________________
અયોધ્યામાં મંથરા હતી તો લંકામાં વિભીષણ હતો. ભાઈ, બેનને પૂછે છે, બેન તને સંતોષ છે ને? હજી કાંઈ ઓછું લાગતું હોય તો બોલ! ભાઈ, તારે ખરેખર આપવું હોય તો મને એક ચીજ જોઈએ છે. બેનની વાત સાંભળી લોકો પરસ્પર બોલે છે, આટલું બધું આપ્યા પછી પણ કમાલ છે? * સ્મશાનને ક્યારેય સંતોષ ન હોય. * પેટનો ખાડો ક્યારેય ભરાય નહીં. * સાગરનો ખાડો પણ ક્યારેય ભરાય નહીં.
તેમ મનનો ખાડો ભરવો બહુ મુશ્કેલ છે.
બેનોનું મન ક્યારેય ધરાતું નથી. ભાઈ કહે છે બોલી નાંખ. હજી શું જોઈએ છે? બેન કહે છે ૧૭ ગાડા ભરી કરિવાર તે આપ્યું પણ જો તું સાચો ભાઈ હોય તો એક ગાડામાં દેરાસર આપે તો ખરેખર કરિયાવર આપ્યું કહેવાય. તરત ભાઈએ એક ગાડું મંગાવ્યું અને ગાડામાં એક ચિઠ્ઠી નાંખી... ઉજમ ટૂંક.
આજે પણ નવટૂંકમાં ઉજમ ફઈની ટૂંકના દર્શન થાય છે. ઉજમ જેવું માંગતા આવડવું જોઈએ. જીવનમાં દેવ-ગુરૂ-ધર્મ સિવાય બધું જ અધૂરું છે. સર્વ વિરતિ વિના જીવન અધૂરું. ચારિત્ર ન સ્વિકારીએ ત્યાં સુધી બધું જ અધૂરૂં.
ભાઈ-બહેનનો બીજો દાખલો.
માતા-પિતાની સાથે રહેતા ભાઈ-બહેન. બંનેને પરસ્પર ખૂબ પ્રેમ. શરીર જુદા પણ આત્મા જાણે એક ન હોય એવી લાગણી! નિર્દોષ પ્રેમ ભાઈ-બહેનનો છે. સમય જતા ભાઈના લગ્ન થયા. એક વખત માતાના પેટમાં ભયંકર વેદના થઈ. એ દુ:ખાવાની પીડામાં માતા ખલાસ થઈ ગઈ. ભાઈ-બહેન અને પિતા શાંતિથી જીવન વિતાવી રહ્યા છે. એક દિવસ અચાનક બેન ચીસ પાડીને જાગી જાય છે. આખું શરીર ખેંચાઈ રહ્યું છે. વૈદ્ય પાસે લઈ જાય છે. વૈદ્ય ઉપાય બતાવે છે કે જે રીતે કર્યું તે રીતે તેલ બનાવી છ મહિના એ બેનને માલીશ કરો. તેલ બનાવવામાં આવ્યું. તેલમાંથી અસહ્ય દુર્ગધ આવે છે. બેનની માલીશ કરવા કોઈ તૈયાર નથી. પિતાને દમની તકલીફ ને મોટી ઉંમર! આ સમયે ભાઈએ છ મહિના સુધી રોજના ત્રણ કલાક માલીશ કરી. બેનનું સ્વાથ્ય સારું થઈ ગયું. સમય જતાં ભાઈએ બહેન માટે યોગ્ય વરની શોધ કરી. લગ્નપ્રસંગની તૈયારી કરી. કરોડપતિ ઘરના છોકરા સાથે સગપણ નક્કી થયું. સંસ્કાર જોઈને આગળ વધો. ઘણીવાર સંસ્કારોની ખામીને કારણે કલેશ થાય છે.