહ્યા છે. એ શું આશ્ચર્યકારક નથી લાગતું કે એક નાનામાં નાના રાજા વિશે જોઇતી માહિતી મેળવી શકાય. તે માટે પૂરતાં સાધને હજુ ઉપલબ્ધ થઈ શકે છે. ત્યારે એક મહાસમર્થ રાજદારી પુરૂષ, કે જેને હિંદી વિદ્વાને “The first economist of India, if not of the whole world ” સમસ્ત પૃથ્વીને ભલે ન ગણાય તોપણુ સકળ હિંદને પ્રથમ અર્થશાસ્ત્રી ” લેખ્યો છે. તથા એક અંગ્રેજી વિદ્વાને તો તેથી પણ આગળ વધીને જેને “ King maker=રાજાના સટ્ટા” ની ઉપમા આપી છે. અને જેનું નામ ઇતિહાસમાં પણ અનેક રીતે જાણીતું થઈને જીભે ચડી રહ્યું છે, તેવા અકળ અને અજોડ વ્યક્તિ વિશે, જાણવાને કાંઈ સાધનજ ન મળે. તે પણ જમાનાની એક બલિહારીજ ગણાયને? ખેર, એમ અફસેસ કર્યો કાંઈ દહાડા વળવાને નથી. જે કાંઈ સામગ્રી મળી આવે તેનો ઉપયોગ કરી, તેમાંથી જેટલું તારતમ્ય નીકળે તેટલું ખેંચી કાઢવું તેજ હિતકર છે. એક વિદ્વાન લેખક ચાણક્યના મરણ બાબત લખતાં કાંઈક પ્રમાણુ સહિત જણાવે છે કે, Tradition represents “ the wicked minister" as having repented and retired to Shukla Tirtha on the banks of the Narbeda, where he died and Chandragupta is also supposed to have accompanied him ( 241 શબ્દો ઉપર તેમણે ટીપણ કર્યું છે કે, સ્મિથનું પુસ્તક પૃ. ૭૫ ટી. નં. ૧ સરખાવો) : Shukla Tirtha is the exact equivalent of Belagola which in Kanarese means “ white pond "=2421 - કથા ચાલે છે, કે તે પાપિષ્ટ અમાત્યને, પસ્તા થવાથી નિવૃત્ત થઈને, નર્મદાતટે શુકલતીર્થે ગયે. ત્યાં તે મરણ પામે ? અને ચંદ્રગુપ્ત પણ તેની સાથે ગયો હતો એમ ધારવામાં આવે છે. બેલગોલ અને શુકલતીર્થ બન્ને શબ્દનો અર્થ એકજ થાય છે. બેલગેલ તે કેનેરી ભાષાને શબ્દ છે. તેનો અર્થ પણ સફેદ તળાવ શુકલતીર્થ જેવોજ થાય છે” આ દંતકથા સાચીજ હોય તે-અન્યથા હોય એમ માનવાનું કારણ મળતું નથી માટે સત્ય તરીકે હાલ તે માની લઈએ છીએ-જેમ ચંદ્રગુપ્તના મરણની સાથે બેલગેળ-શુકલતીર્થને સંબંધ છે. તેમ ચાણકયના મરણની સાથે પણ શુકલતીર્થને સંબંધ હોવો જોઈએ. પછી ભલે એક શુકલતીર્થ મહીસર રાયે આવેલું હોય અને બીજુ શુકલતીર્થ નર્મદાનદીના તટ પ્રદેશમાં આવેલું હોય. આપણે તે વિચારીએ. સાબિત થઈ શકે છે. અને તેથી ચાણકયને જન્મ . સ. પૂ. ૪૩૨ ગણો રહે છે. તેમ ૮૨ વર્ષનું આયુષ્ય ગણુતાં તેનું મારણુ ઇ. સ. પૂ. ૩૫૦ માં ગણવું ઊચિત ઠરશે. ( ૧૧ ) જુઓ Jainism in North India by C. J. shah P. 189. A ( ૬૨ ) પ્રથમ એટલે પહેલ વહેલે, એમ ઉઘાડો અર્થ છે ખરે. પણુ ગર્ભિત મુદો તેને પ્રથમ પંક્તિને, એટલે કે અવલ દરજજાને અર્થશાસ્ત્રો કહેવાનો હોય એમ સમજાય છે. એટલું જ નહીં પણ તેના જે બીજે અર્થશાસ્ત્ર સમસ્ત આલમમાં પણ પાક નહીં હેય ( અથવા પાકો હશે કે કેમ તે શંકાસ્પદ ગણીને) એમ દર્શાવવા પુરતે પણ હેતુ છે. (*) જુઓ પૃ. ૧૭. ટીપણુ નં. ૧૨૮,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy