________________
૨૦૬
રાજનીતિશાસ્ત્રના
[ ષષ્ટમ
અર્થશાસ્ત્ર અથવા કૌટટ્યશાસ્ત્ર ઉપર,
તેમજ તેના અંગે જે રાજ્ય રાજનીતિશાસ્ત્રના વ્યવસ્થા અમલમાં મૂકાઈ કેટલાક નિયમે છે, તેના પ્રત્યેક અંગ વિશે તથા સુત્રો અન્ય ગ્રંથે માં એટલી તે
સબળ અને સંપૂર્ણ માહિતી તે તે વિષયના ખાસ સભ્યાસી એએ આપણને અર્પણ કરી છે, કે આવા ગ્રંથમાં તેનું આલેખન આપવામાં પણ તે વિષયને સારી રીતે ન્યાય આપી શકાય જ નહીં. એટલે તે જાણનાર મુમુક્ષને તે ગ્રન્થ વાંચી જવાની ભલામણ કરીશું. પણ કાંઇક તેને ટ્રકે ચિતાર આવી શકે તે માટે તે સમયે કેવા હોદ્દેદાર હતા, તેઓને શું વેતન કે ચંદા મળતાં, તથા રાજ્ય સંચાલનના જે કેટલાક સિદ્ધતિ તે વખતે અમલમાં હતા, તેનું અવતરણ અત્રે આપીશું. એટલે તે ઉપરથી સુજ્ઞ વાચકની રૂચિ કાંઈક સંતોષાશે, તેમજ તે સમયે લેકોની આર્થિક સ્થિતિ કેવી હશે તથા લેકને નિર્વાહ કેવી રીતે અને કેટલા નાણામાં થતું હશે, તેને ઝાંખ ખ્યાલ પણ આવી જશે. તેમજ તે વખતની રાજનીતિના
સૂત્ર સાથે, આજના પ્રવર્તમાન સૂરોની સરખામણી પણ કરી શકશે. અલબત્ત સિદ્ધાંત વિશે એટલું ચેતવવાનું કે, તેનું વાંચને હમેશાં અરસિક તથા શુષ્ક હોય છે. વળી અને તે, અસલ પુસ્તકમાંથી માત્ર તેઓનું અવતરણુજ કરેલ હોવાથી, તે બધું શુષ્ક ઉપરાંત અસંબંધ પણ લાગશે, છતાં સ્થિતિને ખ્યાલ આપવામાં તે ઉણપ નહીં આવે.
ઉપજકી વૃદ્ધિ કે લીયે સિંચાઈકા પ્રબંધ અત્યંત આવશ્ય હૈ, ઇસકે લીયે ચંદ્રગુપ્તને, એક પૃથક સિંચન-વિભાગ ખોલા થા ( પૃ. ૧૬૨ ) ચંદ્રગુપ્ત કે શાસનમેં સબસે મુખ્ય સ્થાન મંત્રી
ઔર પુરોહિત નામક અમાત્ય કે પ્રાપ્ત થા; કૌટિલ્ય અર્થશાસ્ત્ર મેં, વે ને અમાત્ય, શાસન કાર્યમેં રાજા કે બડે સહાયક હેતે થે.
વૈ દેન અમાત્ય અવશ્ય હી મંત્રી પરિષદ કે સદસ્ય હેતે થેઃ (પૃ. ૧૬૫ ) ઇસ પરિષદ દ્વારા (ચંદ્રગુપ્ત કી) રાજા કી શક્તિ નિયંત્રિતથી, ઉનકે અધિકાર બહુત પરિમિથે (તેથીજ ચાણક્ય, ચંદ્રગુપ્તને ઉદ્દેશીને કહ્યું છે કે, હે વૃષલ, સુને, તીન પ્રકારકી રાજ્ય સત્તા હેતે હૈ. રાજાય, સચિવાયત્ત, ઔર, ઉભયાયત્ત: તુમ તે સચિવાયત્ત
(૧) આવાં પુસ્તકનાં નામ શેડાંક નીચે આપ્યાં છે. (૧) મૌર્ય. સામ્રાજ્યક ઇતિહાસ. કર્તા. સત્ય તુ
વિદ્યાલંકાર. અધ્યયન ૭ થી ૧૩ પૃ. ૧૪૯
થી ૪૧૫.. (૨) કૌટિલ્ય અર્થશાસ્ત્ર-સયાજી વિજ્ય ગ્રંથમાળાનું
પુષ્પ ( જ. પુ. જોશીપુરા એમ. એ. ) (૩) શૈલીનું બનાવેલ અર્થશાસ્ત્ર.
( ૨ ) કૌ. અ. જે. ઉપદ, પૃ. ૧૫:–અર્થશાસ્ત્રમાં જે વિવિધ યમનિયમ લખેલા છે, તે બધા એક કાલે હિંદુસ્તાનમાં પ્રસારિત થયેલા, રાષ્ટ્ર જીવનમાં તેમજ પ્રજાજીવનમાં તેઓ પૂરેપૂરા એત પ્રેત થઈ રહેલા-તેમ તે બધા અગર તે તે પૈકી ઘણા ખરા અદ્યાપી આચ્છા સમાજ જીવનને નિયમિત કરી રહેલાજ છે; સરખા પુ. ૧ ૫. ર૬૭ ટી. ૨ તથા પુ. ૧, ૫.૩૬૪ ટી. ૪૬
(૩) આ પૃષ્ટના જે આંકે છે તે સત્યકેતુ વિદ્યાલંકાર કૃત મૌર્ય સામ્રાજ્યકા ઇતિહાસ ના ટાંકયા છે, વિશેષ માહિતીની રૂચિ ધરાવનારાઓએ તે પુસ્તકનું અવલોકન કરવું.
(૪) ચંદ્રગુપ્ત કે પ્રારંભિક શાસનકાળ મેં ઇન દોનોં પૉપર આચાર્ય ચાણકય વિદ્યમાન થે “ મુદ્રારાક્ષસ ” કે અનુસાર પીસે અમાત્ય રાક્ષસને મંત્રી પદ સ્વીકૃત કિયા થા, ઔર ચાણાકય કેવળ પુરોહિત રહ ગયે થે (જૈનગ્રંથમાં રાક્ષસને સ્થાને સુબંધું નામ લખેલ છે. પણ તે સમય બિંદુસારના રાજઅમલને ગણાવે છે. )
( ૫ ) આને કેવો અર્થ કરવા જોઈએ તે માટે જુઓ પૃ. ૧૪૦. ટી. નં. ૨૬: વિદ્વાનોએ તેનો અર્થ શુદ્ધ કુળમાં ઉત્પન થયેલ એવા ભાવાર્થમાં કર્યો છે તેમ કરવાને નથી.