________________
અવસરે બજેટ પુરૂ થઈ ગયેલું દેખાય છે. સમયસર સહાય કરી વેદનાની આગ જવાલા બનતી અટકાવી દો. અહીં-તહીં ભટકાવવા કરતા આ કર્તવ્યને સમજી લો... સ્વીકારી લો... સાધર્મિકોને સન્માનપાત્ર બનાવવા પ્રામાણિક પણે પ્રયત્ન કરતા થાઓ.. પ્રસંગ-૩ : ક્ષમા માગીએ, રાખીએ... આપીએ....
આજે ઘરઘરમાં નાનકડા વાળે અને નાનકડી વસ્તુએ દિલ તૂટયા છે. તૂટેલા દિલને સાંધવા માટે સુનીલ જેવા તૈયાર થયા તો અલ્પા જેવી ઈગો સ્ટેટ્સ ધરાવનાર વ્યક્તિઓએ ઘા પર મીઠું ભભરાવી તૂટેલા દિલના ટૂકડાનું પણ બારીક ચૂર્ણ કરવા તૈયાર થાય ત્યાં મૈત્રીના પુલ કયાં બંધાય? વેરની પરંપરાના વાવેતરના પ્રસંગો ઉભા કરતા જ રહીએ છીએ. પર્યુષણનું ત્રીજું કર્તવ્ય આપણે પ્રેમ, આદર, સદ્ભાવ, અહોભાવની પ્રેરણા કરે છે. ભૂલ ભગવાનની ન થાય બાકી તો સહુની થાય. ભૂલોને ભૂલતા શીખો, થોડી ભલાઈ કરતા શીખો. પ્રસંગ-૪ : અઠ્ઠમ કરીએ
જૈન કુળે જન્મ પામ્યા પછી આહાર સંજ્ઞાના તોફાન ઓછા ન થયા. જીવન ખાવા માટે નથી, જીવવા માટે ખાવાનું છે. આ પેટમાં અભક્ષ્ય અને અનંતકાય પધરાવતા જઈએ છીએ. અનંતના પ્રસંગમાં કઈક કાકાઓ, મામાઓએ આજના ટીનએજર્સને ધર્મના માર્ગે ચડતા અટકાવ્યા છે. પોતે પતનની ખાઈમાં પડી અન્યોને પતનના માર્ગે ધક્કા માર્યા કરે છે. સગા-સબંધી અને સ્વજન-મિત્રોથી સાવધાન રહેજો. શુભભાવનાને આંચ આવવા દેશો નહિ. અઠ્ઠમ તપનું કર્તવ્ય આપણને કર્મનો મેલ ઉતારી આત્માની શુદ્ધિ કરનાર વોશિંગ પાવડર છે. વર્ષભરના થયેલા પાપોની આલોચના ઉતારવાનું આ તપ છે. હૈયાના હેતથી આચાર માર્ગનું પાલન કરો. પ્રસંગ-૫ : ચૈત્ય પરિપાટી કરીએ.
બર્નાડ શો વિદેશી હોવા છતાં જૈન શાસ્ત્રોમાં ઊંડા જ્ઞાનથી નહિ પણ અલ્પજ્ઞાનથી એણે અરિહંતની ઓળખ મેળવી એનાથી એને લાગ્યું કે જૈન ધર્મ મહાન..એના દેવ પણ મહાન.
આપણને શાસ્ત્રો, તીર્થો, મંદિરો, મૂર્તિઓ, મહાત્માઓ અનેકવિધ
!ી કાકી કાકી કાકા aataawaiia YiaiaaiaastasiziiY site is
w