SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવા જોઈએ. આ બે ચીજ હશે તો રાગ-દ્વેષમાં કોઈ ખેંચી નહીં શકે. વિભાવ દશામાં ખેંચી જનાર રાગ-દ્વેષ છે. કાર્યના શરૂઆતની ચિંતા કરો અંતની ચિંતા તમે નહીં કરો, ભગવાન પર છોડી દો. કોઈપણ વસ્તુ લેવા જાવ તે પહેલી બતાવે તે લઈ લેવી... ચપ્પલ લેવા જાવ ત્યારે જે પહેલી બતાવે તે લઈ લેવી? માપની ન હોય તોય? માપની પહેલી બતાવે છે. જો દિકરા માટે છોકરી જોવા જઈએ તો? વિદર્ભમાં આજ વિષય પર પ્રવચન ચાલતું હતું. પ્રવચન પત્યું કે એક છોકરો આવ્યો કહે, છોકરી જોવા જઈએ, પણ પસંદ ન પડી તો અમારે શું કરવું? ત્યારે જવાબ આપ્યો, તમે જયારે કન્યા પસંદ કરવા જાઓ છો ત્યારે એ કન્યા માનસિક રીતે એ જ વિચારે છે કે આજે પસંદ કરવા આવનાર છોકરો મને જરૂર પસંદ કરશે. અને તમે એને પસંદ કરતા નથી. ત્યારે એ માનસિક રીતે વૈધવ્ય ભોગવે છે. અને આવા કેટલા છોકરાઓ આવીને ના પાડી જાય ત્યારે કેટલી વખત એ માનસિક રીતે વૈધવ્ય ભોગવે છે. આ વાત એના મગજમાં બેઠી. ઘરે જઈને બાપાને કહ્યું, તમે પહેલી છોકરી દેખાડશો તેને માટે મારી હા જ હશે. બીજી બતાડશો નહીં. બાપા આવીને કહે “હવે મારી મુંઝવણ વધી ગઈ માંગુ આવ્યું ને કન્યા જોવા જાય તેનાથી અડધો કલાક પહેલા જોયા વગર જ હા પાડી દીધી. લગ્ન થઈ ગયા. આજે ૬૨ વર્ષના કહે “અમારી જીંદગી બહુ સુખ અને આરામથી ચાલી રહી છે.' દુનિયામાં એવો કયો રસ છે કે જેનો વર્ષો સુધી... જન્મો સુધી ઉપભોગ કરીને જીવન તૃમ બની ગયું હોય? શું જન્મથી માંડીને આજ દિન સુધી ઓછા રસ અનુભવ્યા? તૃપ્તિ થઈ ગઈ! ના ક્ષણિક તૃપ્તિ થઈ. બીજા જ દિવસે પુનઃ અતૃપ્તિ! જયાં સુધી સ્વગુણોની સુવાસના ભ્રમર નહીં બનો, ત્યાં સુધી જડ પદાર્થોની પરિવર્તનશીલ સુવાસ માટે ભટકતા રહેવું પડશે. હા, સ્વગુણો (દર્શન-જ્ઞાન-ચારિત્ર)ની સુવાસમાં લયલીન બન્યા પછી ભૌતિક પદાર્થોની સુવાસ દુર્ગધ લાવશે. જે શાન્તરૂપ અદ્વિતીય રસના અનુભવથી ઈન્દ્રિયને અગોચર (કેવળ અનુભવગમ્ય) તૃપ્તિ થાય છે, તે જિલૅન્દ્રિય વડે છ રસના ભોજનથી થતી નથી. પસંદગીનો ત્યાગ આપણા માટે પડકાર છે. આપણને તો કપડાના તાંતણે તાંતણે મોંકાણ છે. ભગવાન કહે છે, દરેક પદાર્થ પ્રત્યે વૈરાગ્ય કેળવજે નહીં તો જમાવટ નહીં થાય. એટલું કહો ચશ્માના ફ્રેમની પસંદગી શેના માટે કરો છો? ... બીજાને માટે... એને પૂછ્યું કયારે. “મારી ફ્રેમ લાલ શાળા બાદiાજા / નાગાયAA માગતા alia awala Vaitatisti Bharatia Vaida O Sania હતા. કાકાહા ના ડાકલા શા Maujશકાશ
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy