________________
ખિસ્સામાં...! આ બધી ભ્રમણાઓ છે. યોગ્ય પાત્રો મળી જાય તો પણ સમજવા મુશ્કેલ છે. સાચા સાધુઓના દર્શન પણ તમે કયાં કરો છો. એક ડોલર એરીયામાં એક ભાઈ મહારાજને મળવા આવ્યા. મને વાસક્ષેપ નંખાવવો છે. ખૂબ ડરતા ડરતા એ ભાઈ બોલ્યા. મહારાજ કહે છે ભાઈ! એમાં ધ્રુજો છો શા માટે? મહારાજ અમે ગરીબ છીએ. તમે વાસક્ષેપ આપશો કે નહિ એ વિચારથી ધ્રુજી રહ્યો છું. મુનિરાજે જન્મદિને વાસક્ષેપ આપી માંગલિક સંભળાવ્યું અને જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પણ આપી. પેલા ભાઈ મહારાજને કહે છે. આપ ગરીબો સાથે પણ વાતો કરો છો? મહારાજ કહે ભલા ભાઈ! આ સંયમ લીધું છે ત્યારથી કોઈ જાતનું મમત્વ, મહત્વ ન હોય. સાધુસંસ્થા પૈસાને, ધનને મહત્ત્વ આપનારી સંસ્થા નથી. ગુણિયલ વ્યક્તિઓની એમાં જરૂર છે. મહત્તા દેખાય છે. આજે તમારા દિમાગમાં ખોટી માન્યતાઓ ઠસાઈ ગઈ છે. એક મોટા શહેરમાં આચાર્યભગવંતાદિ સહિત મુનિવરોનું ચોમાસું હતું. એક મુનિ પાણીના ઘડા વહોરી ઉપાશ્રયના પગથીયા ચડી રહ્યા હતા. ઉપરથી ૨-૩ બેનો પગથીયા ઉતરીને નીચે જતી હતી બેનો આપસમાં વાતો કરતી હતી. બહેનોનું તો એવું જ હોય. રાતો પૂરી થાય પણ વાતો પૂરી ન થાય. એક બેન બોલ્યા આપણા ઉપાશ્રયના આચાર્ય મહારાજને બહુ અભિમાન છે. વંદન કર્યા પણ ધર્મલાભ પણ ન દીધો. પાણીના ઘડા લાવનાર મુનિએ આ વાત સાંભળી લીધી. મુનિ બોલ્યા ધર્મલાભ. બેન બોલી બાપજી પધારો. મુનિએ બહેનોને કહ્યું ઉપર પધારો. બેનો બોલી સાહેબ અમારી કાંઈ વાતો સાંભળી. મુનિ કહે છે હા. મહારાજજી, એ તો બધી અમસ્તી જ વાત હતી. મુનિશ્રી બહેનોને ઉપર લઈ આવ્યા. પૂછયુ આચાર્ય ભગવંત શું કરતા હતા? વાંચતા હતા. આચાર્યભગવંત સૂરાના વિવેચનની ટીકા વાંચતા હતા. મુનિ બહેનોને કહે છે કે ઉભા રહો ને જુઓ. મુનિ આચાર્યશ્રી પાસે જઈ ૨-૩ વખત મત્યએણ વંદામિ કર્યું. પણ સાંભળ્યું નહીં. મુનિ એકદમ નજીક જઈને કહ્યું ત્યારે આચાર્યશ્રીએ જોયું. જે મહાત્મા તત્ત્વમાં ખોવાયા હોય એમને બહારની પ્રવૃતિમાં ખ્યાલ ન પણ રહે. પેલી બેનોએ તરત માફી માંગી. આપણી કેટલીક ભ્રામક માન્યતાઓ આંતરવિકાસમાં અવરોધ ઉત્પન્ન કરે છે. સત્યનું આયુષ્ય ઓછું હોય છે જયારે જૂઠનું આયુષ્ય લાંબુ હોય છે. સત્ય જલ્દી પ્રસરતું નથી પણ જૂઠ તો તરત જ ફેલાઈ જાય છે. સાચા સાધુની તો ખુમારી જ કાંઈ અલગ હોય છે. એમને કોઈની પડી હોતી નથી.
- ૨૨૨ ૦