SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ કે ક્ષપક ક્ષેણિમાં ક્ષાયોપમિક ભાવના ક્ષમાદિ ધર્મનો ત્યાગ થાય છે. યોગ સંન્યાસ ૧૪માં ગુણસ્થાને શૈલેશી અવસ્થામાં હોય છે. ત્યાં ત્રણે યોગોના ત્યાગ થાય છે. યોગ રહિત બનેલો આત્મા મોક્ષમાં જાય છે. આ ગાથામાં અતાત્ત્વિક ધર્મ સંન્યાસનો નિર્દેશ કર્યો. ચોથી ગાથામાં તાત્ત્વિક ધર્મસંન્યાસનો અને સાતમી ગાથામાં યોગસંન્યાસનો નિર્દેશ છે.૧ धर्मास्त्याज्याः सुसङ्गोत्थाः क्षायोपशमिका अपि । प्राप्य चन्दनगन्धाभं धर्मसन्यासमुत्तमम् ||४|| 1 (૪) ચન્દ્રન-ગન્ધ-મમં-ચંદનના ગંધ સમાન ઉત્તમમ્-ઉત્તમ ધર્મસંન્યાસમ્ધર્મસંન્યાસને પ્રાપ્ય-પ્રાપ્ત કરીને સુસ ત્થા :- સત્સંગથી ઉત્પન્ન થયેલા ક્ષાયોપશમિજા :- ક્ષયોપશમવાળા પિ-પણ ધર્મા:-ધર્મો ત્યાખ્યા :- ત્યાગ કરવા લાયક છે. (૪) બાવના ચંદનના ગંધ સમાન ઉત્તમ ધર્મસંન્યાસને પામીને સત્સંગથી ઉત્પન્ન થયેલા ક્ષાયોપશમિક ધર્મો પણ તજવા લાયક છે. ઉત્તમ ધર્મસંન્યાસ એટલે તાત્ત્વિક ધર્મસંન્યાસ. ધર્મસંન્યાસથી ક્ષાયોપશમિક ભાવોની નિવૃત્તિ થતાં ક્ષાયિક ભાવો પ્રગટે છે. આથી આ યોગ તાત્ત્વિક છે. સુગંધ બે જાતની હોય છે. એક સ્વાભાવિક અને બીજી નૈમિત્તિક. પરના નિમિત્તથી વસ્ત્રાદિમાં આવતી ગંધ નૈમિત્તિક છે. નિમિત્ત વિના ચંદન વગેરેની સહજ ગંધ સ્વાભાવિક છે. અહીં ક્ષાયોપશમિક ધર્મો નૈમિત્તિક ગંધ જેવા છે. કારણ કે તેમાં દેવ-ગુરૂ-શાસ્ત્ર વગેરે આલંબનની અપેક્ષા રહે છે. ક્ષાયિક ધર્મો સ્વાભાવિક ગંધ જેવા છે. જેમ ગંધ ચંદનનો સ્વાભાવિક ધર્મ છે, તેમ ક્ષાયિક ભાવ આત્માનો સ્વાભાવિક ધર્મ છે. આથી જ અહીં ધર્મસંન્યાસને ચંદનગંધ સમાન કહ્યો છે. गुरुत्वं स्वस्य नोदेति, शिक्षासात्म्येन यावता । आत्मतत्त्वप्रकाशेन, तावत्सेव्यो गुरुत्तमः ||५|| :) યાવતા-જયાં સુધી શિક્ષાસાત્મ્યન-શિક્ષાના સમ્યક્ પરિણામથી ઞાત્મતત્ત્વપ્રાશેન-આત્મ સ્વરૂપના બોધ વડે સ્વસ્થ-પોતાનું ગુરુત્વ-ગુરૂપણું 7-ન <તિ-પ્રગટ થાય, તાવ-ત્યાં સુધી ગુરુત્તમ:- ઉત્તમ ગુરૂ સેવ્ય-સેવવા ૧. લ.વિ. ‘નમુન્થુણં’પદની ટીકા, યો.સ.ગા. ૨ વગેરે. 3131 31 * * * !! |INH_| ||33||3 BI ૨૪૨ 246 248229249120824628205206238246-2022222223242526 [1.Y 93746|||||20|14414
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy