________________
પ્રાસંગિક પ્રવચન
કવિ ધનપાળે પરમાત્માની સમક્ષ પ્રાર્થના કરી છે કે હું ભગવાન બનું એના કરતા હું તારો ભક્ત બની રહું એ જ મારી ભાવના છે. ભગવાન બની ગયા પછી તારા ગુણ ગાઈ ન શકાય. તારા ખોળામાં નાચવાનું સૌભાગ્ય ટકી રહે એટલું જ જોઈએ. ભક્ત બની રહેવામાં જ મજા છે. ભક્ત ભગવાનની ભક્તિને ખાતર મોક્ષ છોડી દેવા તૈયાર થાય છે.
મુંબઈ ગોડીજી દેરાસરે રોજ ભવ્યતાથી પૂજા કરનારા ગિરીષભાઈએ એવી ટેક કરી કે જેટલી કમાણી થાય તેના ૨૫ ટકા પરમાત્માની ભક્તિમાં વાપરવા. ભક્તિમાં ગાંડા બનવાની પણ એક કક્ષા છે. જ્ઞાનીઓએ ચાર પ્રકારના જીવોનું વર્ણન કર્યું છે.
(૧) જોઈએ છે એવા... (૨) આપવું નથી એવા... (૩) છે જ નહિ એવા...
(૪) જોઈતું નથી એવા...
આ ચારમાં સમ્રાટમાં સમ્રાટ જો કોઈ હોય તો તે ‘જોઈતું નથી’ એવા છે. દેવપાળ રાવણ પૂર્ણિયો ઈત્યાદિ આત્માઓ ‘જોઈતું નથી’ એવી ટેકવાળા હતા તેથી તેમનામાં ધર્મની ખુમારી હતી. ‘જોઈએ છે’ તે ગુલામ છે. કોઈને દૂધ પીવું હોય તો એમ કહેશે કે દૂધ જોઈએ છે. ગ૨મ જોઈએ, સાકરવાળું જોઈએ, કેસ૨વાળું જોઈએ, જૂના ગ્લાસમાં નહીં પણ નવા ગ્લાસમાં જોઈએ, આદર સત્કારથી જોઈએ...આ છે ‘જોઈએ'ની રામાયણ...!
બીજો માણસ આવે છે. એ કહે મારે ઉપવાસ છે તેથી નથી જોઈતું. ભોગનો ભિખારી જયાં જાય ત્યાં દુ:ખી અને ત્યાગનો પૂજારી જ્યાં જાય ત્યાં સુખી. પવનના વાવાઝોડાની વચ્ચે તમારે તમારો દીવો ટકાવવાનો છે. આ વાવાઝોડામાં હું બચી જાઉં તેથી કાળજી ખૂબ કરજો.
શરીર સાથે શરીરનું જોડાણ છે તે વાસના છે.
મન સાથે મનનું જોડાણ એ પ્રેમ છે.
આત્મા સાથે આત્માનું જોડાણ તે ભક્તિ છે.
પાના નબળા મળ્યા છે પણ જો રમતા આવડે તો જીત નિશ્ચિત થઈ શકે છે. પાના મળે છે પુણ્યથી અને રમવાનું છે પુરુષાર્થથી.
• ૧૮૬