SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ 'એક વાક્ય જીવન અજવાળું આ મોહ ચિંતા કરાવે, ધર્મ ચિંતન કરાવે. આ વૃત્તિના કંટ્રોલની પ્રોસેસ એનું નામ નિયમ. ધર્મી માણસની વય વધે તેમ વ્રત વધે. ધર્મમાં લય વધે ને તેના પ્રલય ઘટે. આ મહાગ્રંથો કયારેય જે ન આપે તે કયારેક એક પદ આપી દે. જે જ્ઞાન સમીપમાં લઈ જાય, નિર્વાણ પદનો પ્રવાસી બનાવે એવા જ્ઞાનનું નાનકડું પદ મહત્ત્વનું છે. જે પદનું રટણ નિર્વાણના પંથ સુધી લઈ જાય તે પદ મહાન છે. મહાન એવા ગ્રંથોને કંઠસ્થ કર્યા પછી પણ નિર્વાણ પદની સાધના થતી ન હોય તો તે સાચું જ્ઞાન નથી. કંઠસ્થ જ્ઞાન પર હૃદયસ્થ જ્ઞાન બને તો પ્રવાસી નિર્વાણપદ પ્રાપ્ત કરી શકે. શ્રુતજ્ઞાનથી કદાચ વિવાદવિખવાદ સંભવે પણ ભાવના જ્ઞાનથી સંવાદ જળવાય. જેનાથી મોહનીયકર્મનો ક્ષય થાય, આત્મદ્રવ્ય શુદ્ધ થાય, મન સ્થિર બને તે ભાવનાજ્ઞાન. જ્ઞાનની પ્રાપ્તિ તો ઘણાંને થાય છે. પણ પરિણતી તો લાખન મેં એક હોતી હૈ. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે પરિણતિ એ આભ્યતર દુનિયાનો સંદેશો છે. જીભ અને મગજમાં આવેલું જ્ઞાન એ પ્રાપ્તિ છે અને હૃદયમાં આવેલું જ્ઞાન એ નિષ્પતિ છે. જીવનમાં ભાવના જ્ઞાન પ્રગટે તો નમ્રતા, સમતા, ઉદારતા આવે છે. જે જ્ઞાનથી માત્ર વિવાદ અને વિખવાદ થાય છે તે જ્ઞાન નિર્વાણપદને માટે સાધક ન બનતા બાધક બને છે. એક શબ્દ પણ કયારેક મહાન ગ્રંથની તુલ્ય બની જાય છે. ભાવના જ્ઞાન પણ ચમત્કાર સજી શકે છે. વલ્કલચીરી જંગલમાં આવીને પોતાની ઝૂંપડીમાં ગયા. ઝૂંપડીમાં રહેલ પોતાનાં સાધનો-પાત્રો સાફ કરવા બેસે છે. આ વલ્કલગીરી સંન્યાસીના વેશે છે. સાધુ હાથ હલાવે તેને પડિલેહણ કહેવાય. આ સંન્યાસી પોતાના પાત્રો સાફ કરતા વિચારધારામાં ચડતા તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વજન્મ હું સાધુ હતો. એક પાટા પડિલેહણ ક્રિયા પણ જીવનમાં ચમત્કાર સર્જી શકે છે. તેથી જ ક્રિયામાં કદાચ ભાવ ન આવે તો પણ કરતા જાઓ. કોઈપણ ક્રિયા નિષ્ફળ નથી, એ સંસ્કાર તો જીવનમાં પાડતી જ જાય છે. અને એ સંસ્કાર ઉદયમાં આવતા જીવનું કામ થઈ જાય છે. એક શેઠને = • ૧૯૨ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy