SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ કયારે? આપણને એવો સવાલ જાગ્યો ખરો? આપણામાં સ્થિરતા નથી. ક્રિયાથી એક જ આત્મશુદ્ધિ માંગો. તમારી અમારી ક્રિયામાં ફે૨ સામાયિક લેવાની કે પારવાની નહીં. અમારે જાવજીવનું પચ્ચક્ખાણ છે. ક્રિયામાં ભેદ હોય પણ ફળમાં અભેદપણું છે. લક્ષ્યમાં પણ ભેદભાવ નથી. આત્મામાંથી પરમાત્મા બનવાનો આપણો લક્ષ છે. ક્રિયાથી સ્વરૂપ દશાની પ્રાપ્તિ કરવાની છે. ક્રિયાથી રાગ-દ્વેષ ટળે અને વિતરાગતા મળે એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. મારે અહીંથી કયાં જવું છે એવો વિચાર આવે છે? જવું રખડવું ફરવું એમાં ફરક છે. જવાની ક્રિયા નક્કી હોય છે. લક્ષ સાથેની ક્રિયાથી જરૂર ફાયદો થશે. ડૉકટર પાસે દવા લીધા પછી નીરોગી બનવાનો લક્ષ હોય છે. લક્ષ સાથે પૂજા ક૨વા તમે ગયા હો પછી ત્યાં કોઈનો ધક્કો વાગશે તો ક્રોધ નહીં આવે. ડેસ્ટીનેશન નહીં બાંધો તો કંઈ નહી થાય. ક્રિયામાં લક્ષ્ય છે તો મન ભળે છે. મન વગરની ક્રિયા ક૨વી તે સમૂચ્છિમ ક્રિયાઓ જાણ ક૨વી. ખંડિત સુખો કોઈપણ ક્રિયા આપી દેશે, અખંડિત સુખો નહીં આપી શકે. સતત અંતરમાં રટણા હોવી જોઈએ. રાગ-દ્વેષ ટળે અને વિતરાગતા મળે. કોઈપણ મંત્રમાં ચૈતન્યતા પ્રગટે તો જ મંત્ર ફળે તેમ ક્રિયામાં પ્રાણ પ્રગટે તો થોડી પણ ક્રિયા ફળવાળી બને. ડોશીમાની સામાયિકની ક્રિયા છે પણ તેમાં મન નથી. લક્ષ્ય નથી. તો શું થાય? વહુને શિખામણ અપાય “મહાવીર સ્વામીનું શરણું, ખીંટી ઉપર ગરણું!' એક ક્રિયાની અંદર અનેક ક્રિયા કરવી મોટો દોષ છે. આપણી ક્રિયા અમૃત ક્રિયા બનતી નથી. આ ક્રિયાઓનો વિચાર આવતી કાલે કરશું. જવાનું કયાં છે? એ નક્કી ન હોવાથી ક્રિયાથી શું? ખાવાનું શા માટે? પેટની અંદર શાંતિ થાય માટે.દરેકની પાછળ કોઈકને કોઈક કારણ હોય છે. (સભામાંથી કોઈકે પ્રશ્ન પૂછયો. મહારાજ સાહેબે કહ્યું મર્યાદાપૂર્વક યોગ્ય પ્રશ્ન પૂછવાની છૂટ છે) ભગવાનની પર્ષદામાં પ્રશ્ન કોણ કરે? ગૌતમ સ્વામિ, જયંતિ શ્રાવિકા પણ પ્રશ્ન પૂછતી હતી. નાની મોટી દરેક ક્રિયા ફલદાયી બને છે. વજ્રસ્વામીને ૧૧ અંગ યાદ રહી ગયા તમને વ્યાખ્યાનના બે શબ્દો પણ યાદ નથી રહેતા ને? તમારા બધાની ભાવના છે. આ બોર્ડના લખાણની પુસ્તિકા બહાર પડે... હું તો આ વાતમાં બિલકુલ માનતો નથી. હું એમ માનું છું પ્રવચનના અમૂલ્ય વચનો કાગળમાં નહીં પણ તમારા કાળજામાં છપાવા જોઈએ. નિશ્ચય વગર દોટ ન મૂકો. સવારથી સાંજ સુધી હાલતો ચાલતો હીંચકો ત્યાંનો ત્યાં જ રહે છે. જયાં મન, વાણી વરસી રહી છે. વજ્રસ્વામીને ઘોડિયામાં ૧૧ અંગ મુખપાઠ થઈ ગયા એનું કારણ? DA_ALLCCC l << _T2C!ALL INTERED. ૨૮૭ Desire Yaminies Wils Ye #!$!_________!!!સ foam raasil & vs mwfRANKLE
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy