SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ રસનાની લાલસામાં વેડફી નાખ્યું. આ જીંદગીમાં સર્જન તકલીફવાળું છે. સંહાર તો એક મિનિટમાં થઈ જાય. કોકનું પતન જોઈ પોતાનું પતન ન થાય તેનું ધ્યાન રાખવું. ભાઈ ઘેર મહેલમાં ગયા. પ્રાયઃ એ જ દિવસે રસનેન્દ્રિયમાં લુબ્ધ બની સાતમી નરકે ચાલ્યા ગયા. એકમાત્ર જીભના સ્વાદે આત્મમસ્તીને ધૂળ ચાટતી કરી દીધી. મહાશતક શ્રાવક અત્યંત શાંત હતા. એક વખત એમની પત્ની રેવતીએ મદિરાપાન કરી ખૂબ હેરાન કર્યા. મહાશતક ક્રોધમાં આવી ગયા અને આવેશમાં કહી દીધું કે “આઠ દિવસમાં તું મરીને નરકે જઈશ.' કષાયોના સંપર્ક તોડતા જાઓ. નિમિત્ત એ પાપનું પ્રવેશદ્વાર છે. જ્યારે માણસ પદાર્થની પાછળ પાગલ બને છે ત્યારે એ દુ:ખને નોતરે છે. મા એ દીકરાને કહ્યું કે દીકરા ચાલતી ગાડીએ ચડવું નહીં કારણ કે ચાલતી ગાડી પકડનારા ઘણા હોય છે અને ક્યાંય કશું પણ થઈ જાય. દીકરો મા ને જવાબ આપે છે, મા! ખાટલામાં સૂતા સૂતા પણ મરી જવાય. મોત તો જયાં લખેલું હોય ત્યાં જ થાય. આવાઓને શું કહેવાય? મરવું પણ કાંઈ સહેલું નથી. અમારો ઉપવાસ હોય તો પ્રાયઃ અમે ગોચરીની માંડલીમાં ન જઈએ. આ ચંચળ મન ચાની સુગંધ અને શાકની સુગંધમાં ફસાઈ શકે છે. ઈન્દ્રિયોરૂપી ક્યારાઓમાં કુસંસ્કારોરૂપી બીજારોપણ થાય તો વૃક્ષ બની જાય. સ્પૃહા જાગે છે ત્યાં ઈન્દ્રિયોને પાછી ખેંચી લો. ઈચ્છાપૂર્તિના દરેક પ્રયત્નો લાગેલી આગમાં પેટ્રોલ નાખવા બરાબર છે. જયાં ઈચ્છા છે ત્યાં રોકાણ છે. ઈચ્છાથી તૃપ્તિ ક્યારેય નથી મળવાની. ઈચ્છાઓમાં ફસાયેલો જીવ આત્મસ્વરૂપથી દૂર ફેંકાઈ જાય છે. ચાના કપનો જે ટેસ્ટ આવે છે એનાથી કેટલાય પુણ્યો વેસ્ટ થઈ જાય છે. ચાયનો એક કપ અસંખ્ય જીવોની હિંસા પછી નિર્માણ થાય છે. એક ચાય અંતરમાં પ્રગટાવે લાય! એક ભોગસુખ પાછળ કેટલાય જીવોની હિંસા થઈ જાય છે. રે આતમ! સાવધાન બની જા. પાપ કર્યા પછી રાજી નથી થવાનું. કદાચ કર્મોદયે કોઈ પાપ સેવો છો તો બધાને કહો કે હું ખોટો છું. સાચો માર્ગ તો પ્રભુનો માર્ગ છે. સ્કૂલમાં ભણતા ૫૦૦ વિદ્યાર્થીઓ જો બધા જ ફેલ થાય તો ભણાવનાર માસ્તરની જ ખામી છે. પ્રવચનો સાંભળ્યા પછી તમારામાં કશો જ ફરક ન પડ્યો હોય અને મારા બધા જ કેસો ફુલ જતા હોય તો મારામાં જ ખામી છે. નહિ તો આવું ન બને. દરેક જૈનોમાં અહિંસા વણાયેલી હોય જ છે. એક નાની કીડી ઉપર પણ પગ જો મૂકાઈ જાય તો અંતરમાં ઝાટકો લાગવાનો જ. વનસ્પતિ ઉપર પગ મૂકવાથી એક ગર્ભવતી સ્ત્રીના પેટ ઉપર એક તંદુરસ્ત યુવાન લાત મારે ત્યારે એ સ્ત્રીને જે દુઃખ EX Edditya Rituated Eagle R ed ૨ ૩૩ * Twitter Vaisitiativesexister Yકાં . is s tatstarts stars Eid as Best YexississimistiaYojnisit
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy