SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ આવીને રડવા લાગ્યો. કહે, “લગ્નમાં ગયો હતો કે દીક્ષામાં એ જ ખબર ન પડી.' આવું સત્વ આવે એવું કયારેય થાય ખરું? ભગવાનની આજ્ઞા સામે તીરે તરવાની વાત છે. જગત પતિની પસંદગી બધાએ કરી છે પણ જગતની પસંદગી કોઈએ કરી નથી. જગતપતિની પસંદગી અને જગતની પસંદગી વચ્ચે ક્યારેય મેળ પડ્યો નથી. સંયમ નથી પળાતું કારણ ભોગેની ઈચ્છા છે. વૈરાગ્ય નથી લાગતું કારણ સંસાર પર રાગ છે. વસ્તુપાળે બાર સંઘ કાઢયા. ૧૩મા સંધે કાળ કરી ગયા. તેમને જે પણ સંપત્તિ મળે તે સુકૃતે વાપરવી. આ એક જ લક્ષ. ઉત્તમ પ્રકારની સામગ્રી હોવા છતાં જીવ ધર્મી બનતો નથી અને ઉત્તમ શાસન મળ્યું છે તોય ધર્મ કરતો નથી. અનંતા કેવળજ્ઞાન પામી ગયા. તેમણે શરીરને પુદ્ગલ માન્યુ માટે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. - છ ખંડનો માલિક ચિક્કાર સમૃદ્ધિ હોવા છતાં મૃત્યુ સમયે રડતો જાય છે. જયારે સામાયિકની મૂડી લઈને જનારો પુણિયો શ્રાવક મરણ વખતે હસતો હસતો જાય છે. પેટમાં જામેલો મળ જેમ શરીરની શુદ્ધિ થવા દેતો નથી. અંતરમાં જામેલો રાગ-દ્વેષનો મળ અંત:કરણમાં ધર્મને ગમવા દેતો નથી. સામાયિક આત્માની ચીજ છે. છ ખંડનો રાગ પુદ્ગલ છે. મરણ વખતની સમાધિ કરતાં જીવનમાં કરેલી સામાયિકની સમાધિ આત્માની વૃદ્ધિને બંધાવે છે. પુદ્ગલની તૃપ્તિમાં રસ નથી. આત્માની તૃપ્તિમાં રસ છે. ચૌદ પૂર્વીઓ પુદ્ગલ પાછળ ગાંડા હતા. એ કારણે નિગોદમાં ગયા. ચક્રવર્તીઓએ પુદ્ગલ છોડ્યા. દેવલોકને પામ્યા. પુદ્ગલની તૃપ્તિ દુર્ગતિનું Reservation છે. આત્માની તૃપ્તિ સદ્ગતિનું Reservation છે. શાસ્ત્રકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે : “તું તારી જાતને - આત્માને જ્ઞાની માનતો હોય, પણ ફળ તૃપ્તિને આત્માની તૃપ્તિ માનવાની ભ્રમણામાં જીવીશ નહીં. પુદ્ગલની તૃપ્તિના સંપર્ક વિના તને ચાલશે નહીં. પણ એ ખ્યાલ રાખજે કે એ પુદ્ગલનો ઉપયોગ હોય ત્યાં સુધી જ સંપર્ક રાખજે. હંમેશા માટે તેને કાયમી માની લેવાની ભ્રમણા કરીશ નહીં. માર્ગ પર નિર્મમભાવે ચાલ્યા જતા ખંધકમુનિ જ્ઞાનામૃતનું પાન કરી તૃપ્ત બનેલા હતા. ધ્યાન-સુધાના ઓડકાર ચાલુ હતા ત્યાં રાજાના સૈનિકોએ આવીને તેમને પકડયા... તેમની ચામડી ઉતારવા તૈયાર થયા. લોહીતરસી છૂરીઓ કાઢી... છતાં ખંધકમુનિ તો ધ્યાન-સુધાના ઓડકાર જ ખાઈ રહ્યા th Ratlam Rાકાર Tags સાજા ti Bais a Y ailexitiranilraits: 9 Y aims ર ૧ ૧ : * * * ઝાઝ#inspirasi #ા Etiati a Y Pistonianizatiા હY Iકાશક
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy