SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ રાત્રે જયારે હું સૂતો હતો ત્યારે સપનામાં આપણે બન્ને ઘોડા ઉપર બેસી નગરની બહાર ફરવા માટે નીકળ્યા છીએ. નગર છોડી આપણે દૂર દૂર નીકળી ગયા છીએ. આપણા બન્નેના ઘોડા એકબીજા સાથે ટકરાયા. દરબારીઓ રાજાની વાત સાંભળવા ઉત્સુક બન્યા છે. ઘોડા ટકરાતા આપણે બન્ને ઘોડા ઉપરથી નીચે પડી ગયા. આટલું કહેતા તો રાજા કહે છે બીરબલ આ તો સપનાની દુનિયાની વાત છે. તું ખોટું ન લગાડતો હોં! બીરબલ કહે છે એમાં શું? અકબર કહે છે હું જે બાજુ પડ્યો એ બાજુ અત્તરનો કુંડ હતો ને તું જયાં પડ્યો ત્યાં વિષ્ટાનો કુંડ હતો. અકબર કહે છે એ વખતે મારું ચાલત તો આપણે બન્ને અત્તરના કુંડમાં પડત. ત્યારે બીરબલ કહે છે મારું ચાલત તો આપણે પડત જ નહીં. સંસારમાં રહીને પણ ધર્મ કરી શકાય છે એ બોલવું નકામું છે કારણ કે અવિરતિના પાપો દરેક સંસારીના લલાટે લખાયેલા જ હોય છે. સંસારી માણસના કરેલા માસક્ષમણથી સાધુની નવકારશી વધી જાય છે. સંસારીઓને ખોટનો ધંધો વધારે હોય છે. એક માણસ મહિને ૫૦ લાખ કમાય અને ૭૦ લાખની ખોટ ઉભી કરે અને બીજો માણસ રોજના ૫૦ હજાર કમાય છે પણ ખોટ થાય એવું કશું જ કરતો નથી. આ બન્નેમાંથી શ્રેષ્ઠ કોણ? જ્ઞાનીઓ કહે છે કે આંતરિક દુનિયાની વિચારધારા મહાન હોય છે. શ્રાવક ભલે તળેટીમાં બેઠો હોય છતાં એના અંતરમાં દાદાને ભેટવાની તમન્ના રહેલી હોય છે. દરજીના કપડા એ શરીર પર ધારણ કરતાં મન પ્રભુનો પવિત્ર વેશ મેળવવા ઝંખતો હોય છે. જ્ઞાનીની દષ્ટિમાં પદાર્થ પ્રત્યેના મૂલ્યાંકનો જુદા હોય છે. જ્ઞાનીઓ કહે છે આંખનો અંધાપો જુદો અને હૃદયનો અંધાપો જુદો હોય છે. હૃદયનો અંધાપો એ ગંદવાડ હોય છે. આધ્યાત્મિક દુનિયામાં હૃદયનો અંધાપો દૂર થાય તો સાચી તંદુરસ્તી પ્રાપ્ત થાય. અકબર રાજાની વાત સાંભળીને બધાને મજા આવી ગઈ. કોઈકનું નુકશાન જોઈને પણ ઘણાને આનંદ થાય. ડાહ્યાની ભૂલ ગાંડા માટે મહોત્સવ બની જાય. જયારે આખી સૃષ્ટિ વસંતના આગમનથી ખીલી ઉઠે છે પણ ત્યારે જવાશા નામની વનસ્પતિ ઈર્ષ્યાથી સુકાઈ જાય છે. આધ્યાત્મિક દુનિયામાં સ્થાન કરતા ધ્યાનનું મહત્વ વધારે છે. લગ્નની ચોરી અને રાજગાદી ઉપર પણ ધ્યાન બદલાતા કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. મનના પરિણામ ઉપર કર્મબંધ થાય છે. જેટલા હેતુઓ સંસારમાં છે તેટલા હેતુઓ મોક્ષના પણ છે. એક માણસ તાજમહેલ પાસેથી પસાર થયો. તાજમહેલ જોઈ એ વિચાર કરે છે – શાહજહાંને મુમતાઝ ઉપર કેટલો પ્રેમ હશે કે એની યાદમાં • ૧૮૯ ,
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy