________________
રૂમોમાં આવા સાંસારિક કાર્યો કરવા એ તો પાપ કહેવાય. દેરાસરઉપાશ્રય કે ધર્મશાળાઓમાં પાપના પડીકાની પ્રભાવના કરતા નહીં. કારણ એ સ્થાનો કોઈ ફેશન પરેડ કે નવરાત્રિના ગ્રાઉન્ડ નથી. તીર્થને પ્રદૂષિત ન કરાય. પવનંજયનો આગ્રહ છતાં મિત્ર પ્રહસ્તિ આ ઈચ્છાને રહેવા દેવા જણાવે છે. એક રાતનો તો સવાલ છે. કાલે તો લગ્ન છે. જે માતા-પિતાને મંજૂર હતું તે તારા માટે બરાબર છે. આજે અહીંયા જ ગડબડ છે. છોકરાને જે ગમે તે મા-બાપને માન્ય રાખવું જ પડે છે. પ્રહસ્તિએ સમજાવ્યું છતાં પવનંજયનું મન માનતું નથી. વિદ્યાને ધારણ કરનારા હોવાથી બન્ને જણા પડદા પાછળ છૂપાયા છે. તરેહ તરેહની વાતો સાંભળે છે. કોઈક સખી વિદ્યુતપ્રભના ગુણો ગાતી હતી તો વળી કોઈ પવનંજયની નિંદાટીકા આદિ પણ કરતી હતી. અંજના મારા બધાની વાતો સાંભળી રહી હતી. અંજનાની સખીઓની વાતો પવનંજય પણ સાંભળી રહ્યો હતો. જેનું મન પોતના હાથમાં ન હોય એણે કાન પર કંટ્રોલ રાખવો જોઈએ. અંજનાને એની સખીઓ મેણા-ટોણાં સંભળાવે છે છતાં એમની સામે એ કશું જ બોલતી નથી. આ જોઈ પવનંજય અનુમાન બાંધે છે કે અંજનાના મનમાં મારા સિવાય બીજો કોઈ રમી રહ્યો લાગે છે. જે લીલી લાઈટની રાહ ન જુએ એણે એબ્યુલન્સની રાહ જોવી પડે. પવનંજય ભયંકર ગુસ્સામાં આવી ગયો. તરત હાથ તલવાર પર ગયો. મ્યાનમાંથી તલવાર કાઢી અંજનાને મારવા દોડે છે. ત્યાં મિત્ર પ્રહસ્તિ પવનંજયનો હાથ પકડી લે છે. બન્ને પાછા ઘરે આવ્યા. બીજા દિવસે પવનંજય-અંજનાના લગ્ન થયા. અંજના પતિગૃહે આવી. લગ્નના પ્રથમ દિવસે અંજના સુગંધી હાર લઈને બેઠી છે. પણ પવનંજય ન આવ્યો. છ-છ મહિના પસાર થઈ ગયા. ત્યારે અંજનાની સાસુ કેતુમતિને ખબર પડે છે. એ પોતાના લાડકા પુત્રોને સમજાવે છે. તું કેટલા આનંદ-ઉમંગથી કોડભરી કન્યાને પરણી લાવ્યો છે. તું શા માટે એની પાસે જતો નથી? અંજનાએ તો આપણા ઘરની શોભા વધારી દીધી છે. માતા ખૂબ સમજાવે છે છતાં ધરાર ના પાડી દે છે. એની પાસે જવાનો નથી. અંજના સાત માળની હવેલીમાં પતિની રાહ જોતી સમય વિતાવે છે. કેટલા વર્ષો વિત્યા? બાવીસ વર્ષ પસાર થઈ ગયા. કર્મની ગતિ કેટલી ગહન છે. પવનંજયે અંજનાની સામે પણ જોયું નથી. કેતુમતિને એનું અત્યંત દુ:ખ છે. એ સાસુ નથી પણ એક મા હતી. એના અંતરમાં અપાર વાત્સલ્ય હતું. આજે ઘરમાં સાસુ ફોજદાર અને વહુ જમાદાર બને છે. પછી કહેવું શું? નમો અરિહંતાણં, કેતુમતિ અંજનાને ઘણીવાર કહેતી, બેટી! મારા દિકરાનો
= • ૧૬૯ ,