SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જ્ઞાની આનંદધનજી જેવા પોતાના જ્ઞાનાનંદમાં કેવા મસ્ત હતા. એમણે તો એટલે સુધી કહ્યું કે આશા ઔરનકી કયા કીજે, જ્ઞાન સુધારસ પીજે' દહેરાસરોના મૂળનાયક કયા છે એની ખબર નથી પણ ખલનાયક કોણ છે એની ખબર છે. જેલમાં રહેલા શ્રેણિકને ચેલ્લણાએ કહ્યું તમારી આજે આ દશા? તમે દીકરાને મોટો કર્યો જ શા માટે? શ્રેણિક રાજા ચેલ્લણાને કહે છે આમાં કોણિકનો કોઈ દોષ નથી. બધો દોષ મારા પોતાના કર્મોનો જ છે. આ કોણિકે માત્ર જેલમાં જ પૂર્યા ન હતા પણ પેટ ભરવા માટે મીઠાની રાબ જ મળતી હતી અને મધરાતે મીઠાના પાણીમાં ઝબોળેલા હંટરોનો ૧૦૦૧૦૦ ફટકાનો માર પડતો હતો. છતાં પિતા શ્રેણિક પોતાના કર્મોનો જ દોષ વિચારે છે. તમને કયારેક દુઃખ આવી પડે તો શ્રેણિકને યાદ કરજો. જ્ઞાન આવ્યા પછી જગત બદલાય ન બદલાય પણ જાત તો બદલાઈ જ જવી જોઈએ. ચેલ્લણાથી પોતાના પતિનું દુ:ખ જોયું જવાતું ન હતું એ કહે છે મારા પેટે પથ્થર પાક્યો હોય તો સારું થાત! આજ દિવસ સુધી જેટલા આત્માઓ તર્યા એના મૂળમાં જ્ઞાનદષ્ટિનો વિકાસ થયેલો હતો. જેનું મન તંદુરસ્ત નથી એના વિચારોમાં શાંતિ કયાંથી હોય. આકાશપુષ્પ જેવી આ વાત છે. જીવનમાં જ્ઞાન આવ્યા પછી પરિસ્થિતિ બદલાય કે ન બદલાય પણ મનઃસ્થિતિ તો બદલાય જ છે. જ્ઞાની શાંત રહી શકે એ શાંત માણસ જ સ્વસ્થ રહી શકે. શ્રેણિક રાજા શાંતિથી ચેલ્લણાને સમજાવે છે. જીવનમાં જ્ઞાનષ્ટિ નથી આવી ત્યાં સુધી જ જીવ દુઃખી થાય છે. જ્ઞાનદૃષ્ટિનો જયાં ઉઘાડ થાય છે ત્યાં વિચારધારા બદલાય છે. જીવ વિચારે છે તું શું કામ કરે છે રોષ, તારા કર્મોનો છે દોષ. આ છે શાસ્ત્રોનો બોધ, આથી ટળે વેર-વિરોધ ને ઉભરાશે આત્મિક સુખનો ધોધ. જ્ઞાની આત્મા આત્મિક સુખમાં જ મહાલતો હોય છે. આ સુખની સામે ઈન્દ્રના કોઈ સુખ ટકી શકતા નથી. શ્રેણિક રાજા જેલની અંદર પણ સુખી અને અજ્ઞાની જીવ મહેલની અંદર પણ દુ:ખી બને છે. એક ભાઈ ઉપાશ્રયે દ૨૨ોજ જઈ મહાત્માઓને વંદન અચૂક કરે. વંદન કરતા મહાત્માએ એની આંખો લાલ જોઈ. મગજ ને મનમાં કાંઈ થાય તો પણ આંખો લાલ થઈ શકે છે. પેલા ભાઈ મહારાજને કહે છે આજે તો મનમાં એમ થાય છે કે સાંજનો સૂર્યાસ્ત પણ ન જોઉં તો સારું. મહાત્મા કહે છે તમને શું દુ:ખ છે? સંગમ પાછો જતો હતો ત્યારે જ મહાવી૨ની આંખમાં આંસુ આવી ગયા એનું કારણ? મારા શરણે આવેલાને હું તારી ન શક્યો. પેલા ભાઈ મહારાજને કહે છે • ૨૦૬ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy